Cli

પોઝિટિવ સ્ટોરી: રાજકોટ ના તબીબે પ્રેક્ટીસ છોડીને ખારેકની પ્રાકૃતિક ખેતી શરૂ, વર્ષે 8 લાખની કમાણી કરી

Agriculture

રાજકોટ ના આ તબીબે પ્રેક્ટિસ છોડીને ખેતી અપનાવી છે જેને પોતાની ગામડામાં રહેલી 10 વિઘા જમીનમાં ખારેક ના છોડ વાવી ઓર્ગેનિક ખેતી કરીને અત્યારે વર્ષે 8 લાખ ની કમાણી કરી છે. આ તબીબે જણાવ્યું હતું હું એક ખેડૂતપુત્ર જ છું મને બાળપણ થી ખેતી નો શોખ બહુ હતો એટલે તબીબ નો પ્રેક્ટિસ છોડી ને ખેતી પસન્દ કરી છે. રાજકોટના આ તબીબે પોતે પ્રેક્ટિસ છોડીને ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો જેણે 12 ગીર ગાયો રાખે છે એ ગીર ગાયો સાથે લઈને ફાર્મ હાઉસ માં ખેતીની શરૂઆત કરી હતી. આજથી સાત વર્ષ પહેલા ડોક્ટર રમેશભાઈ પીપળીયા એ એમના ગામડામાં રહેલી 10 વિઘા જમીન માં ખારેક ના રોપા વાવી ને ખેતી ચાલુ કરવાનું કરી હતી. આ પ્રાકૃતિક ખેતી થી તેઓએ આ વર્ષે 8 લાખ ની ખારેક વેચી હતી

રમેશભાઈ એ એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે પહેલા રાજકોટ બસ સ્ટેન્ડ ની સામે ડો. રમેશ પીપળીયા નામનું મારું દવાખાનું હતું હું ત્યાં પ્રેક્ટિસ કરતો હતો પણ મને બાળપણ થી ખેતી નો શોખ હોવાથી મેં આ પ્રેક્ટિસ છોડીને ખેતીમાં કરવાનું વિચાર્યુ હતું. આ ખેતીમાં આજથી સાત વર્ષ પહેલા 10 વિધા જમીન માં રૂપિયા 4 થી 5 લાખનો ખર્ચ કરીને ખેતીમાં ની શરૂઆત કરી હતી. સૌપ્રથમ ખેતીની શરૂઆત તમે યૂટ્યુબમાં વિડીયો જોઈને કરી હતી જેમાં એક વાર છોડ વાવો અને 70 વર્ષ સુધી તમે ખારેકનું ઉત્પાદન મેળવો.

ડો. મેશભાઈ પીપળીયા એ જણાવ્યું હતું કે મેં મારી બાપદાદાની 20 વિધા જમીનમાં થી મેં 10 વિઘા જમીન માં ખારેકના રોપા વાવ્યા હતા જેમાં 12 ગીર ગાય છે એના છાણમાંથી ખાતર બનાવીને રોપા નો ઉછેર કર્યો હતો. એક એકર માં માં 60 છોડ વાવી શકાય છે આમાં અમે ગીર ગાય ના દેશી જાણ નું ખાતર અને ગૌમૂત્ર નો ઉપયોગ કરતા હોવાથી બીજી કોઈ દવાની જરૂર પડતી નથી અને ખારેક એના લીધે મીઠી પણ હોય છે જો તમે નાના ખેડૂતો હોવ તો એક વીઘા માં 1.5 થી 2 લાખ સુધીનું ઉત્પાદન મેળવી શકાય છે. ખારેક ના પાક માં બીજી પણ ખેતી કરી શકો છો કારણ કે ખારેકના છોડ વચ્ચે જગ્યા હોવાથી બિનસીજન માં બીજી ખેતી પણ સારી રીતે થઈ શકે છે. જો તમે ખરેખર છોડાવવા વાવવા માંગતા હોય એમા સારી સબસીડી મળે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *