નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ. હવે એક બે દિવસ સુધી એટલે આજનો દિવસ અને કાલનો દિવસ એવી રીતના વરસાદ પડવાની સંભાવના છે. એના પછી ફરી એકવાર ગરમી અને ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ પણ આવી જશે. પહેલા 31 તારીખ આજે છે અને આજના દિવસમાં ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે એના પર નજર કરીએ. પિંડીના માધ્યમથી જોઈએ તો બપોર સુધી ક્યાંય જ વરસાદ નથી દેખાઈ રહ્યો. સાંજ પડતાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે
જે સિસ્ટમ હતી એ સિસ્ટમ ઘણી આગળ વધી ગઈ છે અને એટલે જ સામાન્યથી મધ્યમ છૂટો છવાયા વરસાદ પડી શકે તેવી સંભાવના છે જે ટ્રફ હતો એ ટ્રફ રાજસ્થાન તરફ આગળ વધ્યો અને એના કારણે જ તમે જુઓ કે આજે સાંજે પણ ક્યાંય વરસાદ નથી દેખાડતા સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ બતાવી રહ્યા છે પહેલી તારીખે સ્થિતિ ફરીથી નોર્મલ થઈ જશે એટલે પહેલી તારીખે તમે જુઓ કે ગુજરાતના કોઈ જ વિસ્તારમાં તમને વરસાદ નહી દેખાય એટલે ત્યારે ગરમીની ફરી એકવાર શરૂઆત થશે
પહેલી બીજી તારીખે ગરમી પડશે અને તાપમાન અચાનકથી ઉપર આવે એટલે અત્યારે જે તાપમાન છે આજે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હશે કારણ કે એ ભેજવાળા વાદળો એક ટ્રફ પસાર થાય એના પછી જે વાદળો હોય એ વાદળછાયું વાતાવરણ તમને આજે અનુભવ થશે ઠંડક થોડી લાગશે બીજી તારીખ પછી તમે જુઓ કે એક મજબૂત સિસ્ટમ આ તરફ આવી રહી છે આજે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર બીજી તારીખે આખા કચ્છમાં થવાની છે દરિયાકાંઠાના વિસ્તારમાં થવાની છે. ઉત્તર ગુજરાતમાં થવાની છે અને એટલે જે સિસ્ટમની અસર ભયાનક રહેવાની છે ત્યારે અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છેત્રણ તારીખે તો તમે જુઓ વેળાવડની આસપાસ અને જામનગરથી આ બાજુ દેવભૂમિ દ્વારકાવાળો જે પટ્ટો છે ત્યાં અતિભારે વરસાદ દેખાડી રહ્યા છે. સિસ્ટમ વધારે મજબૂત છે એટલે ભારે પવન સાથે વરસાદ પડશે આજો રેડ કલર છે
એટલે અતિભારે વરસાદ સૂચવે છે અને ત્રણ તારીખે જૂનાગઢ વેરાવડવાળા પટ્ટામાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે સાથે જ મૂડીમાં વરસાદ પડશે સુરેન્દ્રનગરમાં વરસાદ પડશે જામનગરમાં વરસાદ પડવાની સંભાવના છે કચ્છમાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે એટલે ત્રીજી તારીખે ખૂબ વધારે વરસાદ પડે તેવું અત્યારે દેખાડી રહ્યા છે ત્રીજી તારીખે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જશે જશે તીવ્રતા ઓછી થઈ જશે અને ચોથી તારીખથી ફરીથી જે વાતાવરણ છે એ રાબેતા મુજબ જેમ હતું એટલે ગરમી ઠંડી ગરમી ઠંડી જેવું લાગશે અત્યારે તો સામાન્ય મધ્યમ છૂટો સવા વરસાદ ચોથી તારીખે પડતો રહેશે કારણ કે આપણે જેમ વાત કરી એમ કે એકવાર સિસ્ટમ આમ પસાર થઈ જાય એના પછી જે ભેજવાળા વાદળો રહી જતા હોય એ ભેજવાળા વાદળોને કારણે અસર થતી હોય અને વધારે વરસાદ પણ ઘણીવાર પડતો હોય છે એટલે ભેજવાળા વાદળોને અસરને કારણે ચોથી તારીખે સામાન્ય મધ્યમ વરસાદ પડશે પાંચમી તારીખથી એ સિસ્ટમની ની કોઈ અસર નહી દેખાય સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જશે.
બંગાળની ઘાડી અને અરબી સમુદ્ર બંને અત્યારે એક્ટિવ છે બંને જગ્યાએ અલગ અલગ સિસ્ટમ બની રહી છે ઈરાનમાં ચાલતું યુદ્ધ એને ત્યાં બનતી અલગ અલગ સિસ્ટમો અને ધીરે ધીરે જ્યારે પાકિસ્તાન તરફ થઈ અને આગળ વધે છે ત્યારે એની અસર કચ્છ અને ઉત્તર ગુજરાત પર વધારે પડતી હોય છે અને અત્યારે પણ એ સ્થિતિ છે એપ્રિલ મહિનાની આ શરૂઆતમાં વરસાદ પડશે એના પછી એપ્રિલ એન્ડિંગમાં પણ એક સિસ્ટમ આવે એવી સંભાવના દેખાઈ રહી છે એટલે એપ્રિલ મહિનામાં બે અલગ અલગ માવઠાના રાઉન્ડ પડશે વચ્ચે ગરમી પણ પડશે મે મહિનામાં પણ માવઠું પડવાની સંભાવના હવામાન વિભાગ હવામાન નિશાન જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો