આ ૨૦ વર્ષની દીકરી ને છે આવી સમસ્યા છતાં સુરતમાં કેમ નથી કરી શકતું કોઈ મદદ આ બેનના માં બાપ નથી માં આજથી ૬ વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા જેમને મોટી બીમારી હતી માં ની સારવાર માટે અમે ગણો ખર્ચો કર્યો છતાં તેમને બીમારીમાં કઈ પણ રાહત ના થઇ અને મારા પિતા થોડાક જ દિવસ પેલા મૃત્યુ પામ્યા હવે મારા સિવાય આજે કોઈ મદદ કરતુ નથી હવે પપ્પા નથી એટલે બધી જ જવાબદારી મારા પાર આવી ગયી છે.
બેને વાત કરી આજે સુરત સિટીમાં અમે રહીયે છીએ તો હું હીરા ગસવા માટે જાવ છું તો મને 10000 પગાર મળે છે પણ મહિને તે પૂરો થતો નથી મારી સાથે ૨ ભાઈ છે અને મારી એક નાની બહેન પણ છે ખરેખર મને સમજાતું નથી કે મારે શું કરવું મારા ભાઈને ભણાવું કે નહિ ભણાવું શું કરવું કઈ સમજાતું નથી હવે હું એકલી મોટી છું આજે મારી બેન નાની છે તો તેને કોઈ નોકરી રાખી શકતું નથી એની ઉંમર નાની પડે છે ખરેખર મારે ગણી સમસ્યા છે.
પોપટભાઈ ફોઉંડેશને જયારે આ વાત કરી તો એક દિલદાર બહેન જેઓ નયનાબેન જગદીશભાઈ પટેલ પરિવારમાંથી હતા તેઓ આગળ આવી આ બેનને એક સીવવાવાનો સંચો લાવી આપે છે જેથી તેની નાની બહેન પણ ઘરે બેસી થોડી કૈંક સીવવાનું શીખીને ઘરે થોડાક પૈસાની મદદ કરી આપે.
બસ આટલીજ સમસ્યા બાદ પોપટભાઈ ફાઉન્ડેશનએ એક સિલાઈ મશીનની દુકાને જય તેમને એક સિલાઈ મશીને લાવી આપ્યું ત્યારે બંને બહેનો એકદમ ખુશ થઇ ગયા અને તેમના ચહેરા પર જોરદાર ખુશી મળી આ બંને બહેનોની આવી સમસ્યા જોઈ પોપટભાઈ ફાઉન્ડેશનએ ખરેખર જોરદાર મદદ તેમને કરી આ દીકરીના નાના ભાઈને તેમને જ્યાં સુધી પગ પર નાથાય ત્યાં સુધી મદદ કરવાની જાહેરાત કરી બીજું દર મહિને મફત રાશન આપવાની પણ સહાય કરી છે.