નમસ્કાર વેધર એનાલિસીિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર વરસાદનું જોર હવે વધવાનું છે તો કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાનું છે ચોમાસાની વિદાય શું કહી રહી છે અને કયા જિલ્લાઓમાં હવામાન વિભાગે યલ્લો અલર્ટ આપ્યું છે એના વિશે વાત કરીશું સૌથી પહેલા વીંડીનું મોડેલ અને મોડેલ પરથી જાણી લઈએ કે આજના દિવસે વરસાદનો માહોલ શું કહી રહ્યો છે
આજના દિવસે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ રહેવાનો છે ખાસ સુરત પછીનો જે આખો પટ્ટો છે ડાંગ અને તાપી નવસારી એ બધા જ વિસ્તારોમાં વરસાદી માહોલરહેવાનો છે સુરત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે વલસાડ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે આ વરસાદ એટલો તીવ્રતાથી નહીં હોય કે અતિભારે વરસાદ પડે કે રેડ અલર્ટ આપવું પડે છૂટા છવાયા વિસ્તારો છે જિલ્લાના એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે
વલસાડ સુરત આસપાસનો વિસ્તાર જ્યાં વરસાદની શક્યતા છે આ વરસાદની શક્યતા શના એના કારણે છે તો આ વરસાદની શક્યતા એટલે છે કેમ કે અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન તમે જોઈ રહ્યા છો એ બની બન્યું છે બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ અહીંયા પહોંચી છે અને એક અરબ સાગરનીઅંદરથી ભેજ છે પવનો છે એ આવી રહ્યા છે અને એક આ તરફ અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન છે બનેલું છે આની અસર છે એ થઈ રહી છે જેના કારણે વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં ખાસ ભારે વરસાદની શક્યતા છે બાકી ઉત્તર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે પણ એટલો ભારે કે અતિ ભારે નહીં હોય જેટલો આઠ 10 દિવસ પહેલા પડ્યો હતો એ પ્રકારનો વરસાદ નહીં હોય અને આવતીકાલથી 18 તારીખથી લઈને વરસાદનું જોર વધવાની શક્યતા છે જે 22 23 તારીખ સુધી રહેશે હવામાન વિભાગના મોડેલમાં પણ જોઈશું આપણે આ તમેજોઈ રહ્યા છો 19 તારીખે 19 તારીખે મહેસાણા અમદાવાદ વડોદરા દાહોદ સહિતના બધા જ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ખાસ ખાસ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે
ત્યાં ભારે વરસાદ પડે એવી અને આ તરફ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે થાન છે, મોરબી છે, ભાવનગર છે, જૂનાગઢના અમુક વિસ્તારો છે ગીર સોમનાથ છે, અમરેલી છે એ બધા વિસ્તારો આજે ભાવનગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે એની સાથે જામનગર આસપાસના વિસ્તારોમાં પણ વધારે વરસાદ એ સિવાય 19 તારીખે પાલનપુર બનાસકાંઠામાં પણ વરસાદનીશક્યતા મહેસાણા આસપાસનો જે આખો પટ છે ત્યાં પણ વરસાદની શક્યતા છે વલસાડ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે અને મુંબઈ મહારાષ્ટ્ર આસપાસ તમે જોઈ રહ્યા છો આ સિસ્ટમના કારણે અતિભારે વરસાદની શક્યતા ત્યાં પણ છે હવે જોઈ લઈએ હવામાન વિભાગનું જે ન્યુમેરિક મોડલ છે એ શું કહી રહ્યું છે 18 તારીખથી આ ન્યુમેરિક મોડલ છે વરસાદની વરસાદનું જોર વધવાની શરૂઆત થશે એટલે તમે જુઓ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે એ પટ્ટામાં વધારે વરસાદની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે દ્વારકા પોરબંદર છે જામનગર છે, અમરેલી છે, ગીરસોમનાથ છેબધા વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. કચ્છના અમુક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. 18 તારીખથી વરસાદનું જોર વધશે અને પછી 19 તારીખ 19 તારીખે પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો અને સૌરાષ્ટ્રનો જે અમુક વિસ્તાર છે ત્યાં પણ વરસાદની શક્યતા છે. ત્યાર પછી 20 તારીખે વરસાદનું જોર વધશે અને ઓલમોસ્ટ કચ્છ સિવાયના બાકી બધા જ વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળો પર વરસાદ પડશે. ક્યાંક ભારે વરસાદ ક્યાંક મધ્યમથી હળવો વરસાદ પડે એવી શક્યતા છે. પછી ધીમે ધીમે 21 તારીખે પણ કચ્છના અને ઉત્તરગુજરાતના અમુક વિસ્તારોમાંથી વરસાદ છે એ ગાયબ થઈ જશે
ત્યાં વરસાદની કોઈ શક્યતા નથી. અને અમદાવાદ ખંભાત આસપાસનો વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડશે એ પ્રકારની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ વધારે વરસાદ પડે એવી શક્યતા અને પછી 22 તારીખે એટલે પહેલા નોર્તે વરસાદની શક્યતા ભારે વરસાદની શક્યતા ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર છે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની શક્યતા છે અને 23 તારીખ આસપાસથી વરસાદનું જોર છે એ ઘટશે સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો ઉત્તર ગુજરાતનો અમુક ભાગત્યાં સુધી વરસાદી માહોલ રહેશે અને પછી ધીમે ધીમે વરસાદનું એ જોર છે તમે જોઈ રહ્યા છો એમ ઓછું થતું જશે. રાજસ્થાનના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે
આપણે ત્યાં ગુજરાતમાં પણ હવે ચોમાસુ ધીમે ધીમે વિદાય લેશે. આજે સિસ્ટમ બની છે સિસ્ટમ છે જેમ ધીમે ધીમે એની અસર ઓછી થશે એમ વરસાદનું જોર છે એ પણ તમે જોઈ રહ્યા છો આ સફેદ ભાગ છે ત્યાં એ વિસ્તારોમાં વરસાદ નથી એ વિસ્તારોમાંથી વરસાદનું જોર ઓછું થતું જશે અને વરસાદી માહોલ છે 25 26 તારીખ સુધી રહેવાનો છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ત્યાં સુધી વરસાદ પડવાનો છે હવામાન વિભાગે કયાજિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે ખાસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે એ સિવાય બીજા કયા ગયા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે. ભારે વરસાદનું અલર્ટ છે પણ એવું નથી કે એક જ વિસ્તારમાં બહુ જ ભારે વરસાદ પડી જાય. અમુક અંતરે વરસાદ હશે
અમુક અંતરે વરસાદ નહીં હોય એ પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે. 18 તારીખ સુધી 18 19 અને છેક 22 તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે. વડોદરા છોટા ઉદેપુરથી વલસાડ સુધીનો જે આખો પટ્ટો છે ત્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમવરસાદ 22 તારીખ સુધી પહેલા નોરતા સુધી રહેશે એવી આગાહી હવામાન વિભાગની છે આ સિવાય સૌરાષ્ટ્ર આખું અને ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદ વિસ્તાર છે ત્યાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડે એવી શક્યતા છે. 17 તારીખે એટલે કે આજના દિવસે 30 થી 40 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે
એની સાથે સાથે સૌરાષ્ટ્ર આખામાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર, મોરબી, રાજકોટ આ બધા જ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરથી લઈ ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અરવલ્લીથી વલસાડ સુધીનો આખો પટ્ટો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે અને આ વરસાદ છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે પડે એ પ્રકારની આગાહી છે. જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી છે. એની અસરના કારણે અત્યારે આ વરસાદ પડી રહ્યો છે. પછી ધીમે ધીમે ચોમાસાની વિદાય થશે. 18 તારીખે પણ એ જ રીતે અરવલ્લીથી લઈ અને છેક વલસાડ સુધી યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે
એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા 19 તારીખે પણ હવામાન વિભાગની એ જ પ્રકારનીઆગાહી છે સૌરાષ્ટ્રમાં અને અરવલ્લીથી લઈ અને વલસાડ સુધીનો આખો પટ્ટો ત્યાં એ વિસ્તારોમાં વરસાદ છે એ ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે હવામાન વિભાગનું આ બે થી ત્રણ દિવસનું પૂરવાનુમાન જેમ અપડેટ આવશે એમ હવામાન વિભાગ આપણા સુધી પહોંચાડતું રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે પહોંચાડતા રહો માહિતી કે તમારા ગામ જિલ્લા અને વિસ્તારમાં કેવું માહોલ છે વરસાદ છે કે નથી કેવું વાતાવરણ છે બધું જ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર.