અત્યારે સોસીયલ મીડિયામાં એકજ વીડિઓ જોવા મળી રહ્યો છે જેમાં એક યુવતી કહી રહી છેકે સાહેબ અમારી માંગો પુરી કરો જો અમારી માંગો પુરી ન થાય તો એક દિવસ માટે અમને કલેક્ટર બનાવી દયો અમે બધાની માંગો પુરી કરીશું અમે કઈ ભીખ નથી માંગતા આ વિડિઓ રાતો રાત સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
આ વિડિઓ મધ્યપ્રદેશના ઝાબુઆનો છે ત્યાં નિર્મલા ચૌહાણ નામની યુવતી વિડીઓમાં બોલી રહી હતી તેના બાદ એક ફરીથી વિડિઓ વાઇરલ થયો હતો જેમાં નિર્મલાને બે દિવસની કલેક્ટર બનાવવાઈ તેવી વાત ચાલી રહી હતી જેમાં બધાએ નિર્મલાએ અભિનંદન પણ પાઠવ્યા હતા આ સાચું કે ખોટું તેના પર ખુદ કલેક્ટર ચોખવટ કરી છે.
સોસીયલ મીડિયાના આ દાવા પર ઝાબુઆના સોમેશ મિશ્રાએ જણાવ્યું હતું અત્યારે એમને આવી કોઈ જાણકારી નથી સોમેશ મિશ્રાએ ચોખવટ કરી છેકે નિર્મલાને બે દિવસ માટે કલેક્ટર નથી બનાવી આ માત્ર એક અફવા છે કલેક્ટરનું કહેવું છે તેઓ શુક્રવારે નિર્મલાને મળશે તેના બાદ કોઈ ઓર્ડર આવશે તો તેના વિશે ચર્ચા કરવામાં આવશે.