ભારતદેશ એ ખેતીપ્રધાન દેશ કહેવાય છે ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ખેતરમાંથી અન્ન અને શાકભાજી પેદા કરે પણ ખેડૂતો ને ઘણી વાર જોઈએ એવા ભાવ મળતા નથિ અત્યારના જમાનામાં ખેતીમાં આવક કરતા ખેતરમાં થતો ખર્ચો વધી જાય છે પણ ખેડુતો એ આશયથી શાકભાજીની ખેતી કરતા હોય છે કે ભાવ મળી રહેશે પણ ભાવ ના મળવાને કારણે ઘણા ખેડૂતો ને રોવાનો વારો આવતો હોય છે અહીં એક ખેડૂતનો વીડિઓ વાઇરલ થયો છે તે વિડીઓમા એ ખેડૂતને મરચાના પોષણક્ષમ ભાવ ના મળતા મરચા નદીમાં ફેંકી રહ્યો છે અને મરચા કોઈ દિવસ ના વાવવા એવું કહી રહ્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ આ વીડિઓ ગોંડલ બાજુનો અને એ વિડીઓમાં એક ખેડૂત યુવક તેની ગાડીમાંથી મરચાંની ભરેલી બોરીયો નદીમાં નાખી રહ્યો છે અને કહી રહ્યો છે કે મરચા કોઈ દિવસ ના વાવવા. મરચા ફેકવાનું એકજ કારણ કે ખેડૂત રાત દિવસ મહેનત કરીને જયારે માર્કેટમાં મરચા વેચવા જાય છે ત્યારે પુરતો ભાવ મળતો નથી. પૂરતો ભાવ ના મળતા ખેડૂત યુવકે ના છૂટકે મરચા નદીમાં પડ્યા હતા અને પોતાનો રોષ ઢાલવ્યો હતો. આ વીડિઓ ગોંડલના સરીનાથ ગઢ અને કમઢીયા વચ્ચે આવેલી ભાદર નદીના પુલ નો છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે
થોડા સમય પહેલાં પણ ખેડૂતોને શાકભાજીના ભાવ ના મળતા શાકભાજીને રોડ ઉપર ફેંકવામાં આવ્યા હતા માર્કેટયાર્ડ માં જરૂરી ભાવ ના મળતા મજબૂરીમાં શાકભાજી રોડ ઉપર નાખીને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે બહારગામ થી આવતા ખેડૂતોને ભાડાના અને મજૂરીના પણ ના મળતાં ખેડૂતો નારાજ થયા હતા માર્કેટમાં 2 થી 4 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા અને બજારમાં એના ભાવ 15 થી 50 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે.