Cli

કુમકુમ ભાગ્યના એક્ટરનો ભયાનક અકસ્માત! અભિનેતા માંડ માંડ બચી ગયા

Uncategorized

કુમકુમ ભાગ્યના એક્ટરનો ભયાનક અકસ્માત કુમકુમ ભાગ્ય સિરિયલના એક્ટર જીશાન ખાનનો એક ભયાનક રોડ એક્સીડેન્ટ થયો છે. મળતી માહિતી મુજબ 8 ડિસેમ્બર 2025ના રોજ મુંબઈના વર્સોવામાં આ દુર્ઘટના બની હતી. સદભાગ્યે એક્ટર સુરક્ષિત હોવાનું જાણવામાં આવી રહ્યું છે. પરંતુ તેમની કારનું પૂરું નકશું બગડી ગયું છે. કહેવાય છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં એક્ટરના જીવને પણ જોખમ થઈ શકે તેમ હતું. પરંતુ તેઓ બાલબાલ બચી ગયા અને

હાલ સંપૂર્ણ રીતે ઠીક છે.ફેન્સ તેમને લઈને ખૂબ ચિંતામાં છે. સાથે જ લોકો જાણવા માંગે છે કે આ અકસ્માત થયો કેવી રીતે અને તેના માટે જવાબદાર કોણ છે.ટીવી એક્ટર જીશાન ખાન, જેમણે કુમકુમ ભાગ્ય અને બિગ બોસ OTT જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું છે, તેઓનું વર્સોવામાં રાત્રે લગભગ 8:30 વાગ્યે એક્સીડેન્ટ થયું હતું. મળતા અહેવાલો પ્રમાણે, તેમની બ્લેક કાર એક ગ્રે કાર સાથે સામેથી જોરદાર અથડાઈ હતી.

અથડામણ એટલી ભારે હતી કે કારના એરબેગ્સ ખુલ્યા હતા. ઘટનાના બાદ તેઓએ પોલીસ સ્ટેશન જઈને FIR પણ નોંધાવી હતી.આ સમગ્ર બનાવને કારણે એક્ટરનો પરિવાર ખૂબ પરેશાન થઈ ગયો હતો, પરંતુ તેમને સલામત જોઈને સૌએ રાહતનો શ્વાસ લીધો.જીશાન ખાનએ Zee TV ના કુમકુમ ભાગ્યમાં 2019 થી 2021 દરમિયાન આર્યન ખન્નાનું પાત્ર ભજવ્યું હતું, જેનાથી તેમને ઘેરઘેર લોકપ્રિયતા મળી.

બાદમાં તેઓ નાગિન 6 અને લૉકઅપમાં પણ દેખાયા હતા. ત્યાર બાદ તેઓ બિગ બોસ OTT સીઝન 1માં પણ જોવા મળ્યા હતા. હાલમાં મળતા અહેવાલો મુજબ તેઓ ટીવીથી થોડા દૂર રહી મ્યુઝિક વીડિયો અને બોલિવૂડમાં હાથ અજમાવી રહ્યા છે.વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમનું નામ તેમની ઓનસ્ક્રીન માતા રિહાના પંડિત સાથે જોડાયું હતું.

બંનેએ Instagram પર લિપ-લોક કરતી તસવીર પોસ્ટ કરી હતી જેને કારણે વિવાદ સર્જાયો હતો. કહેવાય છે કે બંને 2021માં રિલેશનશિપમાં આવ્યા હતા, પરંતુ એપ્રિલ 2023માં તેમનો બ્રેકઅપ થયો.પરંતુ 2024માં જીશાન ખાને સ્વીકાર્યું કે તેમનો અને રિહાનાનો ફરીથી પેચઅપ થઈ ગયો છે અને હવે તેઓ પોતાનો સંબંધ પ્રાઈવેટ રાખવા માંગે છે. કહેવામાં આવે છે કે એક્ટ્રેસ તેમની કરતા 10 વર્ષ મોટી છે.હાલ જીશાન ખાન તેમના અકસ્માતને લઈને ફરી ચર્ચામાં આવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *