આમિર ખાને પોતાની ફિલ્મ લાલસીંગ ચડ્ડાની રિલીઝ પહેલાજ એવી ચાલ ચાલી છેકે જેને જોઈને બોલીવુડથી લઈને સાઉથનાં સુપરસ્ટાર સુધી હેરાન રહી ગય છે આમિરે એક એવી પરંપરાને તોડી દીધી છેકે જે અત્યાર સુધી બોલીવુડથી લઈને સાઉથ સુધી ચાલી આવતી હતી હકીકતમાં અત્યાર સુધી પહેલા એવું થતું હતું કે.
પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ થતું હતું પછી ટ્રેલર પછી ફિલ્મના ગીતો અને પછી ફિલ્મ રિલીઝ થતી હતી પરંતુ આ પરંપરા તોડતા આમિર ખાને પહેલાજ ફિલ્મનું ગીત રિલીઝ કરી દીધું છે અને આ ગીતમાં માત્ર લાયરીઝ છે એટલે કે ગીતમાં કોઈ એક્ટર દેખાઈ નથી રહ્યું આ ગીતનુ નામ કહાની છે જેને પ્રિતમને કમ્પોઝ કર્યું છે.
અને આ ગીતને મોહન કનને ગાયું છે ગીત એટલું સુંદર છેકે તમે એકવાર તેને સાંભળીને તમે બીજીવાર જરૂર સાંભળવા મળશે એક બાજુ અત્યારે બૉલીવુડ સામે નેગેટીવીટી ફેલાયેલ છે જ્યારે આ રિલીઝ થયેલ ગીતમાં તમામ કોમેંટ પોઝિટિવ છે એટલે કે આમીરની પહેલી ચાલ બિલકુલ નિશાન પર લાગી છે આને આ મામલે પુરા નંબર મળશે.
અમર ઉજલાની રિપોર્ટ મુજબ તેઓ આ ફિલ્મના ગીતો આ રીતેજ રિલીઝ કરશે ગીતો વિશે વાત કરતા અમીરે કહ્યું હું સાચેજ માનું છુકે ફિલ્મના ગીતો ફિલ્મનો જીવ છે અને આ આલ્બમમાં મારા કરિયરના કેટલાક જબરજસ્ત ગીતો છે અમીરની ફિલ્મ 11 ઓગસ્ટ રિલીઝ થશે પરંતુ લાગે છેકે તેના પહેલા આમિર સારો માહોલ બનાવી લેશે.