27 વર્ષની સીના કિરા ઓસ્ટ્રેલિયાની રહેવાશી છે તેનું દિલ બ્રિટિશ નાગરિક જ્યોર્જ કિવુર્ડ પર આવી ગયું આમ તો બંને પોતાની જિંદગીમાં ખુશ છે પરંતુ લોકોના મેણાએ એમને પરેશાન કરી દીધા છે કોઈ એમના પ્રેમને સાચું નથી માની રહ્યું કારણ કે સીના સુંદર છે જયારે જોર્જનું શરીર વધારે છે એટલે બહુ જાડો છે.
સીના કીરા પહેલા સિડનીમાં રહેતી હતી પરંતુ તેઓ હવે પોતાનો દેશ છોડીને તેના પતિ સાથે રહેવા લંડન ચાલી આવી છે તેમ છતાં લોકો તેને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે લોકોનું કહેવું છેકે સીના જોર્જને જોઈને નહીં પરંતુ પૈસા જોઈને તેની સાથે છે સીના જયારે કોમેડિયન શો જોઈ રહી હતી ત્યારે પહેલી વખતે જોર્જ સામે આકર્ષિત થઈ હતી.
સીનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યોર્જની ભૂરી આંખો અને ભારે ધરખમ તેને પસંદ આવ્યો બંનેની પહેલી મુલાકાત 2018માં થઈ હતી હવે સીના અને જ્યોર્જનો એક 2 વર્ષનો પુત્ર અલવીર પણ છે મિરરની રિપોર્ટ મુજબ તેઓ પોતાના વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરે ત્યારે કેટલાક લોકો આ કપલને ટ્રોલ કરતા જોવા મળે છે.