Cli

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે તુર્કીની એન્ટ્રી!

Uncategorized

મિડલ ઈસ્ટ અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું છે. અમેરિકા-ઈરાન યુદ્ધે તણાવને ચરમસીમાએ પહોંચાડી દીધો છે. એક તરફ અમેરિકા અને ઈઝરાયેલ મળીને ઈરાનને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન ખાડી દેશોમાં અમેરિકી બેઝને નિશાન બનાવીને પોતાની તાકાત બતાવી રહ્યું છે. પરંતુ આ ભીષણ જંગની વચ્ચે હવે તુર્કીની એન્ટ્રી થઈ છે. શું તુર્કી આ મહાવિનાશને રોકી શકશે કે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધશે? જ્યારે આખી દુનિયા આ યુદ્ધ ખતમ કરવાની અપીલ કરી રહી છે ત્યારે તુર્કીએ કમાન સંભાળી છે. તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાન રવિવારે ઈરાન, ઇજિપ્ત અને અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે ફોન પર લાંબી વાતચીત કરી હતી. ફિદાન દ્વારા યુરોપિયન યુનિયનના વિદેશ નીતિ પ્રમુખ કાજા કલ્લાશ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તુર્કીની કોશિશ છે કે ગમે તેમ કરીને આ આગને ફેલાતી રોકવામાં આવે. પરંતુ સવાલ એ જ છે કે શું ઈરાન અને ઈઝરાયેલ સમાધાન માટે તૈયાર થશે?આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એ વિસ્તારની મુલાકાત લીધી જ્યાં ઈરાની મિસાઈલોએ તબાહી મચાવી હતી. આજે શહેરના કાટમાળ વચ્ચે ઉભા રહીને નેતન્યાહુએ દુનિયાને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, “દિયાગો, ગાર્સિયા અને ઇઝરાયેલ પર થયેલા હુમલાઓથી સ્પષ્ટ છે કે ઈરાનની મિસાઇલો હવે યુરોપ સુધી માર કરી શકે છે. જો પુરાવા જોઈએ કે ઈરાન આખી દુનિયા માટે ખતરો છે, તો છેલ્લા 48 કલાક પૂરતા છે. ઈરાન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે અને તે તેને સામૂહિક નરસંહારના હથિયાર તરીકે વાપરી રહ્યું છે.” ઈરાનનો સૌથી ઘાતક પ્રહાર દક્ષિણ ઈઝરાયેલના ડિમોના અને અરાદ શહેરો પર થયો. આ હુમલામાં 180 થી વધુ લોકો જખમી થયા છે, જેમાં બે માસૂમ બાળકો પણ સામેલ છે.

ઈરાનનો અસલી મકસદ ડિમોના પાસે સ્થિત શિમોન પેરેઝ પરમાણુ અનુસંધાન કેન્દ્રને તબાહ કરવાનો હતો. હેરાનીની વાત એ છે કે ઈઝરાયેલની અત્યાધુનિક વાયુ રક્ષા પ્રણાલી એટલે કે એર ડિફેન્સ સિસ્ટમ ઓછામાં ઓછી બે બેલેસ્ટિક મિસાઈલોને રોકવામાં નિષ્ફળ રહી. હવે આ નિષ્ફળતાની પણ ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે. ઈરાને આ હુમલાને પ્રતિશોધનું નામ આપ્યું છે. તેહરાનનું કહેવું છે કે આ કાર્યવાહી ઈઝરાયેલ દ્વારા ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર કરવામાં આવેલા હુમલાનો બદલો છે. એટલે કે હવે જંગ પરમાણુ કેન્દ્રો સુધી પહોંચી ગઈ છે જે આખી દુનિયા માટે ખતરાની ઘંટડી છે.શું ઈરાને ફરી એકવાર ઈઝરાયેલના એ આકાશમાં ગાબડું પાડી દીધું છે જેને દુનિયાનું સૌથી સુરક્ષિત કવચ માનવામાં આવતું હતું? એક એવો સાયલન્ટ કિલર જેણે ઈઝરાયેલના હાઈટેક રડારને ચકમો આપ્યો અને સીધો દેશના સૌથી વ્યસ્ત બેનગુરિયન એરપોર્ટના હૃદયમાં જઈને અથડાયો. આજે આપણે વાત કરી રહ્યા છીએ ઈરાનના એ નવા હથિયારની જેણે હવાઈ યુદ્ધની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. તેનું નામ છે

અરાશ-ટુ (Arash-2). યુદ્ધના ચોથા અઠવાડિયામાં પ્રવેશતા જ ઈરાનના IRGCએ એક મોટો ધડાકો કર્યો. તેમણે દાવો કર્યો છે કે તેમના આત્મઘાતી ડ્રોનોએ સફળતાપૂર્વક ઈઝરાયેલના વ્યૂહાત્મક ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. અરાશ-ટુ એ માત્ર ડ્રોન નથી પણ એક ઉડતો બોમ્બ છે. તેના જૂના મોડલો કરતા ક્યાંય વધુ આધુનિક અને ઘાતક. આ ડ્રોન 2000 કિમી દૂર સુધી માર કરી શકે છે. ઈરાનની સરહદથી હજારો માઈલ દૂર ઊંડા જખમ આપવામાં સક્ષમ છે. તે પોતાની સાથે 150 કિલોગ્રામનો વિનાશક વોર હેડ લઈને ચાલે છે. કોઈપણ સૈન્ય ઠેકાણા કે રડાર સિસ્ટમને કાટમાળમાં બદલવા સક્ષમ છે. તેનું રડાર ક્રોસ સેક્શન એટલું નાનું છે કે આયર્ન ડોમ અને અન્ય ડિફેન્સ સિસ્ટમની ગેપ વચ્ચેથી તે આસાનીથી નીકળી જાય છે. નિશાન બન્યું બેનગુરિયન એરપોર્ટ. આ માત્ર મુસાફરો માટેનું હવાઈ મથક નથી પણ ઈઝરાયેલી સેનાના વિમાનોની જાળવણી અને ઈંધણ ભરવાનું મુખ્ય કેન્દ્ર પણ છે. પરંતુ આ વાર્તાનો સૌથી મોટો વળાંક તેની કિંમત છે. IRGCના પ્રવક્તા મુજબ, આ ડ્રોન ઈઝરાયેલની એ ઈન્ટરસેપ્ટર મિસાઈલો કરતા અનેકગણું સસ્તું છે જે તેને તોડી પાડવા માટે છોડવામાં આવે છે. એટલે કે ઈઝરાયેલ એક સસ્તા ડ્રોનને પાડવા માટે કરોડો ડોલરના સંસાધનો ફૂંકી રહ્યું છે. સસ્તું હથિયાર મોંઘી ડિફેન્સ સિસ્ટમ પર ભારે પડી રહ્યું છે.દક્ષિણ ઈઝરાયેલના અરાદ અને ડિમોના નગરોમાં ઈરાની મિસાઈલોએ એવી તબાહી મચાવી છે કે ચારેબાજુ માત્ર કાટમાળ અને ઘાયલોની ચીખો સંભળાઈ રહી છે. તેલ અવીવના અધિકારીઓ મુજબ રહેણાંક વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું છે. અરાદમાં કોહરામ મચ્યો છે, અહીં મિસાઈલ હુમલામાં 75 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 10ની હાલત અત્યંત નાજુક છે.

ડિમોનામાં પણ દહેશત છે, અહીં 33 લોકો ઘાયલ છે, જેમાં 10 વર્ષનું એક બાળક પણ છે જેને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ હુમલાએ ઈઝરાયેલની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પર સવાલો ઊભા કર્યા છે. અધિકારીઓએ કબૂલ્યું કે એર ડિફેન્સ સિસ્ટમની નિષ્ફળતાને કારણે આ મિસાઈલોને આંતરી શકાઈ નથી. ડિમોનામાં થયેલો હુમલો એટલે પણ સંવેદનશીલ છે કારણ કે અહીં ઈઝરાયેલનું પરમાણુ કેન્દ્ર આવેલું છે. ઈરાને આ વિસ્તારને નિશાન બનાવીને પોતાની લાંબા અંતર સુધી માર કરવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે.વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાઓ પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભવિષ્ય માટે લડાઈ રહેલા યુદ્ધમાં આ એક મુશ્કેલ સાંજ છે. નેતન્યાહુએ દુનિયાભરના નેતાઓને અપીલ કરી છે કે તેઓ ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલ અને અમેરિકાના યુદ્ધના પ્રયાસોમાં સામેલ થાય. તેમણે દાવો કર્યો કે ઈરાને જેરુસલેમમાં નાગરિક વિસ્તારો અને પ્રમુખ ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા છે. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે ઈરાન પર નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવી તેને યુદ્ધ અપરાધ અને આતંકવાદ ગણાવ્યો છે. નેતન્યાહુએ ઈરાન વિરુદ્ધ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલોનું સ્વાગત કર્યું છે. ઈરાનના આ હુમલાએ મધ્ય પૂર્વને એક મહાવિનાશક યુદ્ધના ઉંબરે લાવીને ઊભું કરી દીધું છે. F-35 ને હંફાવ્યા બાદ હવે નાગરિક વિસ્તારોમાં હાહાકાર મચાવીને ઈરાને સાબિત કરી દીધું છે કે તે પાછળ હટવાનું નથી. શું આ હુમલો એક પ્રાદેશિક યુદ્ધની શરૂઆત છે? શું દુનિયા આ વધતા ખતરાને રોકવા માટે એકજૂથ થશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *