કહેવાય છે સંકલ્પ મનોબળ અને કાંઈક નવું કરવાની પ્રેરણા દરેક વસ્તુ સફળ બનાવે છે એવી જ એક અનોખી સિદ્ધિ આપણી ગુજરાતી 10 પાસ મહીલાએ પ્રાપ્ત કરી છે જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના નાનારવા ગામના પાયલબેન આત્મા પ્રોજેકટ અને કૃષિ વિજ્ઞાન સાથે જોડાયેલા હતા તેમને કાંઈક નવા પાક વિશે.
માહીતી મેળવવાની સતત જીજ્ઞાસા રહેતી એમને અમેરીકન સુપરફુડ કિનોવા ની માહીતી પ્રાપ્ત થઈ જે અમેરીકા નુ ધાન્ય છે આપણા ગુજરાતી તેને અમેરીકન બાજરી તરીકે પણ ઓળખે છે ખાન કરીને ઉત્તર ગુજરાત માં કિનોવાનુ વાવેતર જોવા મળે છે પરંતુ સૌરાષ્ટ્ર માં આનું વાવેતર પાયલ બેને પોતાની સુઝબુઝ થી કર્યું તેમને.
2020 માં આ પાક વાવણી કરી પરંતુ તેમને સફળતા ના મળી તેઓ હિમંત ના હાર્યા અને સતત પ્રયત્ન થકી તેમને 2022 માં તેમને 100 ટકા સફળતા પ્રાપ્ત થઈ તેઓએ પોતાના સ્વપ્નને સાકાર કરી બતાવ્યું પાયલબેન મનસુખ ભાઈ કટારીયા એ પોતાના મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું કે આ પાક.
માટે ખાતર કે દવાની જરુર પડતી નથી શરુઆત માં બિયારણ વરસાદ અને અનુરુપ જમીન ના હોવાથી ઘણી સમસ્યાઓનો સામનો કર્યો પરંતુ હાલ આ પાકમાં સફળતા મેળવી છે પાયલ બહેનની આ અમેરીકન સુપરફુડ ની ખેતીને જોવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે સામાન્ય રીતે પુરુષ પ્રધાન દેશમાં.
પુરુષો અવનવી ખેતી કરતા જોવા મળે છે પરંતુ પાયલ બહેને પોતાની રીતે જ આ ખેતીને કરી છે અને તેમાં સફળતા પ્રાપ્ત કરી છે તે ખરેખર ખુબ સરસ વાત છે અને તેમના વિસ્તારમાં તેમને લોકો શાબાશી આપી ગૌરવપૂર્ણ બતાવી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.