જે માણસ બોલી ન શકે અને સાંભળીને શકે તેના માટે લોકોને પોતાનો ભાવ વ્યક્ત કરવો ખૂબ જ મુશ્કેલ પડી જાય છે અહીં એક એવી જ મહિલાની વાત કરવાના છીએ જે બોલી નથી શકતી અને ચાલી નથી શકતી અને તે ખોવાઈ ગયા હતા ભગવાન ના આશીર્વાદ થી તે પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા તેના પરિવારને મળવા માં સફળ થયા છે ચાલો જાણીએ કેવી રીતે તે ખોવાઈ ગયા હતા અને કઈ રીતે પોપટભાઈ ફાઉન્ડેશનને તેમની મદદ કરી
ગુમશુદા બહેન પોલીસ સ્ટેશન દ્વારા પોપટભાઈ ફાઉન્ડેશનમા પહોંચાડવામાં આવ્યા હતા તે બોલી ન શકતા હતા અને સાંભળી પણ ન શકતા હતા તેમની માટે નંદની બેન સાંકેતિક ભાષાનાં એક્સપર્ટ છે તેમને બોલાવવામાં આવ્યા હતા નંદની બહેન તે મહિલાની લેંગ્વેજને સમજીને સૌને બોલતા હતા તે મહિલાએ સાઈન લેન્ગવેજ દ્વારા નંદની બેનને રસ્તો બતાવ્યો અને તે મુજબ પોપટભાઈ ફાઉન્ડેશન તેમને પરિવાર સુધી પહોંચાડવામાં સફળ થયું
તે મહિલા રવિવારે સવારે સાત વાગ્યે બહાર નીકળી હતી ત્યારબાદ તે ગુમસુદા થઈ ગઈ તેના ઘરે તેની માતા તેના ભાઈ બહેન હતા તેમની માતા કામ કરવા ગયા હતા તે દરમિયાન તે બહેન બહાર નીકળી ગયા હતા આ વાતની જાણ થતાં તેમણે પોલીસ સ્ટેશનમાં જાણ કરાવી હતી તે મુજબ પોલીસ સ્ટેશન દ્વારા પોપટભાઈ ફાઉન્ડેશનમાં મહિલાને પહોંચાડવામાં આવી ત્યારબાદ પોપટભાઈ ફાઉન્ડેશન તે મહિલાને તેના પરિવાર સુધી પહોંચાડવામાં સફળ થયું.