Cli

માનવતાની ફરજ સમજીને આ દાદા એમના ઘર સુધી પહોંચી જાય એટલી મદદ કરજો…

Story

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પોપટભાઈ ફાઉન્ડેશન નામનું સેવાકીય ગ્રુપ ચાલે છે જેઓ દરરોજ સેવાના કર્યો કરે છે લોકોને બનતી મદદ કરે છે ગુજરાતના તમામ શેરોમાં ગરીબ લોકો જરૂરિયામંદ લોકો માટે અને સેવાનું તમામ કાર્ય આ ટિમ કરી રહી છે એવામાં આ ટીમને આ દાદા મળ્યા છે જેમણે આ દાદાને એમના ઘર સુધી પહોંચાડવા માટે એક વિનંતી કરી છે.

મિત્રો દરરોજની જેમ ટિમ નીકળી હતી ત્યારે સુરતમાં એક પુલ નીચે આ દાદા મળી ગયા હતા દાદા પગમાં બહુ વાગેલ પણ હતું જેમની પોપટભાઈની ટીમે નજીકના હોસ્પિટલમાં લઈ જઈને ઈલાજ કરાવ્યો હતો અને આ માંગીને જીવન ગુજારતા દાદાના વધી ગયેલા વાળ અને દાઢી કરાવીને સારા કપડાં પહેરાવ્યા હતા.

દાદાથી વાત કરતા જાણવા મળ્યું હતું તેમનું નામ વસંતકુમાર છે તેઓ બઁગાળના રહેવાશી હોવાનું જાણવા મળ્યું હતું દાદા સરખું હિન્દી જાણતા ન હોવાથી સરખી રીતે ગામનું નામ જાણી શકાયું ન હતું દાદાનો પરિવાર આમતો સુરતમાં રહે છે અત્યારે દાદાની રહેવાની સગવડ સુરત નગરપાલિકા જ્યોતિ સામાજિક સેવા સંસ્થામાં કરી છે પોપટભાઈએ દાદા માટે એક વિનંતી કરી છે.

મિત્રો આ પોસ્ટ એ પરિવાર સુધી પહોંચાડો જેથી આ દાદા એમના ઘર સુધી પહોંચી શકે અને એ એમના પરિવારને મળી શકે આ પોસ્ટને બને એટલા લોકો સુધી શેર કરજો માનવતાની ફરજ છેકે આપણે માણસ છીએ તો માણસની મદદ કરવી જોઈએ કદાચ તમારા એક પોસ્ટ શેર કરવાથી દાદા એમના ઘર સુધી પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *