[સંગીત]આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ચહેરો ઘણી ચર્ચામાં છે. કારણ છે તેમનો લુક અને એટીટ્યુડ, જેને જોઈને લોકોને યુવાનીની કરીના કપૂર યાદ આવી ગઈ છે. ઘણી વીડિયો અને ફોટોઝમાં તેમનો અંદાજ, હાવભાવ અને સ્ટાઇલ એટલો મળતો આવે છે કે લોકો તેમને કરીનાની કોપી કહી રહ્યા છે. હવે તો તેઓ “નેશનલ ક્રશ” તરીકે પણ દેખાઈ રહ્યા છે.
ચાલો તમને જણાવીએ કે આખરે આ હસિના કોણ છે.સોશિયલ મીડિયામાં વાયરલ થતી આ એક્ટ્રેસ એટલે કોઈ મિલ ગયાં ફેમ એક્ટર રજત બેદીની દીકરી વેરા બેદી છે. રજત 25 વર્ષ પછી Netflixની સીરિઝ ધ બેટ્સ ઓફ બૉલીવુડમાં કમબેક કરી રહ્યા છે. આ સીરિઝના પ્રીમિયર ઇવેન્ટમાં રજત પોતાની આખી ફેમિલી સાથે રેડ કાર્પેટ પર આવ્યા હતા. એ વખતે વેરાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજે દરેકની નજર પોતાની તરફ ખેંચી લીધી.
વેરાની સુંદરતા જોઈને ફેન્સને કરીના કપૂરના યુવાની દિવસોની યાદ આવી ગઈ. હવે ફેન્સ કહે છે કે વેરા એકદમ યુવાન કરીના જેવી લાગે છે. તેમની નીળી આંખો તેમની સુંદરતામાં વધુ કાશ ઉમેરે છે. હાલ વેરાના ફોટોઝ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. ફેન્સનું તો એ પણ કહેવું છે કે વેરાએ ફિલ્મોમાં જરૂર ટ્રાય કરવું જોઈએ.હવે લોકો જાણવું માંગે છે કે તેઓ કરે શું છે?તો તમને જણાવી દઈએ કે વેરાનો જન્મ 12 ફેબ્રુઆરી 2007માં થયો હતો અને હાલ તેમની ઉંમર લગભગ 18 વર્ષની છે. તેઓ ફિલ્મી પરિવારથી સંબંધ રાખે છે.
તેમના પિતા રજત બેદી, 2003માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ કોઈ મિલ ગયાંમાં નેગેટિવ ભૂમિકામાં દેખાયા હતા. તેમની માતા મોનાલિસા બેદી પણ ટેલિવિઝન અને ફિલ્મોમાં એક્ટિવ રહી ચૂકી છે. રજતના પિતા નરેશ બેદી ફિલ્મ નિર્માતા હતા અને દાદા રાજેન્દ્રસિંહ બેદી પ્રસિદ્ધ લેખક હતા. રજતનો ભાઈ માનિક બેદી પણ એક્ટર છે.હાલ વેરા અભ્યાસ કરી રહી છે અને પરિવાર સાથે જ કોઈ ઇવેન્ટમાં જોવા મળે છે.તો કહો, તમને પણ રજત બેદીની દીકરી વેરા બેદી, કરીના કપૂરના યુવાન સમયની યાદ અપાવે છે?