Cli

આલિયા-રણવીર નો પ્રેમ ખીલ્યો ! જોધપુરના એક રિસોર્ટ માં એક રાત રોકાયા જેનું ભાડું 1.50 લાખથી વધુ છે

Bollywood/Entertainment

રણબીર કપૂરના 39 માં જન્મ દિવસમાં આલિયા ભટ્ટ એ બન્ને ને લવશીપ છે એનો ઇજહાર કર્યો ત્યારે આલિયા એ રણવીર એ પોતાની જીંદગી છે એવું કેપશનમાં માં લખીને સેર કર્યું હતું. આ બંને ઘણા ટાઈમ થી લવશીપ માં હતા પરંતુ મીડિયા સમક્ષ ક્યારેય સ્વીકાર્યું ન હતું એવી પણ અટકળો ચાલી રહી છે કે બન્ને ના લગ્ન પણ થોડા સમય માં થઈ શકે છે. રણવીરના જન્મદિવસ ઉજવવા માટે આ બન્ને એ જોધપુર ની હોટલ નું મોંઘું ભાડું ચુક્યું હતું. આ હોટેલમાં ખૂબ જ ખાસ વસ્તુઓ છે અને તમે તમારા પોતાના ગુણવત્તા સમયને એકથી વધુ અદભૂત દૃશ્યો સાથે વધુ યાદગાર બનાવી શકો છો. એક રાત વિતાવવાનો ખર્ચ 75 હજારથી 1,65,000 ની વચ્ચે છે.

ઇન્ટરનેટ ઉપર ફોટા સેર કર્યા હતા તે ફોટામાં બંને ખુલ્લા આકાશ નીચે સૂર્યાસ્તનો સમય માણતા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં રણબીર જમીન પર પડેલો જોવા મળે છે અને આલિયા તેની બાજુમાં બેઠેલી જોવા મળે છે.તસવીરો જોઈને લાગે છે કે બંને નદી કિનારે બેઠા છે. આ તસવીરો દૂરથી લેવામાં આવી છે જેના વિશે કલાકારો કદાચ જાણતા ન હતા. એ બન્ને ને ઘણા ફોટા ઇન્સ્ટાગ્રામ માં સેર થયા હતા

આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર રણબીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તસવીરમાં બંને તળાવના કિનારે બેસીને સૂર્યાસ્તની મજા માણતા જોવા મળે છે આલિયા રણબીરના ખભા પર માથું ટેકવે છે અને બંને હાથ પકડતી જોવા મળે છે આલિયાની આ પોસ્ટ પર ચાહકોથી લઈને મિત્રો અને તેમના પ્રિયજનોએ ખૂબ પ્રેમ વરસાવ્યો છે. આલિયાએ આ તસવીર સાથે લખ્યું હેપી બર્થ ડે માય લાઈફ. અહેવાલો અનુસાર આલિયા અને રણબીર પણ જોધપુરમાં તેમના લગ્નનું સ્થળ પસંદ કરી રહ્યા છે બંનેના લગ્નને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *