ગુજરાતમાં દરિયાકિનારો ભારતમાં સૌથી લાંબો છે અને આ દરિયા કિનારે ઘણાબધા મંદિરો આવેલા છે ત્યારે આમાંથી આપડે મહાદેવના મંદિરની વાત કરવી છે જે દ્વારકાથી બિલકુલ નજીક આવેલું છે અને મંદિર બહુજ પ્રખ્યાત છે જેનું નામ ભડકેશ્વર મહાદેવ મંદિર છે તો આજે વાત કરવી છે એ અરબી સમુદ્રના કિનારે આવેલ ભડકેશ્વર મંદિરની. આ મંદિરનો ઇતિહાસ કઈક એવો છે કે આ જગ્યાએ ભગવાન મહાદેવ ભટકીને અહીં પ્રકટ થયાં હતા એટલે ભડકેશ્વર મહાદેવ કહેવાય છે.
ગુજરાતમના દરિયા કિનારે અનેક મંદિર આવેલ છે પરંતુ આ મંદિર અનોખું છે જે દ્વારકા ના ત્રણબતી ચોકથી માત્ર 2 કિલોમીટર ના અંતરે આવેલું છે તે એક મોટી શીલા ઉપર આ મહાદેવ નું મંદિર આવેલું છે જો પાણી વધુ હોય તો પાણીમાં થઈને આ મંદિરે દર્શન કરવા જવું પડે છે. આ દરિયામાં હજારો વાવાઝોડાં આવ્યા પણ આ મંદિર ટકી શક્યું એ પણ મહાદેવનો ચમત્કારજ કહી શકાય.આ મંદિર મહાદેવનું હોવાથી શ્રાવણ મહિનો અને મહાશિવરાત્રીએ લાખો લોકો અહીં દર્શનનો લહાવો લે છે.
જૂન-જુલાઈ મહિનામાં સ્વયંમ અરબી સમુદ્ર જળભિષેક કરે છે અને પછી થોડા દિવસો માં મંદિર જળમગ્ન થઈ જાય છે. આ મંદિરે દર વર્ષે હજારો લાખો લોકો દર્શન કરવા આવતા હોય છે અને કહેવાય છે કે અહીં જે પણ લોકો આવે છે અને જે પણ માંગે છે તે દરેકની મહાદેવ મનોકામના પુરી કરે છે બસ ભગવાનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. અહીં દ્વારકાધીશ ના દર્શન અને દ્વારકાના બીજા પ્રખ્યાત મંદિરોના દર્શન અને ચોપાટી માણવાની મજા અને ચોપાટી ઉપર નાસ્તાની મજા ઊંટ સવારી અને ભડકેશ્વર મહાદેવ ના મંદિર ના દર્શન કરવાનો લહાવો અને સૂર્યાસ્ત જોવાનો લહાવો આ બધુ એકજ જગ્યાએ એટલેકે ભડકેશ્વર મહાદેવ નું મંદિર.