ડાયાબિટીસના દર્દી માટે સૌથી મોટો પડકાર બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાનો છે. બ્લડ સુગરના અનિયંત્રિત દર્દીઓને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહેલું છે. દર્દીઓ જાણે કેટલાય ઉપાયો કરે છે જેમ કે મીઠું ઓછું ખાવું,ગળ્યું ના ખાવું, બટાકા નુ શાક ના ખાવું, આવા અનેક પ્રકાર ના બ્લડસુગર વધારતા પરિબળો થી ધ્યાન રાખતા હોય છે એવી જ રીતે તમે બીજા પણ ઘણાં ઘરેલુ ઉપચાર છે જે તમે જાણતા નહિ હોવ, કેટલાય સાઇન્ટિકો મુજબ ડાયાબીટીસ કન્ટ્રોલ સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઇલ બન્ને પ્રકાર મહત્વની ભૂમિકા ભજવે છે. આ અનેક ઘરેલું ઉપાયો થી તમે ડાયાબિટીસ સુગર ને કન્ટ્રોલ કરી શકશો તો જાણો આ ઘરેલુ ઉપાયો વિશે.
આરોગ્ય નિષ્ણાતોના મતે, હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તે ડાયાબિટીસની સારવારમાં મદદ કરે છે જે હળદરમાં ઘણા ગુણ રહેલા છે,મેથીનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. મેથીના પાનનો લીલોતરી લોકોને ખૂબ ગમે છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. મેથી એ પાચન માટે ઘણી ઉપયોગી છે જે બ્લડસુગર ને કન્ટ્રોલમાં રાખે છે, તુલસીનું સેવન રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, સાથે સાથે શરીરને મજબૂત બનાવે છે. નિષ્ણાતોના મતે, તુલસી બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે કહેવાય છે કે તુલસી થી માનસિક શંતુલન પણ જળવાઈ રહે છે અને સારો સુધારો આવે છે. તો મિત્રો આ જે લોકો ને ડાયાબીટીસ છે એમને આ પોસ્ટ વધુમાં વધુ સેર કરવા વિનંતી એ પણ આ ઘરેલું ઉપાય વિશે જાણી શકે