Cli
ફેમસ સિંગર જીગ્નેશ કવિરાજ આવી રીતે બન્યા સુપરસ્ટાર, પરીવાર વિશે જાણો અને તેમની જીવન સર્ઘષની કહાની..

ફેમસ સિંગર જીગ્નેશ કવિરાજ આવી રીતે બન્યા સુપરસ્ટાર, પરીવાર વિશે જાણો અને તેમની જીવન સર્ઘષની કહાની..

Breaking

ગુજરાતમાં સંગીતક્ષેત્રે ખુબ જ લોકપ્રિયતા મેળવનાર જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર 1988 ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામે થયો હતો પરીવારજનો માંથી જ તેમને સંગીતક્ષેત્રે નોલેજ મળ્યું હતું તેમના દાદા કાકા તેમના પિતા હસમુખભાઈ બારોટ વિશાલ ભાઈ બારોટ સંગીત ક્ષેત્રે કાર્યરત કરતા.

તેમના પિતા ભજનના ઉમદા કલાકાર હતા નાનપણથી જીગ્નેશ કવિરાજ ને ભણવા પ્રત્યે રુચિ ઓછી હતી તેઓ માત્ર સંગીત ને જ પોતાનુ ભણતર માનતા હતા 13 વર્ષની ઉંમરે પ્રથમવાર તેમના ફળિયામાં એક લગ્ન પ્રસંગ હતો આ સમયે વિસનગર સંગીત ક્ષેત્રે જોડાયેલા કમલેશભાઈ તેમને એક ગીત ગાવા માટે આપે છે.

લીલી તુવેર સુકી તુવેર આ સોંગ જ્યારે એ સમયે જીગ્નેશ કવિરાજ એ ગાયું ત્યારે તેમનો અવાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો અને કમલેશભાઈએ તેમનુ કેરિયર બનાવવાનો સંકલ્પ કર્યો શરુઆતમાં દશામાં ની મહેર નામનું આલ્બમ બહાર પાડ્યું અને ઓડિયો કેસેટનું ગુજરાતમાં ધૂમ વેચાણ થયું ત્યારબાદ.

જીગ્નેશ કવિરાજના એક પછી એક સોંગ જવા લાગ્યા તેમનું તમારા સમ આલ્બમ લાંબો સમય સુધી ચાલ્યું અને આ આલ્બમ સોગં થી તેમની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો ત્યાર બાદ ઘણા બધા આલ્બમ સોગં માં તેમને અભિનય પણ કર્યો તેઓ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાના પ્રોગ્રામ પણ કરવા લાગ્યા.

તેમના સર્ઘષ માં તેમના પરીવારજનો નું ખુબ યોગદાન રહ્યું તેમની પત્ની એ હંમેશા તેમને પ્રોત્સાહન આપ્યું અને આવનારા સમયમાં તેમને ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું તેમના આજે યુ ટ્યુબ પર ગીતો જોતા માં લાખો વ્યુ પર પહોંચી જાય છે શરુઆત માં કેસેટ થી શરુઆત કરનાર આજે.

યુ ટ્યુબ પર લોકોની પહેલી પસંદ બન્યા છે પોતાના પરિવાર જનો સાથે તેઓ ભાગ્યેજ તસવીરો શેર કરે છે તેમના અવાજ થી શરુઆત માં તેમને લોકોએ કવિરાજની ઉપમા આપેલી હતી પરંતુ પાછડ થી જીગ્નેશ કવિરાજે પોતાનું નામ બદલતા પોતાની મુળ અટક બારોટ રાખી જીગ્નેશ બારોટ નામ કરી દિધું તેઓ.

સંગીત ક્ષેત્રે કાર્યરત છે સાથે તેઓ બારોટ ની વંશાવલી પણ વાંચે છે તેઓ પોતાના સર્ઘષમય જીવનથી આજે ગુજરાત માં ખુબ લોકચાહના ધરાવે છે જીગ્નેશ કવિરાજ આજે વૈભવી ઠાઠમાઠ થી જીવન જીવે છે તેમની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ અને આલીશાન ઘર છે તેઓ ડાયરા અને સ્ટેજ પ્રોગ્રામ થી લાખોની કમાણી કરે‌ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *