રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની આગાહી છે એટલે કે વર્ષ 2025 ની વિદાય પણ માવઠાના વરસાદ સાથે થશે અને વર્ષ 2026 ની શરૂઆત છે એ પણ માવઠાના વરસાદ સાથે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અત્યારે આપણે ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેકડબલયુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટન્સ પસાર થઈ રહ્યા છે જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે અને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાઈ તેવી પૂરી શક્યતાઓ છે જેને કારણે તારીખ 30 ડિસેમ્બર2025 થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે
અને 31 ડિસેમ્બર 2025 અને પેલી જાન્યુઆરી 2026 એમ બે દિવસ સુધી રાજ્યની અંદર છૂટા છવાયા વરસાદની ઝાપટા પડે તેવું એક અનુમાન છે જે વરસાદની શક્યતાઓ છે એ વધુ પડતા કચ્છના તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાના વરસાદના ના ઝાપટા પડી શકે છે જોકે આ માવઠાના વરસાદ છે એ સાર્વત્રિક નહી હોય ક્ષીમિત વિસ્તારોમાં હશે છૂટાછવાયા વિસ્તારમાં હશે અને વરસાદની તીવ્રતા છે એ પણ સામાન્ય હશે પણસૌરાષ્ટ્રના લગભગ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર જેવા તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે દરિયાકાંઠાની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે
એમાં પણ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ કોઈ કોઈ જગ્યાએ સામાન્ય ચાપટાઓ પડશે નહીંતર દક્ષિણ ગુજરાતની અંદર મોટાભાગે વાતાવરણની અંદર પલટો જોવા મળશે. વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. કચ્છની અંદર પણ મોટાભાગે લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને અનેક વિસ્તારોની અંદર છૂટા છવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે કચ્છનીઅંદર વાગળ વિસ્તાર હોય પાથળ હોય ખડીર હોય કે બંને વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે માવઠાના ઝાપટાની તીવ્રતા છે એ કચ્છ જિલ્લાની અંદર થોડીક વધારે રહી શકે છે.
ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને વાવથરા જિલ્લા જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય છૂટા છવાયા ઝાપટાઓ છે નોંધાઈ શકે છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 30 તારીખથી જે હવામાનમાં પલટો આવી જશે. 30 તારીખે ઘાટા વાદળ થવાનું ચાલુ થઈ જશે. 31 ડિસેમ્બર 2025 ના રોજ માવઠાના ઝાપટા પડે અને એવી જ રીતે પેલી જાન્યુઆરી2026 ના રોજ પણ છૂટા છવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે અનેક જગ્યાએ માવઠાના વરસાદ પણ થશે અને બે તારીખથી ધીમે ધીમે ફરીથી આપણું હવામાન છે એ રાબેતા મુજબ થતું જોવા મળશે
ખાસ કરીને આ માવઠાના વરસાદ પડી જાય ઝાપટાઓ પડી જાય ત્યાર પછી બે ત્રણ તારીખથી ધીમે ધીમે ઠંડીની શરૂઆત છે એ પણ થશે અને એક પ્રકારે કોલ્ડ વેવનો રાઉન્ડ આવે અને તીવ્ર ઠંડીની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ અત્યારે આપણે જે પ્રમાણે હવામાનમાં પલટો આવવાનો જે છે એની શક્યતાખૂબ વધી રહી છે અને ક્લાઈમેટ ચેન્જ અને ખોરવાતું જતું જે વેધર છે આપણું એને કારણે વારંવાર માવઠા થઈ રહ્યા છે ઠંડીની જગ્યાએ આપણે ખૂબ ઠંડી નથી જોવા મળતી એમાં પણ વધુ એક માવઠું આવી રહ્યું છે એટલે દરેક ખેડૂત ભાઈઓએ આ માવઠાના વરસાદ પડવાના છે જેની નોંધ લેવાની છે