બુરહાનપુરની સેવા સદન કોલેજમાં ગુરુવારે હલચલ મચી ગઈ હતી જ્યારે બુરખો પહેરેલો યુવક વિદ્યાર્થીનીઓના સામાન્ય રૂમમાં પહોંચી ગયો હતો. આ ઘટના મધ્યપ્રદેશના બુરહણપુર કોલેજ ની છે ત્યાં એક યુવક બુરખો પહેરીને છોકરીઓ રૂમમાં પહોચી ગયો હતો અને એક છોકરી જોડે બેસી ગયો હતો ત્યારે ત્યાં હાજર રહેલી શિક્ષિકા ની નજર પગ માં જતા એને પગ માં બુટ દેખાય હતા એ બુટ જોઈને શિક્ષિકા મેં શક ગઈ કે કંઈક તો લોચા છે જ્યારે શિક્ષિકાએ આચાર્ય ને બોલાવીને તપાસ કરતા પુરી કોલેજ માં હા હો મચી ગઇ અને ત્યાં રહેલી છોકરીઓ એ એવી હાલત કરી કે છોકરા ને પોલીસ માં હવાલે કરવો પડ્યો.
આ યુવક ના જ્યારે તેના ચહેરા પરથી બુરખો હટાવી દેવામાં આવ્યો ત્યારે યુવકને જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. યુવકને માર માર્યા બાદ તેને કોતવાલી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યાં હાજર રહેલ છોકરીઓએ મૅથી પાક ચખાડ્યો પછી કોલેજ મેનેજમેન્ટની લેખિત ફરિયાદના આધારે પોલીસે યુવકની કલમ 151 હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. યુવકની ઓળખ બુધવાડાના રહેવાસી મોહસીન ખાન તરીકે થઈ છે. જ્યારે આરોપીને મીડિયાકર્મીઓ અને પોલીસ દ્વારા કોલેજમાં આવા પ્રવેશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે હમણાં જ કોલેજમાં દાખલ થયો હતો. બીજી બાજુ, નિષ્ણાતો માને છે કે તે પ્રેમ પ્રકરણનો કેસ હોઇ શકે છે અને યુવક અહીં તેની ગર્લફ્રેન્ડને મળવા આવ્યો હતો.