હવનકુંડની પવિત્ર અગ્નિ એની ચારે તરફ ફેરા લેતું આ કપલ જોવામાં તમને કદાચ આ થતા નોર્મલ લગ્ન જેવું દેખાતું હશે પણ હકીકત જાણીને તમે પણ દંગ રહી જશો તો ચાલો તમને જણાવીએ આ દુલ્હનની સ્માઈલની પાછળનું કારણ તૈયાર થયેલ દુલહનનું નામ કોમલ છે જેઓ કાનપુરના છે.
કોમલ સાથે ફેરા ફરી રહેલ તેનો પતિ નહીં પરંતુ પ્રેમી પિંટુસિંગ છે અને દુલ્હનના પતિ પંજક સામે બેસીને પત્ની અને એના અશિકના લગ્ન કરાવી રહ્યા છે જણાવી દઈએ કે કાનપુરમાં રહેતા આ નવા પ્રેમી અને દુલહન વર્ષોથી એક બીજાને પ્રેમ કરતા હતા બંન્ને લગ્ન પણ કરવા માંગતા હતા.
આ બંને પ્રેમી જોડું પહેલા લગ્ન કરવા માંગતા હતા જેમાં પિન્ટુના ઘરવાળા તો તૈયાર હતા પરંતુ કોમલના ઘરવાળા રાજી ના થયા તેના કારણે 6 મહિના પહેલા કોમલના લગ્ન પંકજ શર્મા સાથે કરાવી દીધા હતા આ લગ્ન બાદ કોમલે તેની અધૂરી પ્રેમ કહાની પંકજને જણાવી દીધી આ સમય દરમિયાન થોડા દિવસ પંકજ પણ ચિંતામાં આવી ગયો.
પરંતુ ઘણું વિચાર્યા પછી પતિએ ખુદ કોમલની એના પ્રેમી પિન્ટુની વાત કરવાની છૂટ આપી દીધી આ દરમિયાન થોડા દિવસો પછી પતિ પંકજે બધાની સામે રીતિરિવાજ મુજબ પત્ની કોમલના લગ્ન એના પ્રેમી પિંટુથી કરાવી દીધા જણાવી દઈએ તેના પહેલા પંકજે છૂટાછેડા આપીને પછી કોમલના લગ્ન પિન્ટુ સાથે કરાવ્યા.