Cli

વિસાવદરમાં ભાઈ-ગર્ભવતી ભાભીની હત્યા, ક્રાઈમ પ્રેટોલ જોઈને 16 વર્ષના સગીરે જુઓ શું કર્યું !

Uncategorized

બિહારનું એક દંપતિ છેલ્લા લાંબા સમયથી જૂનાગઢના વિસાવદરના એક આશ્રમમાં રહેતું હતું પણ આ પરિવારનું એક દંપતિ અચાનક ગુમ થઈ જાય છે. બિહારમાં રહેતો પરિવાર તેમની દીકરીને ફોન કરે છે જમાઈને ફોન કરે છે પણ ફોન લાગતો નથી અને જ્યારે તેમના જમાઈના નાના ભાઈને ફોન કરે છે ત્યારે દાળમાં કંઈક કાળું હોવાની આશંકા થાય છે. બિહારથી જૂનાગઢ પોલીસનો સંપર્ક કરે છે અને વિસાવદરના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ શરૂ કરે છે અને ત્યારે ચોકાવનારી ઘટના સામે આવે છે.

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છેહું છું જયંત દાફડા જૂનાગઢમાં દિવાળીના ચાર દિવસ પહેલા ગત 16 ઓક્ટોબરના રોજ જૂનાગઢના વિસાવદરના સોભાલવડા ગામના ખોડિયાર આશ્રમમાં ત્રણ હત્યાનો બનાવ બને છે અને આ હત્યા કેસ દ્રશ્યમ ફિલ્મ જેવી હોય બિહારનો પરિવાર માતા વિભાન પુત્ર શિવમગીરી અને તેની પત્ની કંચનકુમારી અને 16 વર્ષના સગીર સાથે જૂનાગઢના વિસાવદરના સોભાલવાળામાં આવેલા ખોડિયાર આશ્રમમાં આવે છે અને વિભાબહેન આશ્રમની સેવા ચાકરી કરીને સાધવી જીવન જીવે છે જ્યારે મોટો દીકરો ઇલેક્ટ્રીશિયનનું કામ કરે છે અને 16 વર્ષનો સગીર છે તે આશ્રમની ગાયોની દેખરેખ રાખવાનું અને આશ્રમનું નાનું મોટું કામકરે છે.

15 ઓક્ટોબરના રોજ જ્યારે વિભાન આશ્રમના કામથી નળિયાદ જવા માટે રવાના થાય છે ત્યારે 16 ઓક્ટોબરે કંચનકુમારીનો બિહારમાં રહેતો પરિવાર તેમની દીકરીને ફોન કરે છે પણ ફોન નથી લાગતો જેથી જમાઈને ફોન કરે છે અને તેનો પણ ફોન નથી લાગતો એટલે સગીરને ફોન કરે છે અને તેમની દીકરી અને જમાઈનો ફોન કેમ નથી લાગતો તેવા સવાલ કરે છે. ત્યારે સગીર કહે છે તેમના ભાઈ ભાભી કામ માટે બહાર નીકળ્યા હતા અને ત્યારે હિંમતનગર પાસે તેમનો અકસ્માત થયો અને તેમનું અવસાન થયું છે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ત્યારબાદ હિંમતનગર પોલીસે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દીધાછે. પણ જે સગીરે આખી વાત કરી રહ્યો હતો તે સાંભળીને કંચનના પરિવારને વાત ગળે ઉતરે તેમ નથી જેથી હિંમતનગર પોલીસનો સંપર્ક કરે છે પણ તેમને જાણવા મળે છે કે હિંમતનગરમાં તો આવી કોઈ અકસ્માતની ઘટના જ નથી બની જેથી બિહારમાં રહેતો પરિવાર છે તે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરે છે અને તેમની દીકરી અને જમાઈ ગુમ થયા હોવાની જાણકારી આપે છે પોલીસ પણ ગુમ થયેલા દંપતિની શોધખોળ કરે છે પણ કોઈ જતો પતો મળતો નથી એટલે 29 ઓક્ટોબરે કંચનાનો પરિવાર છે તે વિસાવદરમાં આવે છે અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે છે કે તેમની દીકરી અને જમાઈ ગુમ થયા છે.પોલીસ બિહારના પરિવારને લઈને ખોડિયાર આશ્રમ પહોંચે છે

જ્યાં શિવમની માતા અને તેનો નાનો ભાઈ હાજર હોય છે ત્યાં દીકરીના જમાઈ ક્યાં છે તેઓ સવાલ કરતા શિવમની માતા છે તેમને જાણ કરે છે પરંતુ આજ રટણ કરવામાં આવે છે કે હિંમતનગરમાં અકસ્માત થયો અને તેમાં તેમનો પુત્ર અને પુત્રવધુનું મોત થયું છે. પોલીસ માતા પુત્રના હાવભાવ જોઈને સમજી રહી હતી કે દાળમાં કંઈક કાળું છે. કંચનનો પરિવાર નિરાશ થઈને બિહાર પરત ફરે છે પણ વિસાવદર પોલીસને જે શંકા હતી તેને લઈને બિહારના પરિવાર સાથે સતત સંપર્કમાં રહે છે. આખરે આ દંપતિ ક્યાં ગુમ થયું છેતેની તપાસ વિસાવદરના પીઆઈ એસએન સોનારા શરૂ કરે છે અને માતા અને પુત્રની પૂછપરત શરૂ થાય છે અને સગીરની પણ પૂછપરત થાય છે પણ પોલીસના હાથમાં કઈ આવતું નથી. આ દરમિયાન પોલીસને એક જાણકારી મળે છે કે આ સગીર ગામમાંથી એક સિમેન્ટની થેલી લઈને આવ્યો હતો. પોલીસ સગીરની ઉલટ તપાસ કરે છે અને આખરે પોલીસના સવાલોના જવાબ સગીર નથી આપી શકતો અને કહે છે કે હા મેં જ મારા ભાઈ અને ભાભીને મારી નાખ્યા છે. પણ કેમ મારી નાખ્યા અને મારીને વૃદ્ધે ક્યાં છુપાવ્યા તેનો જવાબ સગીર આપતો ન હતો. પોલીસ આગળ આ સગીર છે તે અલગ અલગ સ્ટોરીઓ બનાવતો હતોઅને ક્યારેક કહેતો કે મેં પુલ નીચે સંતાળ્યા છે ક્યારેક કહેતો અહીંયા સંતાળ્યા છે ત્યાં સંતાળ્યા છે પણ પોલીસને પણ ખબર હતી કે સગીર ખોટું બોલી રહ્યો છે એટલે પોલીસ પણ આગવી રીતે પૂછપરજ કરે છે અને સગીર કહે છે કે તમે જે આશ્રમમાં ઊભા છો તેમાં જ દટાયેલો છે મારા ભાઈ અને ભાભીની લાશ પોલીસ પણ ચોંકી જાય છે અને મામલતદાર સહિતનું વહીવટી તંત્ર પણ ત્યાં આવે છે અને વિડીયો રેકોર્ડ સાથે પોલીસ છે તે ખોદકામ શરૂ કરે છે

અને તેમાં માંથી નિવસ્ત્ર હાલતમાં ભાઈ ભાભી અને એક ભ્રુણ મળી આવે છે. સાથે જ મોટી સંખ્યામાં મીઠું પણ આ ખાડામાં નાખવામાં આવેલું હોય છે. ગુમથયેલું દંપતિની હત્યા થઈ હોવાનું સામે આવે છે અને આ દંપતિ પણ પોલીસને મળી જાય છે પણ આ દંપતિને આ સગીરે કેમ મારી નાખ્યા તે દિશામાં પોલીસ હવે તપાસ શરૂ કરે છે. ત્યારે પોલીસની સામે આ વાત આવે છે કે સગીરને માવા સિગરેટની ટેવ પડી હતી સાથે સગીર દારૂ પણ પીતો હતો અને મોટાભાઈને આ વાત પસંદ ન હતી જેથી મોટાભાઈ શિવમે ગામના ગલ્લાઓ ઉપર કહીને રાખ્યું હતું કે મારો નાનો ભાઈ માવા કે સિગરેટ લેવા આપે આવે તો તેને આપવું નહીં અને સાથે જ ગામના લોકોને પણ કહી રાખ્યું હતું કે મારો ભાઈ તમને દારૂ પીધેલો દેખાય તો તેને મારજો જે વાતનું સગીરને લાગી આવ્યું હતું કારણ કેસગીર આશ્રમમાં કામ કરતો હતો એટલે ગામના લોકો તેને બાપુ કહીને બોલાવતા હતા અને તેનો ભાઈ જ તેના મોતસોક કરવા નતો દેતો જેથી 15 તારીખે જ્યારે માતા વિભા નળિયાદ જાય છે ત્યારે આખો દિવસ અને રાત પોતાના મોટાભાઈને કેવી રીતે પતાવી દેવો તેનો પ્લાન સગીરના મગજમાં તૈયાર થાય છે અને 16 તારીખે સવાર પડતા પથારીમાં ઊંઘી રહેલા મોટાભાઈ શિવમ પાસે પાઈપ લઈને સગીર જાય છે

અને આ દરમિયાન રસોડામાં કામ કરતા ભાભી કંચન ત્યાં અચાનક આવી જાય છે અને પત્નીની નજરની સામે તેના પતિને ફટ ટકા મારવાનું શરૂ કરે છે અને કંચન આ દ્રશ્ય જોઈને બુમાબૂમ કરે છે એટલે કંચનને પણ જમીન પરપછાડી દે છે આ સગીર અને મોઢા પર ટૂપો આપે છે છતાં તેનો અવાજ બંધ નથી થતો જેથી તેની ભાભી પર આ સગીર છે તે ચડી જાય છે અને વધારે જોર આપીને બે હાથથી ટૂપો આપે છે અને પેટ પર ઢીચણ રાખે છે અને આ સગીરના વજનથી કંચનકુમારીના પેટમાં રહેલું છ મહિનાનું ગર્ભ પણ બહાર આવી જાય છે અને કંચનકુમારીનું પણ મોત થાય છે જે બાળક આ દુનિયામાં જ ન આવ્યું તેની પણ હત્યા થાય છે હત્યા કર્યા બાદ હવે મૃદદેનું શું કરવું તેનો વિચાર કરે છે આ સગીર જેથી આશ્રમમાં જ એ ખાડો ખોદે છે અને ત્યારબાદ મૃદદેની વાસ ન આવે તેના માટે શું કરવું તે YouTube પર સર્ચ કરે છે અને ભાઈ ભાભીનાકપડા કાઢીને નિવસ્ર કરે છે અને ત્યારબાદ ભાઈ ભાભી અને ભ્રુણ તે ખાડામાં નાખે છે અને તેના પર અંદાજીત 50 કિલો જેટલું મીઠું નાખે છે અને ત્યારબાદ તેના પર સિમેન્ટ અને રેતીથી પ્લાસ્ટર કરી નાખે છે. સગીર છે તેના ભાઈના અને તેના ભાભીના લોહીવાળા કપડા ગોદડા તમામ વસ્તુઓ લઈ તેના પર કેરોસીન નાખીને સળગાવી નાખે છે અને જે માચિસથી આગ લગાવે છે તે પણ આમાં સળગાવી નાખે છે. આમ સગીર છે એક પણ પુરાવો છે તે છોડતો નથી

અને બીજા દિવસે સગીર ને કોઈના પર શંકા ન જાય એટલે બીજા ત્રણથી ચાર ખાડા છે તે આજુબાજુમાં કરી નાખે છે અને ગામમાંથીસિમેન્ટની થેલી લઈને આવે છે અને આશ્રમમાં રિનોવેશનનું કામ ચાલે છે તેવો માહોલ બનાવે છે. આ દરમિયાન બીજા દિવસે જ્યારે માતા આશ્રમમાં પહોંચે છે ત્યારે માતાના હાથમાં એ પાઈપ આવે છે જેનાથી સગીરે તેના ભાઈની હત્યા કરી હતી અને તેના પર લોહીના ડાઘા પણ હતા. સગીર ચાલાક હતો એટલે માતાના આવતા પહેલા તેણે પોતાના શરીર ઉપર ઈજાના નિશાનો કરી નાખ્યા હતા અને માતાને કહ્યું કે ભાઈએ તેના સાથે મારામારી કરતો હતો અને એટલા માટે ભાઈ ભાભીને પતાવી દીધા છે. એક દીકરાને ગુમાવી ચૂકેલી માતા હવે બીજા દીકરાને ગુમાવવા માંગતી ન હતી એટલે તેણેનાના દીકરાનો સાથ આપવાનું નક્કી કર્યું અને જે પણ કઈ પુરાવા બાકી રહ્યા હતા તેનો નાશ કરવા માટે સગીર અને તેની માતા છે

તે પ્રયત્ન શરૂ કરી દઈ છે. પોલીસની તપાસમાં તે પણ સામે આવ્યું કે આ સગીર સતત ક્રાઈમ પેટ્રોલ અને ક્રાઈમ સાથે જોડાયેલા વિડીયો તે મોબાઈલમાં જોતો હતો અને સગીર ક્રાઈમ પેટ્રોલ જોઈને માનતો હતો કે પોલીસ તેની સુધી ક્યારેય પહોંચી નહી શકે અને તેને વ્યસન કરવામાં હવે મુક્તિ મળશે કારણ કે તેને હવે કોઈ ઠોકવાવાળો મોટો ભાઈ નથી રહ્યો પણ વિસાવદરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમ આ કેસનો પરદાફાસ કરે છે અને આ કેસમાં સગીર પર જીએનઆઈલ એક્ટપ્રમાણે ને કાર્યવાહી કરીને અટકાયત કરે છે જ્યારે માતા પણ આરોપી બને છે અને તેની ધરપકડ થાય છે. આમ વિસાવદરમાં ત્રણ હત્યા થાય છે અને પોલીસને આ હત્યા કેસમાં સફળતા મળે છે અને જે ગુમ થયેલું દંપતિ હતું તેની હત્યા થઈ હોવાનું સામે આવે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડા [પ્રશંસા]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *