કર્ણાટકની તુલસી ગૌડા જેમની ઉંમર 77 વર્ષ છે જેમને હમણાં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તુલસી ગૌડાને પર્યાવરણ રક્ષક તિરીકે ઓળખે છે તેઓ છેલ્લા 6 દશકથી 30 હજારથીવધુ વૃક્ષઓ વાવીને મોટા કર્યા છે જેમની આ પ્રંશસનીય કામગીરીને લઈને પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે.
રિપોર્ટ મુજબ જયારે તુલશી બે વર્ષના હતા ત્યારે એમના પિતાએ દુનિયા છોડી દીધી હતી જેમણે માતા સાથે નર્સરીમાં કામ ચાલુ કરેલ જે 70 વર્ષ પછી પણ વૃક્ષ વાવવાનું કામ ચાલુ છે એક રિપોર્ટ મુજબ તુલસી વનવિભાગના વૃક્ષરોપણ કાર્યક્રમમાં સક્રિય રહેતી હતી જેમનું કામ જોઈને વનવિભાગે એમને કાયમી કરી દીધા હતા.
તુલસી ગૌડાએ વનવિભાગમાં 14 વર્ષ કામ કર્યા પછી તેઓ રિટાયર્ડ થયા એમનું પેંશનજ એમનું આજીવિકા છે તેઓ જેટલા પણ વૃક્ષ ઉછેરે છે એમની તમામ માહિતી હોય છે જેનો ફાયદો કેટલું પાણી જોઈએ દરેક પ્રકારની જાણકારી એમની પાસે છે એમનું એટલું જ્ઞાન છે જેટલું કોઈ વનસ્પતિ વૈજ્ઞાનીકને હોય.
વનોના રક્ષણ અને વૃક્ષ વાવવાની જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે તુલસીનો જન્મ એક આર્થિક રીતે ગરીબ પરીવારમાં થયો હતો તેઓ કર્ણાટકની હલકેલી જનજાતિથી સબંધ ધરાવે છે તેઓ ક્યારેય સ્કૂલ નથી ગયા નાની ઉંમરે લગ્ન થયા હતા પરંતુ કમનસીબે એમના પતિનું પણ મોત થઈ ગયું તેના પછી એમને એક એવી જિંદગી બનાવી જે આજ પુરા દેશ માટે પ્રેરણા છે.