સાઉથના સુપર સ્ટારોમાંથી એક વિજય દેવરકોંડા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે કેટલાક સમયથી રશ્મિકા મંડાના અને વિજયના લગ્નની ખબરોએ જોર પકડ્યું છે એમના બંનેના અફેરની ચર્ચા તો લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ એમણે પોતાના સંબંધને હજુ સુધી જાહેરમાં સ્વીકાર્યો નથી હવે એવામાં.
વિજય અને રશ્મીકાને મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા આ દરમિયાન છેલ્લા બે દિવસથી રશ્મિકા અને વિજયના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ તે બધી અફવાઓથી કંટાળીને આખરે વિજયે આગળ આવવું પડ્યું છે વિજયે ટવીટર હેન્ડલ દ્વારા લગ્નની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા એક પોસ્ટ શેર કરી છે.
વિજયે પોસ્ટ શેર કરતા લખ્યું કે હંમેશાની જેમ બકવાસ અને શું આપણે આ સમાચારના પ્રેમમાં નથી અહીં વિજયે પોતાના લગ્નની અફવાઓને બકવાસ જણાવી દીધી છે તેના પહેલા પણ લગ્નની ખબરોને લઈને રશ્મીકાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી રશ્મીકાએ કહ્યું હતું કે અત્યારે હું લગ્ન માટે નાની છું લગ્ન વિષે હજુ મેં વિચાર્યું નથી.
મને એવો માણસ પસંદ આવશે જેઓ મને સમજી શકે હવે એક્ટર રશ્મીકા અને વિજયની વાતોથી જાણી શકાય કે લગ્નની વાત તો હજુ દૂર છે રશ્મીકાએ હમણાં પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લીનું પાત્ર નિભાવીને લોકોના દિલ જીતી લીધા હતા જયારે વિજય દેવરકોંડાની વાત કરીએ તો અત્યારે ફિલ્મ લાઇગરના શૂટિંગમાં વ્યસ્ત છે.

 
	 
						 
						