નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ભયંકર વરસાદનો રાઉન્ડ. આમ તો ચોમાસાની વિદાયનો સમય અને આવું કહેવાય છે કે એ છેલ્લો રાઉન્ડ હશે કે જેમાં ખૂબ ભારે વરસાદ પડશે. એના પછી જેટલા પણ વરસાદ પડશે એ બધા માવઠા જેવા વરસાદ હશે કારણ કે ચોમાસુ ઓફિશિયલી વિદાય લઈ લેશે. પણ એની પહેલા જે વરસાદ પડવાનો છે એની વાત કરવાની છે કારણ કે હવામાન વિભાગ હવામાન નિશ્રાંત બધાનું એવું કહેવું છે કે
28 તારીખથી આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે 28 તારીખથી લઈને પહેલી બીજી તારીખ સુધી આખા ગુજરાતમાં વરસાદ પડશે તીવ્રતા પણ ખૂબવધારે હશે અને પવનની ગતિ પણ ખૂબ વધારે હશે એનું કારણ શું છે તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી મહારાષ્ટ્ર થઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા થઈ અને પછી અરબી સમુદ્ર સુધી જાય છે એ જેમ જ અરબી સમુદ્રમાં પ્રવેશે એ ખૂબ વધારે મજબૂત થાય છે અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમથી ડિપ્રેશન સુધી જાય તેવી સંભાવના છે
અને જ્યારે એક ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતની નજીક હોય ત્યારે કેટલો વરસાદ પડે એને આપણે કલ્પના પણ ન કરી શકીએ હવામાન નિશાન સાથે અમે વાત કરી અને આખો વિષય સમજ્યો હતો કે કેમ ચોમાસાનીવિદાય સમયે આ વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી શું કહે છે કેટલો વરસાદ ક્યાં પડવાનો છે તો તમે 28 તારીખની સ્થિતિ જુઓ 28 તારીખથી લઈ અને પહેલી બીજી તારીખ સુધીમાં આખા ગુજરાતમાં સાર્વ સાર્વત્રિક વરસાદની આગાહી છે અને હવામાન વિભાગની આગાહી પણ કંઈક એવું જ કહે છે કે આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે ઓરેન્જ એલર્ટ છે આખા ગુજરાતમાં એટલે ભારે વરસાદની આગાહી છે સૌથી વધારે વરસાદ ક્યાં પડવાની સંભાવના છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. 28 તારીખે સ્થિતિ 29તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે. 40 થી 50 kmની ઝડપે પવન ફૂકાવાની સંભાવના છે એટલે પવનની ગતિ પણ એટલી વધારે રહેવાની છે
કારણ કે સિસ્ટમ એ ગુજરાતના દરિયાકાંઠાથી એકદમ નજીક છે એના કારણે એના આઉટર ક્લાઉડ જે છે એ ગુજરાત ઉપરથી પસાર થવાના છે એનો સિયર ઝોન જે છે એ ગુજરાત પરથી જ્યારે પસાર થાય ત્યારે એની અસર વધારે રહે એટલે પવનની ગતિ ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે અને સાર્વત્રિક વરસાદ રહેવાનો છે 29 તારીખે પણ એ સ્થિતિ છે અને 30 તારીખે પણ આખા ગુજરાતમાં તમે જુઓ કે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પહેલીતારીખે કચ્છમાં વધારે વરસાદ છે મોરબીમાં વરસાદ છે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વધારે વરસાદની આગાહી છે એનું કારણ છે કે એ સિસ્ટમ અહીંયાથી ધીરે ધીરે પસાર થશે
અને ગીર સોમનાથ અને દીવવાળા જે દરિયાનો આખો પટ્ટો છે એ તરફ એકદમ નજીક ત્યારે સિસ્ટમ હશે એટલે ત્યાં વરસાદની આગાહી વધારે છે કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે ચોમાસા આમ તો ત્યાં વિદાય લઈ લીધી હતી નિષ્ક્રિય થઈ ગયું હતું પણ ફરીથી સક્રિય ત્યાં કચ્છમાં ચોમાસું થવાનું છે એટલે ભારે વરસાદ ત્યાં પણ આવવાનો છે વરસાદના વિદાયનાસમયે આટલો ભારે વરસાદ પડવાનો એના પછીની સ્થિતિ એવી રહેવાની છે
કે એકવાર સિસ્ટમ ત્યાંથી પસાર થઈ ગઈ એના પછી જે એના વાદળો હોય એ 400 500 600 એચપીએ લેવલે જેટલા વાદળો ભેજવાળા હોય એ ઝાપટા વાળા વરસાદ લઈને આવે એટલે ચોમાસાના વિદાય પછી પણ અમુક જગ્યાએ ઝાપટા વાળા વરસાદ પડશે માવઠું પડવાની સંભાવના છે એટલે બહુ જ બધા લોકો અત્યારે 28 તારીખથી લઈ અને જે પહેલી બીજી તારીખ સુધીની આ સિસ્ટમ છે એમાં બધા જ જિલ્લાઓ આવી જાય છે.
દરિયાકાંઠાના વિસ્તારોએ ખૂબ સાવચેત રહેવાનું છે. હવામાન વિભાગે આગાહી આપી દીધી છે. હવામાન વિભાગે દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દીધી છેઅને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ પણ આપી દીધા છે એટલે હવામાન વિભાગ જે આગાહી આપતું રહેશે હવામાન નિષ્ણાંત જે આગાહી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહેશું