Cli

વલસાડના MP ધવલ પટેલે નવરાત્રીને લઈને શું વિવાદાસ્પદ નિવેદન આપ્યું

Uncategorized

નવરાત્રીનો આજે બીજો દિવસ છે શક્તિના માં બ્રહ્મચારીની સ્વરૂપની આજે પૂજા થાય છે ગુજરાતમાં ઉજવાતો ગરબાનું આ મહોત્સવ એ દુનિયાનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટિવલ પૂરતો સીમિત નથી એ ડાન્સ ફેસ્ટિવલ તો છે પણ એની સાથે શક્તિના અલગ અલગ સ્વરૂપોને આરાધવાનું પર્વ છે આ એવો સમય છે કે જ્યારે આપણે શક્તિ સ્વરૂપાનું તત્વ આપણી અંદર બિરાજે એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ આપણે પ્રાર્થના કરવા માટે સક્ષમ બનીએ

એવી વાત સાથે એવી પ્રાર્થના સાથે કરીશું શરૂઆત નમસ્કાર આપની સાથે હું દેવાંશી [સંગીત] નવરાત્રીની શરૂઆત થતાની સાથે જ એક તો નવરાત્રીના કોમર્સના વિવાદો એના પાસનાવિવાદો કયો પાસ કેટલો મોંઘો છે કેટલી વીઆઈપી નવરાત્રી છે એ નવરાત્રીમાં કોણ આવી રહ્યું છે કેવા કપડાં પહેરીને આવી રહ્યું છે કોણ ક્યાં ગરબા રમવા માટે ગયું ગરબામાં ક્યાં મેદાન બહુ જ ખરાબ હતું કીચડ પીરસેલો હતો હજારો રૂપિયા લીધા પછી સુવિધાઓ નથી અપાતી એ બધા વિવાદો સામે આવે

એ વિવાદ ચર્ચાનો વિષય બને અને બીજો વિષય બને અને નેતાઓના નિવેદન ગયા વર્ષની આખી નવરાત્રીને જો તમે યાદ કરશો તો સૌથી વધારે ચર્ચામાં રહ્યા હતા હર્ષભાઈ સંઘવીના નિવેદનો જે ગૃહ રાજ્યમંત્રી હતા અને એ જ્યારે કશુક બોલે છે અને એમનું બોલેલું લાગુ કરવાનો પ્રયત્નથાય છે એના પછી કોર્ટ કંઈક અલગ આદેશ કરે છે અને બધું એકબીજાની સાથે કોન્ટ્રાડીક થાય ત્યારે ચર્ચામાં આવે છે. જો કે હર્ષભાઈને એક વર્ષના સમયગાળામાં કદાચ એટલું સમજાયું કે આ વર્ષે એમણે એવા કોઈ નિવેદન નથી આપ્યા કે સવારે બે વાગ્યા સુધી અથવાચાર વાગ્યા સુધી ગરબા રમજો આ કે પાકિસ્તાન થોડું છે આપણા દેશમાં નહીં કરીએ તો બીજે ક્યાં કરીશું આપણા રાજ્યમાં નહીં કરીએ વગેરે વગેરે પોલીસને પ્રોત્સાહન આપતી વખતે ભૂલી ગયા હતા કે પોલીસનું ગમે તેટલો પોલીસ દરેક વિસ્તારમાં લાગે છે. દરેક હદ કોઈને કોઈ પોલીસને લાગુ પડતી હોય છે પણપોલીસ ભગવાન નથી કે સર્વત્ર હોય એની પણ મર્યાદાઓ છે

એક એક વ્યક્તિ દીઠ આપણે પોલીસના કર્મચારીઓ નથી મૂકી શકતા અને એટલે જ સુરક્ષા એ બહુ પેચીદો પ્રશ્ન બની જાય છે જ્યારે રાત્રિના સમયે બહુ જ મોટી કાનૂન વ્યવસ્થાની જવાબદારીઓ નિભાવવાની વાત આવે આપણે નવરાત્રીને ગમે તેટલી સરસ રીતે આપણે એને રજૂ કરીએ અને આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ કે આ શક્તિની આરાધનાનું પર્વ છે કોઈ કશુક બોલે ત્યારે આપણે એની ટીકા પણ કરીએ છીએ કે તમારે એને નવરાત્રી જેવા નામ ન આપવા જોઈએ કે પછી આ છોકરા છોકરીઓને કઈ સેટિંગ કરવાનો તહેવાર નથી પણ હકીકત એ છેકે તમે જ્યારે કમર્શિયલ નવરાત્રીના કોઈપણ ગ્રાઉન્ડમાં જાવ છો ત્યારે તમે જે રીતે યંગ માણસોને યુવાનોને જુઓ છો એમનો ઉદ્દેશ્ય શું હોય છે ગરબામાં જવાનું? ગરબાની બે ત્રણ એડવર્ટાઇઝમેન્ટ પણ ખૂબ વાયરલ થઈ જેમાં ગરબાના પાસના સેટિંગની વાત થતી. પાસના સેટિંગથી માંડીને છોકરા છોકરીઓના સેટિંગ ખૂબ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે નેતાઓ જ્યારે આ પ્રકારના નિવેદન આપે ત્યારે આપણને એવું થાય કે શું એ વાસ્તવિકતાથી ભાગી રહ્યા છે. હર્ષભાઈ સંઘવીએ તો નિવેદન આ પ્રકારે નથી આપ્યા પણ આ વખતે એ મોર્ચો વલસાડના સાંસદ ધવલ પટેલે સંભાળ્યો. ધવલ પટેલ એમના વિસ્તારમાં જે પણકહેતા હોય

ને એમનો ઉદ્દેશ્ય જે પણ હોય પણ એ જ્યારે પાકિસ્તાનને વચ્ચે લાવીને વાત કરે છે ત્યારે ખૂબ બધા પ્રશ્નો છૂટી જાય છે સૌથી પહેલા ધવલ પટેલ જ્યારે ખેલૈયાઓને કહી રહ્યા હતા કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમજો ત્યારે એમણે શું કહી આખી વાત પહેલા એમની સાંભળીએ ગુજરાત સરકારમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે કે ભાઈ તમે ચાર પાંચ ની સવારે 6 વાગે ગરબા રમા છ વાગ્યામાં રમી શક સરકારે પૂરે પૂરી છૂટ આપી છે અને એટલું નહી આપણા જેટલા પણ દુકાનદારો છે પાણીપીણીવાળા છે એ પણ પૂરી રાત એમની દુકાન ચાલુ રાખી શકે છે અને તમને મહેમાનગી મારી શકે છે એ પ્રકારનું આયોજન કર્યું છે આપણા ગુજરાતના ગરબા ખેલા જેટલા વાગીને ગરબા રમાય એટલા વાગીને રમી શકે છે આ આપણું ગુજરાત છે ગુજરાત પાકિસ્તાન નથી આપણે ગરબા તો આપણે ગુજરાતમાં રમશું રમશું ને રમશું એમણે ગુજરાતના મુખ્યમંત્રીને ટાંકીને કહ્યું છે. મુખ્યમંત્રીએ જાહેરમાં ક્યાં એવી ઘોષણા કરી કે સવારે પાંચ વાગ્યા સુધી તમે ગરબા રમી શકો છો એ અમારા ધ્યાનમાં નથી આવ્યું. કદાચ સાંસદ ધવલ પટેલના એ ધ્યાનમાં આવ્યું હશે અમારા ધ્યાન બહાર રહ્યું હશે.અમારા ધ્યાનમાં નથી કે મુખ્યમંત્રી એ આવીને ક્યાંય આવી જાહેરાત કરી હોય. બીજું અમદાવાદ શહેરમાં અમદાવાદ સટીની જો વાત કરીએ

તો અમદાવાદ શહેરના પોલીસ કમિશનરની જેટલી સીમા લાગે છે એની અંદર નવરાત્રીના થોડા દિવસો પહેલા જે પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમને લાઉડસ્પીકર વગાડવાની કે પછી આ પ્રકારના આયોજનની પરવાનગી માત્ર રાત્રિના 12 વાગ્યા સુધી છે. એના પછી તમે લાઉડસ્પીકર વગર બીજા કોઈ ફોર્મમાં ગરબા રમી શકો છો અને એટલે જ મોટાભાગે અમદાવાદ શહેરમાં કે આ પ્રકારના શહેરોમાં રમાતા ગરબા શહેરની સીમાનીવિસ્તારની બહાર રિંગરોડની આજુબાજુના વિસ્તારોમાં જઈ રહ્યા છે જ્યાં શહેરની સીમા નથી લાગતી અને એટલે જ તમે મોડી રાત સુધી આયોજનો કરી શકો છો અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકે છે. આ બધી ઘટનાઓ આવે ત્યારે વિરોધાભાસ શું સામે આવે છે. પોલીસે એક એવા આરોપીને પકડ્યો કેટલાય દિવસની મહેનત પછી પકડ્યો 200 250 કિલોમીટર દૂર રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં છુપાઈને ત્યાં ફસ ત્યાં ફરતા આરોપી વિપુલ પરમારને પકડ્યો એ આરોપી જેણે અમદાવાદમાં પોતાનું બર્થડે સેલિબ્રેટ કરીને પાછા આવી રહેલા એક કપલને ટાર્ગેટ બનાવ્યું હતું એક છોકરો અનેએક છોકરી નર્મદા કેનાલ પાસે ઊભા હતા અને એણે પાછળથી આવીને એના પર હુમલો કર્યો અને એ 25 વર્ષના યુવાનને મારી નાખ્યો તમે કલ્પના કરો છો કે અમદાવાદ શહેરની સીમાની અંદર રાત રાત્રીના સવા વાગ્યાની આસપાસ એક સાયકો કિલર આ પ્રકારની હત્યાને અંજામ આપે છે. અને પછી કારણ શું સામે આવે છે તો કે એ તો એકદમ સાયકિક કેસ છે એણે આ પ્રકારની હત્યાઓને પહેલા પણ અંજામ આપ્યો છે આજથી ચાર વર્ષ પહેલા આ જ રીતે નર્મદા કેનાલ પર એક છોકરોને છોકરી એક્ટિવા પર ઊભા હતા એણે એના પર પણ હુમલો કર્યો હતો અને એમાં પણ એક છોકરો છે એ મરી ગયો હતો. એ કપલને ટાર્ગેટકરે છે ચાર વર્ષ પહેલા એ આ પ્રકારના ગુનાને અંજામ આપે છે એ જેલમાં હોય છે જેલમાંથી બહાર આવે છે 10 જેટલા ક્રાઈમને અંદાજ એ અંજામ આપી ચૂક્યો હોય છે અને છતાંય એ વ્યક્તિ જેલની બહાર છે અને જેલની બહાર આવ્યા પછી ફરીથી આવું કરે છે એ આપણી કાયદો અને વ્યવસ્થાની સૌથી મોટી તસ્વીર છે

બહુ મોટું ઉદાહરણ છે કે જેલમાં શું થાય છે અને જેલમાંથી આવ્યા પછી માણસ આરોપી હોય એ ડરી જાય છે કે એ પ્રકારના ગુનાઓને અંજામ આપે છે કાયદો અને વ્યવસ્થા એ ખૂબ ગંભીર બાબત છે પાકિસ્તાનને વચ્ચે લાવતા નેતાઓ પાસે એ જવાબ નથી કે આપણે તો પાકિસ્તાનસાથે ઓપરેશન સિંદૂર પછી ક્રિકેટ રમી રહ્યા છીએ અને એ ક્રિકેટમાં એમના ક્રિકેટર્સ કે જે ક્રિકેટ તો સારું નથી રમી શકતા પણ પોતે આતંકિસ્તાનના ખેલાડી છે એ સાબિત કરવા માટે અને ભારતને ચીડાવવા માટે વારંવાર પહેલા એરોપ્લેનના નિશાન બતાવે છે કે અમે તમારા ફાઈટર જેટ કેવી રીતે ક્રેશ કરી નાખ્યા હતા એ બતાવવાનો સાંકેતિક પ્રયોગ કરી રહ્યા છે આપણા ક્રિકેટર્સ જ્યારે એમની સાથે ક્રિકેટ ડિપ્લોમેસીના નામ પર અથવા ક્રિકેટ રમવું પડશે એના નામ પર કે ક્રિકેટ ભાઈચાર ની રમત છે કે પછી સ્પોર્ટ્સ એને કોઈ ધર્મ કે દેશ નથી હોતો સ્પોર્ટ્સમેનશિપ રાખવી જોઈએ અથવાકોઈપણ એવી વાહિયાત વાતના નામ પર તમે જ્યારે પાકિસ્તાન સાથે મેચ રમવા માટે મેદાનમાં ઉતરો છો ત્યારે તમે ગુજરાતમાં રહીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નાજુક બનતી જતી હોય શહેરો વધારે ગંભીર પરિસ્થિતિમાં જતા હોય

માણસો અનેક સાયકિક માનસિક બીમારીઓનો ભોગ બનતા હોય ને એના કારણે સામાન્ય માણસો એનો શિકાર બનતા હોય અમદાવાદના સીપીનું જાહેરનામું હોય કે 12 વાગ્યા પછી તમે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને ગરબા નહીં રમાડી શકો અને ત્યારે વલસાડના સાંસદ એવું કહે છે કે મુખ્યમંત્રીએ કહ્યું છે કે પાંચ વાગ્યા સુધી ગરબા રમો સોરી ધવલભાઈ મુખ્યમંત્રીએ તો આ નથી કહ્યુંઅમદાવાદના સીપીએ પણ ના પાડી છે અને એનાથી મોટી વાત એ છે કે ગરબા રમતા મોટાભાગે ક્યાંય કોઈને નહોતું ક્યારેય નથી રોકતું એટલે ગયા વર્ષે પણ ગુજરાત પાકિસ્તાનમાં નહોતું એના આગલા વર્ષે પણ ગુજરાત પાકિસ્તાનમાં નહોતું અને અમદાવાદમાં પાંચ વાગ્યા સુધી જો ગરબા નથી રમાયા તો અમદાવાદ પાકિસ્તાનમાં એનાથી નથી આવી જતું પણ હા એ વિસ્તારો છે કે જે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં માં જતા રહે છે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ત્યાં ન જળવાય. જ્યારે 25 વર્ષના છોકરાની લાશ ઘરે આવે છે ત્યારે એ માં તમને પૂછવા નથી આવવાની કે આ પાકિસ્તાન તો નહોતું જ્યાં એમનો છોકરો ઊભોહતો. એ છોકરીઓ કે જે જાય છે

અને પછી ગયા વર્ષે જે રીતે અને દરરોજ દર વખતે જે દરરોજ ઘટના સામે આવે છે. અમુક કલાક કે અમુક મિનિટોની અંદર આપણે જ્યારે એક બળાત્કારની ઘટના નોંધી રહ્યા છીએ. ત્યારે આ રાજ્ય કે આ રાજ્યનો એક પણ હિસ્સો પાકિસ્તાનમાં નથી અને તો પણ થઈ રહ્યું છે નવરાત્રીમાં કઈ વિશેષ થાય છે કે નવરાત્રીમાં અલગ થાય છે એવું નથી પણ નવરાત્રી એક તહેવાર છે તહેવારની શાલીનતા મર્યાદા અને આમનને આપણે ક્યારની એબં આપણે એને ભંગ કરી ચૂક્યા છીએ પહેલેથી જ એને નેવે પર મૂકી દીધું છે એમાં જુસ્સો અને પાનો ચડાવવા માટે નેતાઓ જ્યારેઆ પ્રકારના સ્ટેટમેન્ટ આપે ત્યારે નેતાઓની નાદાની હોય છે એક બે ત્રણ વર્ષ પછી નેતાઓમાં એટલી સમજણ આવી જાય છે કે એમને સમજાય છે કે એમના નિવેદનોથી દેશ નથી ચાલતો આ દેશ કે રાજ્ય એમના નિવેદનોથી કે પાકિસ્તાન જેવી વાતો કરવાથી કે પેલા જોશ ભરી દેવા માટે અપાતા સ્ટેટમેન્ટથી દેશ નથી ચાલતો.

દેશ અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી જે પોલીસ કર્મચારીઓના હાથમાં છે એમને જઈને પૂછો કે આ પ્રકારના સાયકો કિલર જ્યારે એ બહુ મહેનત કરીને એમને પકડે છે એ જેલની અંદર જાય છે અને કોઈને કોઈ લૂપ હોલના કારણે એ લોકો બચીને જ્યારે બહાર આવેઅને બીજી આવી ઘટનાઓને અંજામ આપીને જાય અને કોઈમાં આકરંદ અને વિલાપ સાથે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવે અને પોલીસ પોતાની નવરાત્રી પોતાની દિવાળી બાકીનું બધું બાજુ પર મૂકીને રાત દિવસ મહેનત કરીને પ્રયત્ન કરે અને શોધવામાં ત્યારે એમને ખબર પડે છે એવા માણસ સુધી દેશને રાજ્ય ચાલે ચાલી રહ્યું છે. નેતાઓની નિવેદનબાજીથી નથી ચાલતું રાજ્ય. નેતાઓની નિવેદનબાજીથી ગુજરાત કાલેય પાકિસ્તાનનો હતું અને 12:00 વાગ્યા પછી ગરબા નહીં

રમે તો ગુજરાત આજેય પાકિસ્તાન નથી થઈ જવાનું. દરેક રાજ્યની દરેક શહેરની બધાની અલગ અલગ મર્યાદાઓ છેઅલગ અલગ રીતે રમાતી અને આ બાકીની બધી વાતમાં વિવાદો બાકીના શહેરોથી પણ સામે આવી રહ્યા છે વડોદરા કલાનગરી સંસ્કૃતિની નગરી તરીકે ઓળખાય છે વડોદરામાં આજે પણ ગુજરાતના સર્વશ્રેષ્ઠ ગરબાઓમાંથી એક ત્યાં થતા હોય છે એકસાથે માતાજીને કેન્દ્રમાં રાખીને ભાતીગઢ સાંસ્કૃતિક પરંપરા વાળા ગરબા ઉપર એકસાથે હજારો માણસ જ્યારે ગરબે ઘૂમતા હોય છે ત્યારે ત્યાં જે દ્રશ્યો સર્જાય છે એ અલગ વાઈબ્રેશનસ પેદા કરે છે દરેક માણસોને આકર્ષે વિદેશીઓને પણ આકર્ષે એવી વડોદરાની નવરાત્રી છે પણ વડોદરાની નવરાત્રી અને એના ખૂબ જાણીતા આયોજકો પોતાની વ્યવસ્થા અનેવ્યવસ્થાપનના કારણે બદનામ થઈ રહ્યા છે યુનાઇટેડ વે ઓફ વડોદરાની ફરી એકવાર એ જ કહાની છે ખેલૈયાઓ કીચડમાં ગરબે રમી રહ્યા હતા ત્યાંથી જે દ્રશ્યો આવ્યા એ ખરેખર ચોંકાવનારા હતા જે લોકો ત્યાં ગયા છે કદાચ એ લોકો સાચી

અને જે એક્ઝેટ પરિસ્થિતિ છે એનો ચિતાર આપી શકે પણ જે વીડિયોમાં સામે આવ્યું એ તો બહુ જ બહુ દયનીય પરિસ્થિતિ છે કે કીચડની ની વચ્ચે એટલા મોંઘા ચણિયા ચોડી આભલા પહેરીને ગયા હોય અને પછી એ આખા મરગ દોડાતા હોય એવી સ્થિતિમાં એ લોકો રમી રહ્યા છે. યુવાનો જ્યારે સંચાલક સાથે અને ગાયક અતુલ પુરોહિત દાદા સાથે વાત કરીરહ્યા હતા ત્યારે એમણે એમને ચીમકી આપતા કહ્યું કે અમે નેપાળવાળી કરીશું. એટલે સોશિયલ મીડિયા માટે કે ગરબાની અવ્યવસ્થા માટે નેપાળ વાળી કરવાની ધમકી આપતા યુવાનો કાશ એમનો આટલો જ આક્રોશ રસ્તા પર પડેલા ખાડા માટે હોત. કાશ એમનો આટલો જ આક્રોશ પોલીસની એ વ્યવસ્થાઓ માટે હોત કે જે રોફ રોફ કરવા માટે સામાન્ય માણસોને છેતરવા માટે ને તોડ કરવા માટે પ્રયોગ કરે છે કાશ એમનો આટલો જ આક્રોશી નેતાઓની સામે હોત જે પાંચ પાંચ વર્ષ પછી પણ એ હિસાબ નથી

આપી શકતા કે એમની સંપત્તિમાં સતત અધા વધારો થતો જાય છે સામાન્ય માણસો ત્યાંના ત્યાંકેમ રહી જાય છે કાશ એમનો આક્રોશ મોંઘવારી સામે હોત કાશ એમનો આક્રોશ ભ્રષ્ટાચાર સામે હોત જોકે એમના પર સીધી અસર ગરબાના પાસની અને એના કારણે થયેલી અણગઢ વ્યવસ્થાથી એટલે એટલે એટલીસ્ટ એક જગ્યાએ તો એ પોતાના અધિકાર માટે જાગૃત છે એ વાતનો સંતોષ છે યુનાઇટેડ વે ઓફ વડોદરાથી આવેલા પીડિયોસ પર કરીએ નજર અને અપેક્ષા રાખીએ કે આ જ્યારે ચાલતું હશે ત્યારે જે લોકો બીજા નોરતામાં ત્યાં ગયા હશે એમને સારી સુવિધાઓ મળી હશે કેમ કે 5000 ની આજુબાજુ પાસનો ભાવ છે

એટલા રૂપિયા ભર્યા પછી એ એટલીસ્ટ સારા ગ્રાઉન્ડની અપેક્ષા તો રાખી શકે છે. હાયહાય હાય હાય હાય હાય હાય હાય કામ કરો મારા પર કીચડ મારો જેટલો મારવો હોય એટલો મારો તમે મને બોલવા જ નહી દયો તો હું શું બોલીશ આવતી કાલે [પ્રશંસા] ે [સંગીત] યુનાઇટેડ વે ઓફ બરોડાના આજના આપણા ગ્રાઉન્ડ ઉપર આપણે એકત્રિત થયા છે માતાજીની આરાધના કરવા માટે યુનાઇટેડ વે વર્ષો વર્ષથી આ ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આપ સર્વે જાણો છો કે જ્યારે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યવસ્થિત પણે બધી વ્યવસ્થા કરવામાં આવે છે છતા બી આ વર્ષે વરસાદનું જે વિઝન આવ્યું અને એના લીધે અઢી મહિના ઉપરથી આખી ટીમ જે મહેનત કરી રહી હતી એ છેલ્લા ત્રણદિવસમાં જે વરસાદ પડ્યો

એની અંદર માત્ર યુનાઇટેડ વેનો ગ્રાઉન્ડ નહીં પણ વડોદરાના દરેક ગ્રાઉન્ડ પર આ તકલીફ સર્જાયેલી છે [પ્રશંસા] ભૂતકાળમાં જ્યારે બી કોક પાવર પ્રોબ્લેમ આવ્યા છે ત્યારે યુનાઇટેડ વે કમિટેડ રહ્યું છે અને એ પ્રોબ્લેમને દૂર કરવા હમેશ પ્રયત્નો કર્યા છે અને આપ સર્વએ અમને સાથ આપ્યો છે માતાજીના ગરબા માટે દરેક જણ પોઝિટિવ રીતે પ્રયત્ન કરી રહ્યું છે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે કાલે વરસાદ નહીં પડે તો અમે રિવરદાસ આ મહેનત કરી અને આ ગ્રાઉન્ડ વ્યવસ્થિત થઈ જાય એ બધા જ પ્રયત્નો કરીશું એની હું ખાતરી આપું છું હા વરસાદ પડેકોઈબી વસ્તુનો પ્રોબ્લેમ અને નિવારણ હોય છે અને અમે નિવારણ લાઈશું તમારો સાથ સહકાર એમાં જોઈશે આજે આ આટલી મોટી સંધા માં આટલી મોટી સંખ્યામાં અહિયા ગરબા કરવા આયા છે એ જ બતાવે છે

કે આપ સર્વે અમારી જોડે છો હવે અમને થોડો એક 24 કલાકનો સાથ આપો અને અમે આ ગ્રાઉન્ડને ચોક્કસપણે સરખું કરીશું છતાં બી તમને આવતી કાલના ગ્રાઉન્ડની કન્ડિશન પર શંકા રહી હોય આવતી કાલે તો તમે જે નિર્ણય આપશો એ અમે કરીશું ધેટ ઇઝ વેરી ક્લિયર આજે અમે અત્યારે ે તમને ખાતરી આપીએ છે કે વરસાદ નહીં પડે તો આવતી કાલે આ ગ્રાઉન્ડની પરિસ્થિતિ ખૂબ સુંદર હશે ભૂતકાળમાં બી અમેઆ પ્રયત્નો કરેલા છે અને કરીશું અમે ભૂતકાળમાં બી ખોટા વચનો નથી આપ્યા સાચા જ વચન આપીશું એનાલિસીિસમાં અત્યારે બસ આટલું જ જે નેતાઓ વારંવાર પાકિસ્તાનને વચ્ચે લઈ આવે છે અને પછી એ જ લોકો પાકિસ્તાન સાથે મેચ પણ કરાવે છે એ લોકોને પણ માતાજી થોડી સદબુદ્ધિ આપે એવી અપેક્ષા સાથે નમસ્કાર ૐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *