કોણ કહે છેકે બૉલીવુડ સારી ફિલ્મો નહીં બનાવી શકતું તેના બાદ ઠીક એવું જ થશે જે આર માધવન સાથે કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું કાંસમા આર માધવનની ફિલ્મ રોકેટરી ધ નામ્બી ઇફેક્ટને દુનિયા ભરના લોકોએ 10 મિનિટ ઉભા રહીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું આર માધવને વર્ષ 2001 માં બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
આર માધવને દરેક પાત્રમાં ખુદને પહેલાથી સારા સાબિત કર્યા છે પરંતુ આ વખતે જે આર માધવને જે કર્યું છે તેનાથી પુરી દુનિયામાં ભારતનો ડંકો વાગી ગયો છે કાંસમાં આર માધવને પોતાની ફિલ્મ રોકેટરી ધ નામ્બી ઇફેક્ટનું પ્રીમિયર રાખ્યું હતું આ પ્રીમિયર જોવા દુનિયાભરના મોટા મોટા ક્રિટીક પહોંચ્યા હતા.
આ ફિલ્મના ડાયરેક્ટર અને એક્ટર આર માધવન ખુદ જ છે પરંતુ પહેલી ફિલ્મમાં જ આર માધવને એવો ચમત્કાર કર્યો કે એમની ચર્ચા દુનિયા ભરમાં થવા લાગી સાયન્ટીસ નામ્બી નારાયણના જીવન પર બનેલ આ ફિલ્મને પુરી 10 મિનિટ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું ફિલ્મનું શૂટિંગ ભારત ફ્રાન્સ કેનેડા અને સર્વીયામાં કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં આર માધવન સહિત કેટલાય હોલીવુડ એક્ટર અને શાહરૂખે પણ કામ કર્યું છે ફિલ્મ 1 જુલાઈએ રિલીઝ થશે રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ ફિલ્મ ઇસરોના રીટાયર્ટ સાયન્ટીસ નમ્બી નારાયણની જિંદગી પર આધારિત છે તેઓ દેશના સૌથી મોટા વૈજ્ઞાનિકો માંથી એક છે નારાયણની કહાની બહુ પ્રેરણા દાયક છે.