લોકપ્રિય ટીવી શો બિગ બોસ રિયાલિટી શો હાઉસ સીઝન 16 માં હવે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે જેમ હવે માત્ર સાત પ્રતિસ્પર્ધી જ બાકી રહ્યા છે ગયા અઠવાડિયે ટીવી શો ઉતરણ ફેમ અભિનેત્રી ટીના દત્તા ને બિગબોસ હાઉસ માંથી બહાર કરવામાં આવી હતી તેને બહાર આવતા મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું.
હતું કે બિગબોસ હાઉસ માં મારી સાથે ભેદભાવ પણ થયો છે તકલીફો નો સામનો પણ કરવો પડ્યો છે ઘણા મેમ્બર મને યાદ આવે છે તો ઘણા મેમ્બર ની હરકતો ના કારણે હું દુઃખી થાઉં છું પણ હવે હું બહાર આવી રાહતનો શ્વાસ અનુભવી રહી છું મિડીયા સાથે ની વાતચીત માં તેને અર્ચના ગૌતમ ની યાદ આવે છે.
અને પ્રિયંકા ચૌધરી સાથે પણ મારા સારા સંબંધો રહ્યા છે એમ જણાવતાં બંને ને તે સપોર્ટ કરે તેમ જણાવ્યું હતું ટીના દત્તા ના આ નિવેદન પર સોશિયલ મીડિયા યુઝરો ટીના દત્તાને ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે યુઝરો તેને હાઉસ માં સૌથી વધુ ઝગડો અર્ચના અને પ્રિયંકા સાથે કરતી કહી ટ્રોલ કરી રહ્યા છે ઘણા યુઝરો તેને નૌટંકી કહી રહ્યા છે.
ટીના દત્તાને બિગ બોસ હાઉસમાં ફરી જવાની ઈચ્છા વિશે પૂછવામાં આવતા તેને જણાવ્યું હતું કે હવે હું માત્ર મારા અભિનય કેરીયર માં જ ફોકસ કરવા માગું છું હું હાલ બિગબોસ હાઉસ માં જવા નથી માગંતી અને પ્રતિસ્પર્ધી વિશે પૂછતાં તેને પ્રિયંકા નું નામ લેતા તે વિજેતા બની શકે છે એમ પણ જણાવ્યું હતું.