લોકોને સ્વસ્થ રહેવાનાં સંદેશો આપવા માટે રાજસ્થાન જોધપુરનો આ 17 વર્ષનો તનિષ્ક નામનો યુવાન 4000 કિલોમીટર દોડ માટે નીકળી પડ્યો છે આ યુવાન દેશના લોકોને ફિટનેસ નો સંદેશો આપવાના હેતુ થી આ દોડ લગાવશે. જ્યારે દોડ શરૂ કરતા પહેલા જોધપુરના મહાપોર કુંતી દેવડા એ સન્માન કર્યું હતું સાથે સાથે બ્રહ્મણ સંગઠનો એ પણ આ યુવકનું સન્માન કર્યું હતું. જ્યારે આ યુવાન રાજસ્થાન ફિટ રાજસ્થાન હિટ ના નારા લગાવતાં આ દોડ ની શરૂઆત કરી હતી
તનિષ્કે આગામી ચાળીસ દિવસમાં રાજ્યમાં ચાર હજાર કિલોમીટરનું અંતર કાપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ દરમિયાન તે દરેક જિલ્લા મથકોમાંથી પસાર થશે. તે લોકોને નિયમિત કસરત કરવા અને રસ્તામાં તમામ સ્થળોએ સ્વસ્થ રહેવાનો સંદેશ આપતા આગળ વધશે. તમને જણાવી દઈએ કે અજમેરના 35 વર્ષીય સુફિયા ખાનનો ગિનિસ બુકમાં 110 દિવસમાં 6000 કિમી દોડવાનો રેકોર્ડ છે. તનિષ્ક ટૂંકા સમયમાં ચાર હજાર કિલોમીટરનું અંતર કાપીને આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તે પોતાની રેસ જોધપુરથી જલોર થઈને બાડમેર જેસલમેર અને પછી બિકાનેરથી સીકર થઈને જોધપુર પહોંચશે. તનિષ્કની ટીમના સાથીઓની આખી ટીમ તેની સાથે છે જે તેની સંભાળ લેશે તેમની કારમાં એક ફિઝિયો પણ તેમની સાથે છે. JNVU માં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી તનિષ્ક શરૂઆતથી જ રમતો તરફ ઝોક ધરાવે છે તેણે બરકતુલ્લા ખાન સ્ટેડિયમમાં ક્રિકેટ કોચિંગ લેવાનું શરૂ કર્યું. ક્રિકેટની સાથે સાથે તેને લાંબા અંતર સુધી દોડવાનો શોખ હતો અને તે દરરોજ ઘણા કિલોમીટર દોડવા લાગ્યો એના પછી તનિષ્કએ આ દોડ લગાવવાનું નક્કી કર્યું