Cli

યુએઈ પર હુમલાઓને લઇને તેના રક્ષા મંત્રાલય દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું?

Uncategorized

ઈરાન દ્વારા યુદ્ધના છઠ્ઠા દિવસે ફરી યુએઈ પર હુમલો કરવામાં આવ્યો છે બીજી તરફ યુએઈના રક્ષા મંત્રાલય દ્વારા ખૂબ મોટું નિવેદન ઈરાનના હુમલાઓને લઈને આપવામાં આવ્યું છે ઈરાન દ્વારા તેના ઉત્તરે આવેલા આઝાબેજન નામના દેશમાં પણ આજે હુમલો કરવામાં આવ્યો છે જેમાં ઈરાન દ્વારા આરાસટુ નામના નવા પ્રકારના સસ્તા ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઈરાનનું યુદ્ધપોત આઈઆરઆઈએસ ડેના કે જે શ્રીલંકાના ટટ્ટ પાસે ડૂબી ગયું છે તેને લઈને ઇન્ડિયન નેવીનું હવે મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે. નમસ્કાર જમાવટ સાથે હું છું પાલ ઈરાનનું આઈઆરઆઈએસ ડેના યુદ્ધપોત કે જે અમેરિકાની પરમાણુ સબમરીન દ્વારા શ્રીલંકાના ટટ્ટ પાસે ટોરપીડો મારીને ડૂબાડી દેવામાં આવ્યું હતું તેને લઈને ભારતીય નેવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ભારતીય નેવી દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે ઈરાનના યુદ્ધપોત આઈઆરઆઈએસ ડેના પર હુમલો થયો

તે પછી સંકટના સિગ્નલ મળવા પર સચ એન્ડ રેસ્ક્યુ અભિયાન તરત જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આઈઆરઆઈએસ ડેના શ્રીલંકાના ગેલે શહેરથી લગભગ 20 નોટિકલ માઈલના અંતર પર દરિયામાં હતું. આ પછી ભારતીય નવકા સેના દ્વારા તરત જ લોંગ રેન્જ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ આઈએનએસ તારંગીની નામનું જહાજ બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યું હતું અને આ ઉપરાંત કોચીથી આઈએનએસ ઈક્ષક પણ આ ખોજ અભિયાનમાં શામિલ થયું હતું. હાલમાં તો ભારતીય અને શ્રીલંકન એજન્સીઓ હાલ શોધ અભિયાન તેમનું ચાલુ જ છે આમ ઈરાનના યુદ્ધપોત આઈઆરઆઈએસ ડેનાને લઈને મહત્વનું નિવેદન ભારતીય નેવીનું સામે આવ્યું છે

તો બીજી તરફ ઈરાન દ્વારા આજે ફરી યુએઈ પર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે યુએઈ દ્વારા ઈરાનના હુમલાઓને લઈને એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુએઈના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઈરાન સાથે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી યુએઈ તરફ 196 બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. જેમાંથી 181 જેટલી નષ્ટ થઈ ગઈ છે અને 13 સમુદ્રમાં પડી છે. જ્યારે દેશની અંદર બે પડી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1072 જેટલા ઈરાનના ડ્રોનમાંથી 1001 ને ઇન્ટરસેપ્ટ કરી લેવામાં આવ્યા છે અને આ ઉપરાંત માત્ર 71 ડ્રોન જ દેશની અંદર પડ્યા હતા. ઈરાનની આઠ ક્રુઝ મિસાઈલોને પણ નષ્ટ કરી દેવામાં આવી છે ઈરાનના હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 94 લોકો ઘાયલ થયા છે. તો આજે ઈરાન દ્વારા તેના ઉત્તરે આવેલા આઝાર બેજાન નામના દેશમાં હુમલો કરવામાં આવ્યો છે જેમાં તેણે આરાશ બે પ્રકારના નવા જે પ્રકારના સસ્તા ડ્રોન્સ છે

તેનો ઉપયોગ કર્યો હતો. આપણે જણાવી દઈએ કે આઝાબેજા અને ઈરાનની ઉત્તરે આવેલો એક શિયા દેશ છે તેમ છતાં ઈરાન ઈરાન અને આઝાબેજાનને નથી બન્યું વાત કરીએ ઇઝરાઇલ અને યુએસએની તો ઇઝરાયલ અને યુએસએ દ્વારા સતત ઈરાનમાં વિવિધ શહેરોમાં હવાઈ હુમલાઓ ચાલુ જ છે પરંતુ તેમ છતાં ઈરાનની જે બેલેસ્ટિક મિસાઈલ છોડવાની ક્ષમતા છે અને ડ્રોન્સ છોડવાની ક્ષમતા છે તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો હજુ પણ નોંધાયો નથી માટે હવે જોવાનું એ રહે છે કે આગામી 24 થી 48 કલાકમાં યુદ્ધ કયો પછી નવો વરણાંક લેશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *