ટિક્ટોકમાં એક સમયે પોતાની આગવી બોલવાની સ્ટાઈલથી છવાઈ રહેતી અને વિવાદમાં રહી ચુકેલી કીર્તિ પટેલ સામે એક વધુ ફરિયાદ નોંધાઈ છે ગોવાથી આવતી ફ્લાઈટમાં ટિક્ટોકસ્ટાર કીર્તિ પટેલે એરહોસ્ટેસ સાથે મા!રામારી કરી હોવાનું સામે આવ્યું છે જેમાં એરહોસ્ટેસને ઇજા પહોંચી હતી અહીં એરહોસ્ટેસે.
કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જણાવી દઈએ ગોવાથી સુરત આવતી ફ્લાઈટમાં મહિલા કૃ મેમ્બર સાથે મોઢે માસ્ક ન પહેરવાને લઈને કૃ મેમ્બર સાથે કીર્તિએ બોલાચાલી કરી હતી અહીં બધાની સામે પોતાની સાથે આવો બનાવ બનતા એર હોસ્ટેસે રાજીનામુ પણ આપી દીધું હોવાનું સામે આવ્યું છે.
ડુમસ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અહીંના પીઆઇ એપી સોમીયાના જણાવ્યા મુજબ ઘટના બાદ કીર્તિ પટેલ પર ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ પીએસઆઇ રાઠોડ સાથેબને સોંપી છે કીર્તિ પટેલ સામે ગઈ કાલે જ એક યુવતીને માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી અને એવામાં આ બીજી ફરિયાદ એરહોસ્ટેસે નોંધાવી છે.