માતાપિતા છે તે પણ આ દેશમાં જાણે ગરીબ બનવું અને ગરીબ તરીકે જન્મવું એ ગુનો હોય તેવી સ્થિતિ છે દિવાળીનો તહેવાર આપણે ઉજવી રહ્યા હતા ત્યારે વડોદરામાં એક એવી કરુણ ઘટના ઘટે છે અને વડોદરામાં સલમાન ખાન વાળી થાય છે નશામાં ધૂત એક માલેતુજા નો દીકરો પોતાની કાર લઈને બેફામ ઝડપે દોડે છે ફૂટપાથ પર રહેતા એક પરિવાર ઉપર કાર ચઢાવે છે જેમાં ચાર વર્ષના એક બાળકનું મોત નીભજ્યું છે આ કરુણ ઘટના છે દિવાળીનો તહેવાર છે પણ મને લાગે છે
કે આ સમાચાર તમારે જાણવા જરૂરી છે માટે તેની વાત કરું છું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણરે નમસ્કાર નવજીવન ન્યુઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તમારી પાસે સંપત્તિ આવે ત્યારે વધારે નમ્ર થવાની જરૂર છે તમારી પાસે આલીશાન કાર હોય ત્યારે ચિંતા કરવાની જરૂર છે કે રસ્તે ચાલનારો માણસ કે સ્કૂટર ઉપર જનારો માણસ આખરે માણસ છે અને તેની જિંદગીની પણ કોઈ કિંમત હોય છે પણ જ્યારે સંપત્તિ આવે ને આલીશાન કાર આવે ત્યારે આ પ્રમાણભાંધ રાખવું બહુ મુશ્કેલ હોય છે
અને વડોદરાનો જ નિતિન જા નામનો એક યુવાન જેને વડોદરાની અંદર કાપડનો ભવ્ય શોરૂમ છે લખલૂટ પૈસા છે દિવાળીના તહેવાર દરમિયાન તે દિવાળી જુદી રીતે ઉજવી શક્યોહોત પરંતુ તેણે પોતાના મિત્રો સાથે દારૂનો નશો કર્યો અને કાર માટે દારૂ લઈને વડોદરાના રસ્તા ઉપર બેફામ દોડી રહ્યો હતો ત્યારે વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા અવધૂત રેલવે ફાટક પાસે તે બેલેન્સ ગુમાવે છે અને ફૂટપાથ પર વર્ષોથી રહી રહેલા એક પરિવાર ઉપર તેની કાર ચડે છે ચાર વર્ષના બાળકનું માથું કચડાઈ જાય છે બાળકનું ત્યાં જ મોત થાય છે આ બાળકના માતાપિતા અને બાળકની ગર્ભવતી ફોઈ ગંભીર રીતે ઘાયલ થાય છે અને પછી તે ત્યાંથી ભાગે છે આ દ્રશ્ય હૃદય દ્રાવક હતું આ દ્રશ્ય ગુસ્સો અપાવનારું હતું જ્યારે નિતિન જ્યાં ભાગે છે ત્યારે લોકો તેનો પીછો કરે છે અનેવડોદરાના અક્ષર ચોક પાસે આ કારને અટકાવવામાં ટોળું સફળ થાય છે. પછી નિતિન જાની જાહેરમાં ધોલાઈ થાય છે. તેની કાર તોડી નાખવામાં આવે છે તેને લોકો બેફામ મારે છે. આ ઘટનાની જાણ થતા વડોદરા પોલીસ અને વડોદરા પોલીસના સનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચે છે
. નિતિન જાની ધરપકડ કરવામાં આવી. પણ અફસોસ એ વાતનો કે તેની ધરપકડ પછી કે તેની કાર તોડી નાખ્યા પછી કે તેને માર માર્યા પછી પેલું ચાર વર્ષનું બાળક પાછું નથી આવવાનું આ માતા પિતાએ પોતાનું સંતાન ગુમાવ્યું છે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે જેમને વડોદરાની સર સયાજીરાવ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવીરહી છે તમારી પાસે કાર છે તમે તમારા દીકરા કે દીકરીને કાર આપી છે તો એટલી સમજ પણ આપજો કે દરેક માણસ ના જિંદગીની કિંમત છે જ્યારે તમે કાર ચલાવી રહ્યા હો ત્યારે રસ્તા ઉપરનો માણસ બહુ મૂલ્યવાન હોય છે
તેની કદર કરવી જોઈએ તેની જિંદગી મહત્વની છે આટલી સમજ તમારા સંતાનોને જરૂર આપજો અને તમે પણ યાદ રાખજો કે નશો કરી વાહન ચલાવતા નહી કારણ કે કોઈની જિંદગી તો જોખમમાં મુકાશે તમે પણ મુશ્કેલીમાં મુકાશો આ મામલે વડોદરાના રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે આ અગાઉ રક્ષિત નામના એક યુવાને આ જ રીતે વડોદરામાં બેફામ કાર ચલાવી સામાન્યમાણસોને કચડી નાખ્યા હતા હજી તેનો કેસની કાર્યવાહી શરૂ થઈ નથી ત્યાં વડોદરામાં આ બીજી ઘટના છે આ કરુણ ઘટના છે દિવાળીનો તહેવાર છે પણ છતાં તમને
હું આ ઘટના અને તેના દ્રશ્યો એટલા માટે બતાડું છું કે આ પ્રકારની ઘટના ફરી ઘટે નહીં તે માટે તમારે મારે અને આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે આ પ્રકાર પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યુઝ જોતા રહો આ સ્ટોરીને લાઈક કરો એવું હું તમને નહીં કહું કારણ કે આ લાઈક કરવા જેવી સ્ટોરી નથી પણ અમને સબસ્ક્રાઇબ જરૂર કરજો અત્યારે મને મારા સાથી જયંત દાફળાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે હેએ એ