[સંગીત]કિંગ કોહલી હવે 37 વર્ષના થયા છે. પત્ની અને બાળકો સાથે તેઓ ધામધૂમથી જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. જન્મદિવસના ખાસ દિવસે ફેન્સને પણ તેમણે મોટો સરપ્રાઈઝ આપ્યો છે. હવે ગોવામાં પણ વર્તાશે વિરાટનો જાદૂ — લોકો બનશે તેમના રેસ્ટોરન્ટની ફેમસ ડીશીસના દીવાના. કિંગ કોહલીના રેસ્ટોરન્ટનો ટર્નઓવર સાંભળી તમે ચોંકી જશો!
અનુષ્કા અને બાળકો અકાય તથા વામિકા સાથે વિરાટ હાલ વિદેશમાં લંડનમાં ખુશીભર્યું જીવન જીવી રહ્યા છે. તાજેતરમાં તેમણે પોતાના ભાઈ વિકાસ કોહલીના નામે કરોડોની પ્રોપર્ટી ટ્રાન્સફર કરી છે. વિદેશમાં રહીને પણ ભારતમાંથી જ વિરાટ મોટું ધનલાભ કરી રહ્યા છે.હા, ભારતીય ક્રિકેટ ટીમના કિંગ વિરાટ કોહલીને કોણ નથી જાણતું!
આજે 5 નવેમ્બરે સૌના લાડલા વિરાટ 37 વર્ષના થયા છે, અને તેમના જન્મદિવસનો આનંદ માત્ર પરિવાર અને મિત્રોમાં જ નહીં, પરંતુ આખો દેશ ઉજવી રહ્યો છે.હાલમાં વિરાટ ક્રિકેટના મેદાનમાં તેમની બેટિંગને નહીં, પણ તેમના નવા નિર્ણયો માટે ચર્ચામાં છે. લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાનો ભાગ રહેલા વિરાટ હવે પત્ની અનુષ્કા અને બાળકો સાથે લંડનમાં સ્થાયી થયા છે.
તાજેતરમાં તેમણે ગુરુગ્રામની પોતાની મિલ્કતનો પાવર ઓફ એટર્ની પોતાના ભાઈને આપી દીધો અને લંડનને પોતાનું નવું ઘર બનાવી દીધું.વિદેશમાં રહેવા છતાં પણ તેમની કમાણીમાં કોઈ ઘટાડો આવ્યો નથી. અંદાજે ₹1050 કરોડની સંપત્તિના માલિક વિરાટ ભારતમાં જ મોટું બિઝનેસ ચલાવી રહ્યા છે. તેમના પોપ્યુલર રેસ્ટોરન્ટ “વન8 કોમ્યુન” પણ તેની એક મોટી કમાણીનો સ્ત્રોત છે.સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે જે ખેલાડી કદી ભારત માટે જુસ્સાથી મેદાનમાં ઉતરતો હતો,
તે હવે વિદેશમાં રહીને દેશમાં બિઝનેસ વધારી રહ્યો છે. છતાં પણ રસપ્રદ વાત એ છે કે તેમની આવકનો મોટો હિસ્સો હજુ પણ ભારતમાંથી જ આવે છે. તેમના અનેક બ્રાન્ડ્સ અને રેસ્ટોરન્ટ્સ ભારતમાં જ ચાલી રહ્યા છે.હાલમાં જ વિરાટનો ગોવામાં નવો “વન8 કોમ્યુન” બ્રાંચ ખુલ્યો છે — આ તેમનો 16મો આઉટલેટ છે. 5 નવેમ્બર એટલે કે વિરાટના જન્મદિવસના દિવસે સિયોલિમમાં નદી કિનારે આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન થયું.આ નવો રેસ્ટોરન્ટ આયુષ માલિકે ડિઝાઇન કર્યો છે.
અહીં ઠંડી હવા, ફૂલોની સજાવટવાળી છત્રીઓ અને નદીકિનારાનો સુંદર નજારો ઈટાલિયન બીચ હાઉસ જેવી અનુભૂતિ કરાવે છે. અંદર કાચના દરવાજા અને લાકડાના બાર કાઉન્ટર્સ તેને એક ક્લાસી લુક આપે છે. ફેમિલી, કપલ્સ અને ગ્રુપ્સ માટે આ રેસ્ટોરન્ટ પરફેક્ટ ડેસ્ટિનેશન ગણાય છે.[સંગીત]