ઉર્વશી રૌતેલા વિશે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ઉર્વશીના 70 લાખના દાગીના ચોરાઈ ગયા છે. આ બોલિવૂડમાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે. ઉર્વશીનો સુટકેસ ચોરાઈ ગયો છે જેમાં તેના હીરા અને સોનાના દાગીના રાખવામાં આવ્યા હતા. ઉર્વશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.તાજેતરમાં ઉર્વશી વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ જોવા લંડન ગઈ હતી. તે અમીરાત એરલાઇન્સ દ્વારા મુંબઈથી લંડન જઈ રહી હતી. ગેટવિક એરપોર્ટ પર પહોંચતા જ તે પોતાનો સામાન લેવા માટે બેગેજ બેલ્ટ તરફ દોડી ગઈ. પણ તેની બેગ ત્યાં નહોતી.
તેણે 1 કલાક સુધી તેની બેગ શોધી.એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો પણ બેગ મળી નહીં. ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર બેગેજ ટ્રેક, પ્લેન ટિકિટ અને બેગનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, પ્લેટિનમ એમિરેટ્સ પર્સન અને ગ્લોબલ આર્ટિસ્ટ તરીકે, મને જણાવતા દુઃખ થાય છે કે લંડન ગેટવે એરપોર્ટ પર બેગેજ બેલ્ટમાંથી અમારો ક્રિશ્ચિયન ડાયોર બ્રાઉન બેગેજ ચોરાઈ ગયો. આ ફક્ત બેકિંગનો મામલો નથી પણ મુસાફરોની સલામતીનો પણ મોટો મુદ્દો છે.
સુરક્ષા પણ એક મોટો મુદ્દો છે. આ બોલિવૂડ અભિનેત્રી સાથે થયેલી અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે. ઉર્વશીએ દાવો કર્યો છે કે તેણે ફ્લાઇટ કંપની એમિરેટ્સ અને ગેટવે એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેને મદદ કરવામાં આવી ન હતી. ત્યારબાદ તેણીને સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ કરવાની ફરજ પડી હતી અને પછી મદદ માંગી હતી.
હવે ઘણા ચાહકો અને સેલિબ્રિટી ઉર્વશીના સમર્થનમાં આવ્યા છે અને એરપોર્ટ ઓથોરિટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ 2023 માં પણ ઉર્વશી રૌતેલા સાથે ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારબાદ તે અમદાવાદમાં ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા ગઈ હતી અને ત્યાં તેનો 24 કેરેટ સોનાનો આઇફોન ખોવાઈ ગયો હતો.