Cli

વિજય દેવરાકોંડા અને રશ્મિકા ઉદયપુરની આ શાહી હોટેલમાં કરશે લગ્ન?

Uncategorized

સાઉથ સિનેમાના સ્ટાર કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રશ્મિકા અને વિજયે પોતાના સંબંધોની જેમ આ લગ્નને પણ એકદમ પ્રાઈવેટ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે જ કપલ કે પરિવાર તરફથી લગ્ન અંગે કોઈ પણ માહિતી આપવામાં આવી રહી નથી.

પરંતુ ધીમે-ધીમે વિગતો સામે આવી રહી છે. હવે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના વેડિંગ વેન્યુ (લગ્ન સ્થળ) અંગે અપડેટ આવ્યું છે અને તેનાથી સાફ થઈ ગયું છે કે કપલે પોતાની જિંદગીના સૌથી મોટા દિવસને ખાસ બનાવવા માટે ઉદયપુરને પસંદ કર્યું છે

.જી હા, બોલિવૂડના ઘણા કપલ્સની જેમ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ પણ પોતાના લગ્ન માટે ઉદયપુરની પસંદગી કરી છે. કપલ અરવલ્લીની સુંદર ટેકરીઓ વચ્ચે એક શાનદાર હોટલમાં સાત ફેરા લેશે. બંને શહેરની ભીડભાડથી દૂર અરવલ્લીની પહાડીઓ વચ્ચે આવેલી ‘આઈટીસી મોમેન્ટો’ (ITC Memento) માં વર-કન્યા બનશે. આઈટીસી મોમેન્ટો ઉદયપુરથી 25 કિમી દૂર નાથદ્વારા રોડ પર કૈલાશપુરી ગામ પાસે આવેલી છે.

આ લગ્નને પ્રાઈવેટ રાખવા માટે આ હોટલ બેસ્ટ છે કારણ કે આ હોટલનો રસ્તો સંપૂર્ણપણે પ્રાઈવેટ છે. આ હોટલ માટે એક સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી. એવામાં લગ્નની વિધિઓ સાથે જોડાયેલી કોઈ વિગત બહાર આવવી ઘણી મુશ્કેલ છે. નવાઈની વાત એ પણ છે કે આ હોટલનું પર્સનલ હેલીપેડ પણ છે, જેનો ઉપયોગ મહેમાનોની એન્ટ્રી માટે સરળતાથી કરવામાં આવશે.રિપોર્ટ્સ મુજબ, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા 26 ફેબ્રુઆરીએ લગ્ન કરવાના છે. પરંતુ તે પહેલા ઉદયપુરની શાહી હોટલમાં બંનેના લગ્નની વિધિઓ થશે.

દાવો છે કે લગ્નનું જશ્ન ઝડપથી શરૂ થઈ જશે અને આ દિવસથી જ મહેમાનોનું આવવાનું પણ શરૂ થશે. 24 ફેબ્રુઆરી અને 25 ફેબ્રુઆરીના રોજ હલ્દી, મહેંદી અને સંગીત યોજાશે. ત્યારબાદ 26મીએ ગ્રાન્ડ વેડિંગ ડે હશે. રશ્મિકા અને વિજયનું રિસેપ્શન ઘણું ભવ્ય રહેવાનું છે, જે હૈદરાબાદમાં 4 માર્ચના રોજ યોજાશે.હાલમાં આ જાણકારી તમને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવશો. આવી જ બીજી ખબરોથી હંમેશા અપડેટ રહેવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *