બોલીવુડના બાદશાહ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને મળેલી સફળતા અને એમને જીવનમાં કરેલા સંઘર્ષ વિશે તો તમે જાણતા જ હશો નાની ઉંમરે શાહરૂખ ખાને માતા પિતાને ગુમાવ્યા હતા તેમના પિતાનું મૃત્યુ કેન્સરને કારણે થયું હતું જે બાદ તેમની માતા પણ મૃત્યુ પામી હતી.
શાહરૂખ ખાને નાની ઉંમરમાં પરિવારની જવાબદારી ઉપાડવી પડી હતી.તેમને નાના મોટા કામ કરવાની શરૂઆત કરી હતી .જો કે આજે શાહરૂખ ખાન બોલીવુડમાં એક નામના ધરાવે છે તેમ છતાં તે પોતાના પરિવારની જવાબદારી રાખવાનું કે સંબંધ સાચવવાનું ભૂલતા નથી . તમે જાણો જે છો કે શાહરૂખ ની પત્ની ગૌરી એક સામાન્ય પરિવારમાંથી આવે છે તેનો પરિવાર બોલીવુડ સાથે લેવાદેવા નથી.
શાહરૂખ અને ગૌરી ૭વર્ષ આ સંબંધમાં રહ્યા હતા જે દરમિયાન શાહરૂખ ખાનને ફિલ્મોમાં કામ મળવાની શરૂઆત પણ થઈ ગઈ હતી છતાં પણ તેમને ગૌરી સાથે જ લગ્ન કર્યા હતા અને આજે પણ શાહરૂખનું નામ તેની કોઈપણ સહ અભિનેત્રી સાથે જોડાયેલું જોવા મળતું નથી.
શાહરૂખ ખાન માત્ર પ્રેમની બાબતમાં જ વફાદાર છે એવું નથી શાહરૂખ પોતાના પરિવારના સભ્યો પ્રત્યે પણ એટલા જ વફાદાર છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ની એક મોટી બહેન છે જેની તબિયત ખરાબ રહે છે એક સમયે તો ડોકટર પણ તેની તબિયત ને લઈને છૂટી પડ્યા હતા પરતું એવી પરીસ્થિતિમાં પણ શાહરૂખ ખાન તેની બહેન સાથે રહ્યા હતા.
શાહરૂખની આ બહેનનું નામ છે શહેનાઝ જે ઉંમરમાં શાહરૂખ કરતા મોટા છે.શાહરૂખે એક ઇન્ટરવ્યૂમાં પોતાની બહેન વિશે વાત કરતા જણાવ્યું હતું કે શહેનાઝ અભ્યાસમાં તેમના કરતા વધારે સારી હતી જો કે તેમના પિતાના નિધન બાદ શહેનાઝ એકદમ ચૂપ રહેવા લાગી હતી એ ન તો કોઈ સાથે વાત કરતી હતી અને તો એને પિતાના નિધન પર આસું વહાવ્યા હતાં.
શહેનાઝ ની તબિયત પિતાના નિધન બાદ ખરાબ રહેવા લાગી હતી જે માતાનું નિધન થતાં વધારે બગડી ગઈ હતી શાહરૂખે જણાવ્યું હતું કે એક સમયે તો ડોકટર પણ તેની તબિયત અંગે છૂટી પડ્યા હતા પરતું કિંગ ખાને હિંમત ન હારી અને સ્વિત્ઝર્લેન્ડમાં જ્યારે તેઓ ફિલ્મ દિલવાલે દુલ્હાનીયાં લે જાયેંગેની શૂટિંગ કરી રહ્યા હતા તે સમયે શહેનાઝને પણ ત્યાં બોલાવી અને તેની ટ્રીટમેન્ટ ત્યાંના હોસ્પિટલમાં કરાવી હતી.