આમ તો વરસાદનો એક નાનકડો બ્રેક અને બ્રેક પછી એક નવો રાઉન્ડ આવી રહ્યો છે જે ઘણા બધા વિસ્તારોમાં ભયાનક વરસાદ લાવી રહ્યો છે. ભયાનક એટલે કહી રહ્યો છું કારણ કે મોટાભાગની સ્થિતિ તમને બનાસકાંઠાની ખબર હશે કે વરસાદનો એ રાઉન્ડ કેટલો ભયાનક હતો કે હજી સુધી બનાસકાંઠાના અનેક ગામડાઓમાં પાણી ભરાયેલા છે.
ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે સરકાર પોતાની સહાયતા પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ પ્રશ્ન એ છે કે ગામડાના ગામડાઓ ડૂબી ગયા એટલો ભયાનક વરસાદ હતો દક્ષિણ ગુજરાતમાંહવે એવો વરસાદનો એવો રાઉન્ડ આવી રહ્યો છે કે જે અનેક વિસ્તારો અનેક ગામડાઓ એવા છે કે જ્યાં ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે. 12 તારીખની સ્થિતિ આજથી શરૂઆત કરીએ કે કયા વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે ક્યાં વરસાદનો રાઉન્ડ જે છે એની સૌથી વધારે ઇફેક્ટ થશે તો
આજે અમદાવાદ નડિયાદ વડોદરા રાજપીપડા ભરૂચ વરસાદ પડશે બોડેલીમાં વરસાદની સંભાવના છે સુરતમાં વરસાદ પડશે વલસાડમાં વરસાદ પડશે સિલવાસામાં વરસાદ પડવાની સંભાવના વ્યારામાં વરસાદ પડશે આ બધી સ્થિતિ છે સામાન્યથી મધ્યમ વરસાદની દરિયાકાંઠાના વિસ્તારમાં વેરાવળ પોરબંદર અને ભાવનગરવાળો જે પટ્ટો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. એ જે ટ્રફ છે એ ટ્રફ અહીંયા ક્યાંક બને છે એટલે આ મહારાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે
ત્યાં એક મજબૂત ટ્રફ બની રહ્યો છે સાથે જ બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ જે છે એ મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે. મજબૂતાઈથી એ જ્યારે આગળ વધે છે. તો એની પણ અસરો જોવા મળશે પણ તમે જુઓ કે 13 14 તારીખની આસપાસ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. સાથે જ એક બીજી સિસ્ટમ જે છે એ બંગાળની ખાડીમાંએક્ટિવ થતી જાય છે. 13 તારીખે જુઓ કે આ આખો જ ટ્રફ જે છે એ દરિયાકાંઠાના વિસ્તારને અસર કરશે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડશે.
મહારાષ્ટ્ર બોર્ડર પાસેના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે એટલે વલસાડથી લઈ અને આ બાજુ કપરાળા ધરમપુર વાળો જે વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. 14 તારીખે વલસાડમાં ભારે વરસાદ છે કારણ કે એ સિસ્ટમ જે છે અરબી સમુદ્રમાં આગળ વધશે અરબી સમુદ્રમાં ઓલરેડી કરંટ છે એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે બિલીમોરા થી લઈને આ જુઓ તમે 14 તારીખે બપોર સુધીમાં તો આ રેડકલર જે દેખાય છે એ અતિથી અતિ ભારે વરસાદ સૂચવે છે વલસાડ વાપી નવસારી સુરત આ બાજુ વ્યારા આહવા ડાંગ અને મોટાભાગે મહારાષ્ટ્રના બધા જ પ્રદેશો જે દરિયાકાંઠાની નજીક છે
એ બધા જ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે એટલે એ વરસાદનો જે રાઉન્ડ છે એ દક્ષિણ ગુજરાતને ભીંજવશે સાથે જ આ બાજુ દરિયા કાંઠાના વિસ્તારો જે છે દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢ અને ભાવનગર સાથે જ ગાંધીધામ કચ્છમાં બી હજી છૂટો છવાયા વરસાદ પડવાની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં એટલે મહેસાણા પાલનપુર વાળો જે વિસ્તાર છે ત્યાં પણ હજી છૂટો છવાયા વરસાદ પડી શકેવિરમગામ અમદાવાદની આસપાસ વરસાદની સંભાવના છે એટલે 14 તારીખથી વરસાદનો એક બીજો મજબૂત રાઉન્ડ જે છે એ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અસર કરે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
14 15 તારીખે એ એકદમ ભારે વરસાદ લઈને આવે એના પછી પાછો અત્યારે વરસાદ નથી પણ નવરાત્રીની શરૂઆત પછી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે એટલે 24 25 તારીખે વધુ એક વરસાદનો મજબૂત રાઉન્ડ છે કે જે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને આવે તેવી સંભાવનાઓ છે. અત્યારે તો દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે અને બાકી દરિયાકાંઠાના ભાગોને અસર કરે તેવીસંભાવના છે. બાકી કોઈ જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી.
છૂટો છવાયા વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં અત્યારે કોઈ સિસ્ટમની અસર નથી. બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ જો રાજસ્થાન તરફ જાય છે કે મધ્યપ્રદેશમાં એની સૌથી વધારે અસર થતી હોય તો આપણા મધ્ય ગુજરાતમાં એની અસરો વધારે દેખાય. 16 તારીખે પણ તમે જુઓ કે આખા દરિયાકાંઠાના પટ્ટામાં ભારે વરસાદ છે એટલે ત્યારે પણ ભારે વરસાદ પડશે. 14 15 16 17 ની આસપાસ ગુજરાતના દક્ષિણના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે બાકી ક્યાંય જ વરસાદ પડવાની સંભાવનાઓ નથી એના પછી સીધાઆપણે 20 25 તારીખની આસપાસ જઈએ કારણ કે ત્યાં સુધી કોઈ ભારે વરસાદની આગાહી નથી અહીંયા જે ટ્રફ જે છે સોલાપુરની આસપાસ મહારાષ્ટ્રની પાસે તમને એક ટ્રફ દેખાતો હશે એની અસરને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે બાકી અલગ અલગ સિસ્ટમોને આધારે પડતો આ વરસાદ છે એટલે એ સિસ્ટમ જેમ જ પસાર થઈ જાય કે સિસ્ટમની અસર એની તીવ્રતા પર આધાર હોય છે સિસ્ટમ જો બહુ જ મજબૂત છે
તો પછી અત્યારે જે પરિસ્થિતિ આપણે જોઈ એવી પરિસ્થિતિ થાય સિસ્ટમ બહુ મજબૂત નથી તો પછી અલગ વાત છે 21 તારીખથી જુઓ તમે કે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ તમને દેખાતો હશે ભીંડીમાં આપણે જોઈએ તો 21 22 23 24તારીખે ગુજરાતમાં મોટા ભાગના ભાગોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે નવરાત્રીનો તહેવાર છે એટલે એ સમયે અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં વરસાદ પડવાની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તાર માં સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે સાથે જ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડશે અલગ અલગ સિસ્ટમને આધારે પડતો આ વરસાદ છે 22 તારીખે સાંજ સુધીમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી છે અંબાલાલ કાકાએ ઓલરેડી એવી આગાહી કરેલી જ છે કે આ વખતે આખી નવરાત્રીમાં વરસાદ પડવાનો છે પિંડીના મોડલમાં પણ નવરાત્રીની શરૂઆત જોઈએ
તો વરસાદ સાથેની દેખાય છે હવે ખબર નથી કે કઈ સિસ્ટમ કેટલી મજબૂત બનીને આગળ વધે છે અને આટલા દિવસમાં હજી ઘણું અંતર પણ છે તો એટલા દિવસમાં કોઈ બીજી સિસ્ટમ બને છે તો સિસ્ટમ મજબૂત થાય છે કે પછી એની તીવ્રતા ઓછી થાય છે એ ટ્રફ જે છે એની રેખાઓ બદલાઈ જાય તો પછી પાછી ત્યાં વરસાદ ન પણ પડે પણ આ સાર્વત્રિક વરસાદની આગાહી છે એટલે 22 23 24 25 સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે અત્યારે 14 15 16 વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતને સૌથી વધારે અસર અત્યારની જે સિસ્ટમ છે એ કરવાની છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો