ખૂબ નસીબદાર છે 7મી તારીખે જન્મેલો કેટરીનાનો દીકરો. કૌશલ પરિવારનો નંબર 7 સાથે છે ખૂબ જ ઊંડો સંબંધ. શું પહેલેથી જ 7મી તારીખે ડિલિવરીની પ્લાનિંગ હતી? કે પછી આ કોઈ અદ્દભુત સંયોગ છે? નંબર 7નું રહસ્ય ઉડાવશે તમારા હોંશ.
7 નવેમ્બર એટલે કે આજનો દિવસ કૌશલ પરિવારમાં ખુશીઓની ભેટ લઈને આવ્યો છે. કારણ કે આજે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ માતા-પિતા બની ગયા છે. જુનિયર કૌશલના આગમનથી માત્ર કૌશલ પરિવારમાં જ નહીં પરંતુ આખા દેશમાં ચાહકો ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. અને બી-ટાઉનના નવા મોમ-ડેડ વિક્કી કૌશલ અને કેટરીના કૈફને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.પણ 7મી તારીખે જન્મેલો કેટરીનાનો દીકરો એટલો લકી કેમ છે?
શું છે નંબર 7નું કૌશલ પરિવાર સાથેનું કનેક્શન? અને કેમ 7મી તારીખે થયેલી ડિલિવરીને કહેવામાં આવી રહી છે પ્રી-પ્લાનિંગ? આવો સમજીએ આ નંબર 7ની પૂરી ગૂંથણી.સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે બેબી કૌશલની જન્મતારીખનો તેના માતા-પિતાથી ખાસ સંબંધ છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફનો દીકરો 7 નવેમ્બરે જન્મ્યો છે. જ્યારે પાવર કપલ વિક્કી અને કેટરીનાની જન્મતારીખના અંકોનું જોડાણ પણ અંકશાસ્ત્ર પ્રમાણે 7 થાય છે.
નવી મોમ કેટરીના કૈફનો જન્મ 16 જુલાઈએ થયો હતો અને જુનિયર કૌશલના પિતા વિક્કી કૌશલનો જન્મ 16 મેના રોજ થયો હતો. હવે કપલના દીકરાની જન્મતારીખ પણ 7 છે. એટલે અંકશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોીએ તો ત્રણેય – માતા, પિતા અને દીકરો – ત્રણેયનો મૂળાંક 7 જ છે.
હવે આ સંયોગ જોતા સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કદાચ કેટરીનાએ પોતાની ડિલિવરી માટે પહેલેથી જ 7 નવેમ્બરનું પ્લાનિંગ કર્યું હોય. અથવા કૌશલ પરિવારએ અગાઉથી જ બેબીની ડિલિવરી માટે 7મી તારીખ નક્કી કરી હોય.
વેલ, વિક્કી, કેટરીના અને તેમના દીકરાનો મૂળાંક 7 હોવો ફક્ત ઇત્તેફાક છે કે પ્રી-પ્લાનિંગ – તેનો જવાબ તો માત્ર નવા મોમ-ડેડ બનેલા વિક્કી અને કેટરીના જ આપી શકે.બહારે તો એટલું ચોક્કસ છે કે મૂળાંક 7 ધરાવતા લોકો સામાન્ય રીતે બુદ્ધિશાળી, મહેનતી અને સફળ હોય છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફના કરિયર અને પર્સનાલિટી જોયે તો આ વાત સાબિત થાય છે.વિક્કી અને કેટરીનાએ 2021માં લગ્ન કર્યા હતા.
ત્યારથી જ કેટરીનાની પ્રેગ્નન્સીની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી, પરંતુ કેટરીનાએ ક્યારેય તેની ઉપર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. કપલે આ વર્ષે 23 સપ્ટેમ્બરે પોતાની પ્રેગ્નન્સી જાહેર કરી હતી.અને હવે દીકરાના જન્મ પછી વિક્કી અને કેટરીના બંને ચર્ચામાં છે અને
તેમને સતત શુભેચ્છાઓ મળી રહી છે. હવે ચાહકોને આતુરતા છે કે કૌશલ પરિવારના આ ચિરાગનું નામ શું હશે અને તેની પહેલી ઝલક ક્યારે જોવા મળશે. હવે જોવું રહ્યું કે કેટલા દિવસમાં મોમ-ડેડ બનેલા કેટરીના અને વિક્કી પોતાના શહેજાદાની ઝલક અને નામ દુનિયા સાથે શેર કરે છે.