Cli

ધન્ય છે આ મહિલાને જે ગર્ભવતી હતી છતાં UPSC પરીક્ષા પાસ કરી શિક્ષક થી સીધા કલેકટર બની…

Breaking Story

ભારતમાં UPSC ની પરીક્ષા એટલે સૌથી ઊંચા પરીક્ષા કહી શકાય એ પરીક્ષા પાસ કરવા માટે રાત દિવસ મહેનત કરતા હોયછે છતાં એમાં પાસ થવું અઘરું છે અને ઘણા લોકો પ્રથમ પર્યાસે જ પાસ કરી દેતા હોય છે પરંતુ આ પરીક્ષાની રાત દિવસ મહેનત પછી પણ પરીક્ષા પાસ ના થાય તો વિધાર્થી ઘણી વાર માનસિક તણાવમાં પણ આવી જતા હોય છે પરંતુ ગુજરાતીમાં કહેવત છેને મન હોય તો માળવે જવાય એ કહેવત એક આ ગર્ભવતી મહિલાએ સાર્થક કરી બતાવી છે આ મહિલાએ UPSC પરીક્ષા પાસ કરવા માટે કોઈપણ અવરોધને માર્ગમાં આવવા ના દીધો.

આજે અમે વાત કરી રહ્યા છીએ હરિયાણાના ઝજ્જર જિલ્લાની રહેવાસી પૂનમ દલાલની તમને જણાવી દઈએ કે જ્યારે પૂનમ દલાલે 2011 માં UPSC ની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો તે સમયે 30 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા ન હતા અને પૂનમ 30 વર્ષની હતી પરંતુ તે પછી નસીબે તેને ઘણો સાથ આપ્યો અને 2015 માં UPSC એ નક્કી કર્યું કે જે વિદ્યાર્થીઓ 2011 માં દેખાયા હતા તેઓ ફરી એક વાર પરીક્ષા આપી શકે છે.

2015 માં જ્યારે UPSC એ ફરી 2011 ના ઉમેદવારોને પરીક્ષા આપવાની જાહેરાત કરી ત્યારે પૂનમની ખુશીની કોઈ સીમા નહોતી અને તેણે આ પરીક્ષા સંપૂર્ણ તૈયારી સાથે લેવાનું નક્કી કર્યું આ વખતે તેણે પોતાની બધી મહેનતથી પરીક્ષા આપી અને તેની UPSC ની પરીક્ષા પાસ થઈ જ્યારે પૂનમ UPSC ની પ્રિલિમ માટે હાજર થવા આવી ત્યારે તે નવ મહિનાની ગર્ભવતી હતી પરંતુ આ હોવા છતાં તેણે પીડાથી આ પરીક્ષા પાસ કરી જ્યારે UPSC મેઈન્સની પરીક્ષા થઈ ત્યારે તેણીને અઢી મહિનાનું બાળક હતું આ વખતે તે આઈઆરએસ અધિકારી બની અને આવકવેરામાં કમિશનર તરીકે કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *