અમેરિકી ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોએ નવી દિલ્હીમાં એક સંમેલનમાં ભારત સાથે ચાલી રહેલી ટ્રેડ ડીલને લઈને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. ક્રિસ્ટોફર લેન્ડોએ જણાવ્યું હતું કે અમેરિકા ભારતને એવી અનિયંત્રિત આર્થિક છૂટછાટ અને બજાર સુધીની પહોંચ નહીં આપે જેવી બે દાયકા પહેલા ચીનને આપવામાં આવી હતી, જેના કારણે ચીન આજે તેમનું એક હરીફ બનીને ઉભરી આવ્યું છે. અમેરિકી વિદેશ સચિવ ક્રિસ્ટોફર લેન્ડોના આ નિવેદન પરથી જાણવા મળે છે
કે અમેરિકા ભારત સાથે ચાલી રહેલી વ્યાપાર સમજૂતીની વાતચીતમાં ઘણી સાવચેતી વર્તી રહ્યું છે. લેન્ડોએ કહ્યું કે ભારત સાથેની ટ્રેડ ડીલમાં અમેરિકા પોતાના હિતોને પ્રાથમિકતા આપશે અને ચીન જેવી ભૂલનું પુનરાવર્તન કરશે નહીં. ભારતના અગ્રણી ભૂ-રાજકીય અને ભૂ-આર્થિક સંમેલન ‘રાયસીના ડાયલોગ’ને સંબોધતા ક્રિસ્ટોફર લેન્ડોએ કહ્યું કે અમેરિકા ભારતની અસીમ શક્યતાઓને સાકાર કરવા માટે તેની સાથે કામ કરવા માંગે છે. પરંતુ ભારતે એ સમજવું પડશે કે
અમેરિકા જૂની ભૂલોમાંથી શીખી ગયું છે. અમે ભારત સાથે એ ભૂલ કરવા જઈ રહ્યા નથી જે અમે 20 વર્ષ પહેલા ચીન સાથે કરી હતી. ક્રિસ્ટોફર લેન્ડોએ વધુમાં જણાવ્યું હતું કે તમે આ તમામ બજારો વિકસાવી શકશો અને પછી અમે જોઈએ છીએ કે તમે અમને જ અનેક વ્યવસાયિક મોરચે પછાડી રહ્યા છો. અમે એ સુનિશ્ચિત કરીશું કે જે પણ અમે કરીએ તે અમારા લોકો માટે નિષ્પક્ષ હોય કારણ કે આખરે અમારે અમારા નાગરિકો પ્રત્યે જવાબદાર રહેવાનું છે.
જેવી રીતે ભારત સરકારની જવાબદારી પોતાના નાગરિકો પ્રત્યે છે. લેન્ડોએ વધુમાં ઉમેર્યું કે ભારત-અમેરિકા વ્યાપાર કરારની વાતચીત હવે લગભગ તેના અંતિમ તબક્કામાં છે. અમેરિકી વિદેશ નીતિનો હેતુ રાષ્ટ્રના હિતોને આગળ વધારવાનો છે. અમે કોઈ ચેરિટેબલ સંસ્થા નથી. અમે સંયુક્ત રાષ્ટ્ર નથી. જોકે ‘અમેરિકા ફર્સ્ટ’નો અર્થ ‘અમેરિકા અલોન’ (અમેરિકા એકલું) નથી, તે પણ લેન્ડોએ સ્પષ્ટ કર્યું છે. જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરીથી મહાન બનાવવા માંગે છે, તેવી જ રીતે તેઓ ભારત અને અન્ય દેશોના વડાપ્રધાનો પાસેથી પણ એવી અપેક્ષા રાખે છે કે તેઓ પોતપોતાના દેશોને મહાન બનાવવા ઈચ્છે. જોકે હવે જે નિવેદન ક્રિસ્ટોફર લેન્ડોએ સંમેલનમાં આપ્યું છે તેનાથી ભારત સાથે ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટો અંગે અમેરિકાના ઈરાદા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
અમેરિકા એ ભૂલ કરવા માંગતું નથી જે આજે થી બે દાયકા એટલે કે 20 વર્ષ પહેલા ચીન સાથે કરી હતી. અમેરિકા ક્યાંક ને ક્યાંક ભારત સાથે એક સારા તાલમેલ સાથે આગળ વધવા માંગે છે. ભારત સાથેના પોતાના સંબંધો વધુ સારા રાખવા માંગે છે. અને એવામાં અમેરિકી ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોના આ નિવેદનથી જાણવા મળે છે કે યુએસ ભારત સાથે ચાલી રહેલી ટ્રેડ ડીલની વાતચીતમાં ઘણું સતર્ક છે. તે ઈચ્છે છે કે ભારતને કોઈ નુકસાન ન થાય પરંતુ તે ભારતને (વધારે પડતી છૂટછાટનો) કોઈ મોકો આપવા માંગતું નથી. લેન્ડોએ કહ્યું કે ભારત સાથેની ટ્રેડ ડીલમાં અમેરિકા પોતાના હિતોને પ્રાથમિકતા આપશે અને ચીન જેવી ભૂલ ક્યારેય નહીં દોહરાવે. તમને જણાવી દઈએ કે ભારતના અગ્રણી ભૂ-રાજકીય અને ભૂ-આર્થિક સંમેલન રાયસીના ડાયલોગને સંબોધતા અમેરિકાના ક્રિસ્ટોફર લેન્ડોએ આ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું
કે અમેરિકા ભારતની અસીમ શક્યતાઓને સાકાર કરવા માટે તેની સાથે કામ કરવા માંગે છે. પરંતુ આ ભારતને પણ સમજવું પડશે કે અમેરિકા હવે જૂની ભૂલોમાંથી શીખી ગયું છે. તે ભારત સાથે એ ભૂલ કરવા માંગતું નથી જે તેણે 20 વર્ષ પહેલા ચીન સાથે કરી હતી. આ સાથે જ તેમણે ‘અમેરિકા ફર્સ્ટ’નો અર્થ પણ સમજાવ્યો. તેમણે કહ્યું કે અમેરિકા ફર્સ્ટનો અર્થ એ નથી કે અમેરિકા એકલું જ મહાન બનવા માંગે છે. ક્રિસ્ટોફર લેન્ડોએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાને ફરીથી મહાન બનાવવા માંગે છે, પરંતુ તે જ રીતે તેઓ ભારત અને બાકીના દેશોના વડાપ્રધાનોને પણ અપીલ કરે છે કે તેઓ પોતપોતાના દેશોને મહાન બનાવે.