Cli
નિ ધન પામેલ ભાઈએ આપ્યું હતું વચન, બહેનો માટે વચન પૂરું કરવા માટે આપણા ખજૂર ભાઈ આવ્યા અને...

નિધન પામેલ ભાઈએ આપ્યું હતું વચન, બહેનો માટે વચન પૂરું કરવા માટે આપણા ખજૂર ભાઈ આવ્યા અને…

Breaking

ગુજરાતી કોમેડી ક્ષેત્રે પોતાનું નામ ધરાવતા ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની પોતાના સેવાકીય કાર્યોના લીધે પણ ખૂબ જ ગુજરાતમાં આગવી લોકપ્રિયતા ધરાવે છે કો!રોનાકાળ અને કુદરતી આફતના સમયે પણ અનેક લોકોને ગુજરાતમાં મદદરૂપ થનારા અને મકાનો બનાવી આપનારા નીતિન જાની તાજેતરમાં.

એક પરિવારને મદદરૂપ થવા માટે આવી પહોંચ્યા હતા આ પરિવારમાં નવ બહેનો વચ્ચે એક જ ભાઈ હતો મજૂરી પર જીવન નિર્વાહ કરતા આ પરિવારમાં ભાઈની ઈચ્છા એવી હતી કે આવનારા સમયમાં મારી બહેનોને સિલાઈ મશીન ગુજરાન હેતુ લઈ આપવું પરંતુ કોઈ અગમ્ય કારણોસર ભાઈનું દે!હાંત થતાં.

પરિવાર પર આફત આવી ગઈ હતી અને પરિવાર ની આજીવીકા ખૂબ જ મુશ્કેલ બની હતી આ વચ્ચે ખજૂર ભાઈ બહેનોને ભેટ આપવા માટે અને એમના જીવન નિર્વાહ હેતુ સિલાઈ મશીન ભેટ આપવા માટે આવ્યા હતા અને એમને પરિવારને જણાવ્યું હતું કે આપને બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો અમે.

આપની સાથે છીએ સાથે મોટા ભાઈના બે બાળકોને પણ આશ્વાસન આપતા જણાવ્યું હતુંકે આ બંને બાળકોનો અભ્યાસનો તમામ ખર્ચ અમે ઉપાડીશું બહેનોએ રડતા મુખે ખજૂર ભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો આ પરિવારના આંખોમાં હર્ષના આંસુડા હતા સાથે કહી રહ્યા હતા કે નીતિનભાઈ આપના અંદર અમને અમારો દીકરો દેખાઈ રહ્યો છે.

આ સમયે ખજૂર ભાઈએ એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈપણ જરૂરિયાત મંદ બહેનોને જો કોઈ સમસ્યા હોય આજીવિકા પ્રાપ્ત કરવા હેતુસર જણાવજો હું તમારો ભાઈ બનીને તમારી વચ્ચે મદદરૂપ થવા માટે આવીશ વાચક મિત્રો ખજૂર ભાઈ વિશે આપનો શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *