નિરાધાર લોકો એવા હોય છેકે તેને રોડ રસ્તા સિવાય બીજો કોઈ માર્ગ ન દેખાય રોડ પર રઝળતા લોકોને પોતાની દુનિયામાં જ મસ્ત રહેતા હોય છે લોકસેવા માટે જાણીતું નામ પોપટભાઈને તમે બધાં ઓળખતા જ હશો તેમણે અત્યારે સુધીમાં અનેક લોકોમાં અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ લાવવાનું કામ કર્યું છે.
તેમના સેવાભાવી કાર્ય આજે દેશમાં જ નહીં વિદેશમાં પ્રખ્યાત થયા છે તેમના દ્વારા કરવામાં આવતી મદદે અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું અદ્દભૂત કાર્ય કર્યું છે રોડ ઉપર રઝળતા લોકોને એક નિવાસ્થા આપ્યું છે બટકો રોટલો આપ્યો છે ત્યારે અનેક નિરાધાર બેનોની સહાય કરી છે અને તેમના ચહેરા પર સ્મિત લાવ્યાં છે.
એટલા માટે પોપટભાઈ આજે ભગવાનું સ્વરૂપ હોય તેમ લોકો પણ સંબોધી રહ્યાં છે ત્યારે એક ભાઈ નવસારીના રોડ રઝળતી હાલતમાં હતાં જેની મદદ માટે પોપટભાઈને સંપર્ક કરવામાં આવ્યાં હતાં ભરગરમીમાં ચાર પાંચ પેન્ટ પહેરેલા આ ભાઈ પોતાના મેલા ઘેલા જીવનમાં વ્યસ્ત હતાં તેમને કોઈ જાતની કઈ ખબર જ નહતી કે તેઓ કઈ દુનિયામાં રહે છે.
ત્યારે આ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવા માટે પોપટભાઈ મદદે આવતા તેને એક વાહનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતાં પોપટભાઈએ આવા તો ઘણાં લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની કોશિશ કરી છે અને ભોજન અને નવા કપડા આપ્યાં જેથી કરીને સારા કપડા પહેરવાથી આ લોકોના શરીરમાં હળવાશ અનુભવે.
તો મિત્રો બીજા મરાઠી દાદીમાં હતાં જેઓ પણ રોડ પર જ રહેતા હતાં અને તેઓ કહેતા હતાં કે તેમની પાસેથી પૈસા લેવા આવે અને મારવામાં આવે છે પછી પોપટભાઈની ટીમે તેમને કહ્યું કે અમારી સાથે ચાલો તમને કોઈ નહીં મારે અમે તમને તમામ સુખ-સુવિધા આપશું તો પહેલા તો દાદીમાં જવા માટે તૈયાર ન હતાં.
પછી માંડમાંડ મનાવીને જવા તૈયાર થયાં હતાં પછી તેને એક સંસ્થામાં લાવવામાં આવ્યાં હતાં ત્યાં તેને સ્નાન કરાવ્યું નવા કપડા આપ્યા અને ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી આમ એકથી થોડે દૂર બીજી જગ્યાએ રહેતા એમ બે લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની કોશિશ પોપટભાઈની ટીમે કરી હતી.