Cli

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, લો પ્રેશર બનશે ડિપ્રેશન આવશે ભારે વરસાદ

Uncategorized

2025 ના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આજે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ અને મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે. અનેક જગ્યાએ 2 થી પાંચ ઇંચ તો કોઈ જગ્યાએ પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાદનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન ગઈ કાલે મહારાષ્ટ્ર ઉપર આવીને મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું

એ લગભગ હવે આવનારા 24કલાકની અંદર મુંબઈ આસપાસ આવીને ડિપ્રેશન બની શકે છે એટલે કે હજુ પણ આ સિસ્ટમ છે મજબૂત બની શકે છે. ડિપ્રેશન બનવાને કારણે આવનારા 24 થી 36 કલાક દરમિયાન મુંબઈની અંદર જનજીવન અસ્ત વ્યસ્ત થઈ શકે છે. મુંબઈની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને હવે આજે 28 સપ્ટેમ્બરથી ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની છે જેની અંદરઆજે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપડા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા ડાંગ આ તમામ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર ત્રણ થી પાંચ ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે. અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એ વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે

એ વિસ્તારમાં 40 થી લઈને 50 km પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાશે. દક્ષિણ ગુજરાતમાં પણ પવનસાથે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર બે થી લઈને ત્રણ ઇંચ અને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે તેમાં પણ હળવાથી સામાન્ય અને એક બે જગ્યાએ મધ્યમ વરસાદ વરસે એટલે એક થી લઈને બે ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારની અંદર પણ એક થી બે ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે. દરિયાઈના વિસ્તારો હશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તેમાં બે ઇંચ કરતા વરસાદ વધીશકે છે. એ સાથે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, કપડવં, ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તાર છે તેમાં પણ 1 થી 1.5 ઇંચ અને અમુક વિસ્તારમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ છે આજે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર દરમિયાન જોવા મળે એવું અનુમાન છે. કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને જે વાવથરાજના વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી હશે એમાં પણ સૌથી ઓછી તીવ્રતા છે અરવલ્લી અનેસાબરકાંઠા જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે. વાવરાજના વિસ્તારો છે. તેમાં પણ અડધા થી લઈને એક ઇંચ સુધીનો વરસાદ વરસે. તેવી શક્યતાઓ છે એકા જ સેન્ટરની અંદર થોડીક તીવ્રતા વધારે હશે બાકી મોટા ભાગે ત્યાં વરસાદની તીવ્રતા નોર્મલ રહેશે મધ્યપ્રદેશ બોર્ડરે મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં પણ એક થીદોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો મેં જેટલા જિલ્લાના નામ જણાવ્યા છીએ તમામ જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ છે

ખાસ કરીને દક્ષિણગુજરાતની અંદર સૌથી વધુ તીવ્રતા જોવા મળશે અને બીજા નંબર ઉપર હશે સૌરાષ્ટ્રના ભાગો અને આ વરસાદ છે એ જે વિસ્તારોની અંદર હશે ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળે તેવું અનુમાન છે એટલે આ 28 થી લઈને 2 ઓક્ટોબર સુધીનો આ વરસાદનો રાઉન્ડ છે અને 2025 ના ચોમાસાનો અને છેલ્લો રાઉન્ડ ગણવાનો છે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એટલે ખાસ કરીને અત્યારે દરેક મિત્રોએ સાવચેતી રાખવાની છે કેમ કે આ વરસાદી રાઉન્ડ છે થોડોક ભારે રાઉન્ડ છે. પવન સાથે રાઉન્ડ છે અને અત્યારે નવરાત્રીનો ત્યોહાર પણ ચાલી રહ્યો છેખેડૂતોને પાક હાર્વેસ્ટિંગ કરવાનો છે અને આ ટાઈમે આ વરસાદી માહોલ રહેવાનો છે આજથી લઈ અને દશેરા સુધી હવે કન્ટીન્યુ નવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી આ વરસાદી માહોલ જોવા મળે તેવું એક હાલ અમારું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *