સાઉથની ફિલ્મ RRR જબરજસ્ત કમાણી કરી રહી છે ફિલ્મે 9 માં દિવસે જ 900 કરોડની કમાણી કરી લીધી છે ફિલ્મની સફળતા પર રામચરણે મોટું દિલ બતાવ્યું છે કદાચ એવું ક્યારેય કોઈ બૉલીવુડ સ્ટારે પહેલા ક્યારેય નહીં કર્યું હોય હકીકતમાં ત્રિપલ આરની સફળતા બાદ સાઉથના સ્ટાર રામચરણે ફિલ્મના.
તમામ કૃ મેમ્બરને સોનાનો સિક્કો ભેટમાં આપ્યો છે એક્ટર તરફથી આવી સરપ્રાઈઝ ભેટ જોઈને કૃ મેમ્બર ખુશીથી ઝૂમી ઉઠ્યા છે મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ સફળ ગઈ તેની ખુસીમાં ત્રિપલ આરના એક્ટર રામચરણે ફિલ્મમાં સારું કામ કરેલ ટોટલ 35 કૃ મેમ્બરને ઘરે જમવા બોલાવ્યા હતા અને એ તમામ કૃ મેમ્બરને સોનાના સિક્કા ભેટમાં આપ્યા હતા.
રામચરણે જેમને ભેટ આપી છે તેમાંથી કેમેરા આસિસ્ટન્ટ પ્રોડક્શન મેનેજર એકાઉન્ટન્ટ ફોટોગ્રાફર સહિત અન્ય વિભાગના લોકોનો સમાવેશ થાય છે રામચરણે જે સોનાના સિક્કા ભેટમાં આપ્યા છે તેના પર RRR ફિલ્મનું નામ લખ્યું છે સિક્કાઓ પર 18 લાખનો ખર્ચ થયો છે જેને જોઈ યુઝરોનું કહેવું છેકે હવે આવું તો સાઉથ સ્ટારજ કરી શકે.
ત્રિપલ આર ફિલ્મ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે ફિલ્મમાં રામચરણ જુનિયર એનટીઆર આલિયા ભટ્ટ અને અજય દેવગણના પાત્રને ખુબજ પંસદ કરવામાં આવ્યું છે અહીં આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો ટોપ 10માં સ્થાન મેળવી લીધું છે ત્રિપલ આર ફિલ્મ આવનાર સમયમાં નવો રેકોર્ડ બનાવશે તેવું કહેવાઈ રહ્યું છે.