સલમાન ખાન અને એમના પરિવાર માટે અત્યારે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે સલમાનના ભાઈ સોહેલ ખાનના લગ્ન તૂટી ગયા છે સોહેલ અને એમની પત્ની સીમા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે 24 વર્ષ બાદ સીમા અને સોહેલ ખાને અલગ થવાનો ફેંશલો કરી લીધો છે કેટલાક સમય પહેલા સીમા અને સોહેલ ફેમિલી કોર્ટ પહોંચ્યા હતા.
જ્યાં એમણે છૂટાછેડાનો કેસ ફાઈલ કરી દીધો સોહેલ અને સીમા વર્ષ 1998માં લગ્નના બંધનમાં બંધાયા હતા એમના 2 બાળકો નિર્માણ અને યોહાન છે વર્ષ 2017 માં એવી રિપોર્ટ આવી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સોહેલ અને સીમા અલગ અલગ રહે છે અને બંનેનાં બાળકો ક્યારેક માં અને.
ક્યારેક પિતા જોડે ચાલ્યે જાય છે પરંતુ ત્યારે કોઈએ એ વાત પર ભરોસો કર્યો ન હતો પરંતુ સીમા છેલ્લા કેટલાય સમયથી સલમાંનના પરિવારના કોઈ ફંક્શનમાં સામેલ નથી થતી પરંતુ આજે એ વાત પર મોહર લાગી ગઈ કે સોહેલ અને સીમાના સબંધ એટલા ખરાબ થઈ ગયા છેકે વાત છૂટાછેડા પર આવી ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ સોહેલ અને સીમા સિવિલ કોર્ટમાં મિત્રની જેમ વ્યવહાર કરી રહ્યા હતા સીમાને અલગ થતાંજ હવે ખાન પરિવારમાં એક પણ વહુ નથી બચી કારણ કે તેના પહેલા 2017 માં અરબાઝ અને મલાઈકાના છૂટાછેડા થઈ ગયા હતા પરંતુ હજુ એ વાતનો ખુલાસો નથી થયો કે સોહેલ અને સીમા વચ્ચેકંઈ વાતનો ડખો પડ્યો.