હરિયાણાના ભિવાની જિલ્લાની 2 પુત્રીઓ એ એકવાર ફરીથી ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે આરજૂ અને જોનીએ 20 થી 26 મેં સુધી યોજાયેલ સબ જુનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે જોનીએ 44 કિલોગ્રામ અને આરજુએ 42 કિલોગ્રામ વજનમાં ગોલ્ડમેડલ જીત્યો છે.
વિદ્યાનગરમાં આવેલ અજિત બોક્સિંગ ક્લબની આ વિજેતા થયેલના પરિવાર જનો અને ગ્રામ જનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગામમાં વડઘોડુ કાઢ્યું હતું જણાવી દઈએ આ બંને બહેનો ઓલિમ્પિક વિજેતા વિજેન્દર સીંગના ગામ કાલુવાસની છે અહીં આ બંને બહેનોએ જીતનો શ્રેય એમના કોચ નવીનને આપ્યો છે અને કહ્યું હજુ તેઓ વધુ મહેનત કરશે.
બંને બહેનોએ જણાવ્યું કે એમનું સપનું છેકે ઓલિમ્પિક મેડલ જીતીને દેશનું નામ રોશન કરવું એમના કોચ નવીને જણાવ્યું કે બંને બહેનો આર્થિક રીતે કમજોર છે સરકાર સહાય કરશે તો બંને ખુબ આગળ જશે બંને બહેનોએ હરિયાણા જ નહીં પરંતુ પુરા દેશનું નામ રોશન કર્યું છે મિત્રો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.