Cli

હવે વાહનો કરશે એકબીજા સાથે ‘વાતચીત’! શું છે નવી ટેક્નોલોજી?

Uncategorized

તમે એવી સ્થિતિ વિચારો કે જેમાં રસ્તા પર તમારી કાર બાજુમાં પસાર થતી બીજી કારની સાથે વાતચીત કરે હાઈવે પર ચાલી રહેલી બસોની સાથે વાતચીત કરે તમને આ વાત સાંભળવી થોડીક વિચિત્ર લાગતી હશે પરંતુ ખરેખર આવી સ્થિતિ સર્જાવા જઈ રહી છે અલબત તમે વિચારો છો એ રીતે નહીં મામલો થોડો ટેકનિકલ છે વળી આ તમારા ફાયદાની પણ વાત છે સરકાર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે એક ટેકનોલોજી પર કામ કરી રહી છે

જેનાથી જ આ આખી વાત શક્ય બનશે જો કે બે કાર કઈ મોબાઈલ કે ઇન્ટરનેટ નેટવર્કની વાત નથી કરવાની માત્ર તમને એલર્ટ કરવાની વાત છે તમે ગાઢ ધુમસમાં કાર ચલાવતા હો પરંતુ સામે કંઈ જ દેખાય નહી એવા સમયે આ નવી ટેકનોલોજીથી તમને સહેલાઈથી ખબર પડી જશે કે તમારી આગળની કાર કેટલી દૂર છે એટલું નહીં પાછળથી ફૂલ સ્પીડમાં વાહન આવતું હશે તો પણ સિસ્ટમ તમને એલર્ટ કરી દેશે આ ટેકનોલોજીને વેહીકલ ટુ વહીકલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે

આઈડિયા સિમ્પલ છે જો તમારી આગળની કાર ચલાવનારો ઓચિંતા બ્રેક મારે તો તમને વોર્નિંગ મળી જાય માની લો કે રસ્તા પર કોઈ વાહન ખૂટકાઈને બંધ પડ્યું હોય તો એની પાછળ આવતા વાહનોને એલર્ટ કરવામાં આવશે આ વર્ષના અંતથી લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે આ વાયરલેસ ટેકનોલોજીથી કારો એકબીજાની સાથે વાતચીત કરશે બંને કારસની વચ્ચે સંવાદ થશે એટલે કે રોકાઈ જશે જો કે આ ટેકનોલોજી ફ્રી નથી એના માટે કાર દીઠ 5 થીસહ000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે હવે આ ટેકનોલોજી કેવી રીતે કામ કરશે એ અમે તમને સમજાવીશું મૂળ વિચાર એ છે કે વાહનો એકબીજાની સાથે રિયલ ટાઈમમાં માહિતીનું આદાન પ્રદાન કરે જેથી ડ્રાઈવર્સને જોખમની વહેલા ખબર પડી જાય

એટલે અકસ્માતની સંભાવના બિલકુલ ઘટી જાય દરેક વાહનમાં ઓબીયુ એટલે કે ઓનબોર્ડ યુનિટ ફિટ કરવામાં આવશે આ ટૂંકી રેન્જનું કમ કમ્યુનિકેશન યુનિટ હશે આ યુનિટ મહત્વની જાણકારી આપશે આ યુનિટ સતત ડેટા મોકલે છે અને આપે છે માત્ર ને માત્ર અકસ્માતને ટાળવા માટે જરૂરી માહિતી જ આપવામાં આવે છે જેમ કે આ યુનિટ આસપાસના વાહનોની સ્પીડમાં ફેરફાર કઈ દિશાથી કેટલા વાહનો આવી રહ્યા છે અને સાથે જ ક્યારે આસપાસના વાહનોએ બ્રેક મારી એની પણ માહિતી આપશે જોખમની સ્થિતિમાં ઓનબોર્ડ યુનિટ ડેશબોર્ડ પર ઇન્સ્ટન્ટ એલર્ટ મોકલે છે જ્યારે બીજી કોઈ કાર તમારી કારની સાવ નજીક આવી જાય કે રસ્તા પર ઓચિંતા કોઈ કાર બંધ પડી જાય

કે તમારી કારની આગળ રહેલી કારે ઓચિંતા બ્રેક મારી હોય ત્યારે તમને એલર્ટ મળશે અધિકારીઓ કહે છે કે આ યુનિટથી કનેક્ટેડ વાહનો 200 થી 300 મીટરની રેડિયસમાં હશે તો પણ એકબીજાની હાજરી વિશે ડિજીટલી ખબર પડી શકશે પછી ભલે ધુમસ હોય વળાંક હોય કે પછી વારે વરસાદ કેમ ન હોય જોવા જઈએ તો આ ટેકનોલોજી ખૂબ જ ફાયદાકારક જો કે એમ છતાં એનો ખરો ફાયદો મેળવવા માટે જરૂરી છે કે તમામ કાર ચાલકો આ યુનિટ ખરીદીને તેની પોતાની કારમાં ફિટ કરે જો મોટાભાએ એનો ઉપયોગ નહીં થાય તો પછી મર્યાદિત વોર્નિંગ કે એલર્ટ મળશે આ પ્લાનમાં રહેલી બીજી ખામી પણ જાણવી જોઈએ એમાં ટુ વીલર્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી ભારતના રસ્તા ઉપર ટુ વીલર્સનું જ પ્રમાણ વધારે હોય છે જો કે અધિકારીઓએ કહ્યું છે

કે બાદમાં ટુ વીલર્સને પણ આ પ્લાનમાં શામેલ કરવામાં આવી શકે છે. મૂળ વાત એ છે કે ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ આવી જાય ગમે તેટલા સેન્સર લાગી જાય કે ગાડીઓ એકબીજા સાથે વાતો કરવા લાગે પણ જ્યાં સુધી માણસો સભ્યતાથી ગાડી નહીં ચલાવે ત્યાં સુધી કોઈપણ સિસ્ટમ અકસ્માત તો નહીં જ રોકી શકે જ્યાં એમ્બ્યુલન્સ પાછળ સાયરન વગાડતી હોય તો પણ લોકો રસ્તો નથી આપતા જ્યાં ઓવરટેક કરવા માટે લોકો ગમે તે હદ સુધી રિસ્ક લે છે

ત્યાં ટેકનોલોજી આપણને એલર્ટ તો કરી દેશે પણ એ બ્રેક મારવાનું કામ તો આપણે જ કરવાનું છે દુનિયાના બહુ થોડા દેશોમાં આવી ટેકનોલોજી છે જો કે ગાડી ભલે સ્માર્ટ થઈ જાય પરંતુ ડ્રાઈવર જો સ્માર્ટ નહી હોય તો અકસ્માત નકી છે રસ્તા પર ચાલી રહેલો દરેક માણસ કોઈનો પિતા છે કોઈનો ભાઈ છે તો કોઈની એક માં છે તમારી એક મિનિટની ઉતાવળ કોઈનો પરિવાર વિખેરી શકે છે એટલે જ રસ્તા પર પોતાનું અને બીજાનું ધ્યાન રાખજો સંભાળીને વાહન ચલાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *