જેલમાં આર્યન ખાનના કેવા દિવસ વીત્યાં તે વિશે એક કેદીએ કહ્યું છે તે કેદી 16તારીખના જ બહાર આવ્યો છે તેણે ખૂબ જ નજીકથી આર્યન ખાનને જોયું છે કારણ કે તે એ જ જગ્યાએ રહેતા હતા અને તે કેદી નું કામ ખાવાનું પીરસવાનું હતું એટલે એને ખબર હતી કે આર્યન ખાન શું ખાઈ રહ્યા છે શું નથી ખાઈ રહ્યા અને કેટલું ખાઇ રહ્યા છે.
આ વ્યક્તિનું નામ શ્રવણ છે અને તે લૂંટફાટના મામલામાં ગિરફતાર થયો હતો તેને છ મહિનાની સજા થઈ હતી અને હવે તે છ મહિનાની સજા કાપીને બહાર નીકળ્યો છે ૧૬ઑક્ટોબરના બહાર નીકળીને તેણે આર્યન ખાન વિશે કહ્યું છે કે જે દિવસે આર્યન ખાન જેલમાં ગયો હતો તે જ દિવસે તેણે ફકત જેલની ચા પીધી હતી.
ત્યારબાદ તેણે કયારેય ચા પીધી જ ન હતી શ્રવણનું કામ હતું ખાવાનું પીરસવાનું અને જેલમાં એક કાયદો છે કે તમને ખાવાનું આપવામાં આવે તે તમારે લેવો જ પડે ભલે તમારે ખાવું હોય કે ન ખાવું હોય એટલે આર્યનખાન તે ખાવાનું લઈ લેતો હતો પરંતુ તે ખાતો ન હતો તે બીજા કેદીઓને આપી દેતો હતો.
આર્યનખાન કેન્ટીનમાંથી બિસ્કીટ લેતો અને તે પાણીમાં ડૂબાડીને ખાતો જ્યારે તેમને પૂછવામાં આવે કે તે શા કારણે આ ખાઈ નથી રહ્યા તો તે એમ કહે કે મારું મૂડ નથી મને ભુખ નથી તે હંમેશા ગુમસુમ રહેતો અને શ્રવણએ કહ્યું છે કે જ્યારે કોઈ જેલમાં કેદી આવે છે ત્યારે તેના વાળ કાપવામાં આવે છે તેની શેવિંગ કરવામાં આવે છે અને આર્યન ખાન સાથે પણ તે કરવામાં આવ્યું હતું તે આર્યન ખાનને ખૂબ જ અજીબ લાગ્યું હતું.
આર્યનખાન જ્યાં રહી રહ્યાં છે ત્યાં એક સેલમાં સો કેદીઓને રાખવામાં આવે છે ત્યાં કરવટ લેવી પણ ખૂબ જ મુશ્કેલ હોય છે ચાર બાથરૂમ હોય છે તે જ બાથરૂમ સો કેદીઓને વાપરવાના હોય છે તે ઘરના કપડા પહેરી રહ્યા છે અને કેન્ટીનનું ખાવાનું ખાઇ રહ્યા છે જેલના જે કાયદા હોય છે તે જ કાયદાનો હમણાં આર્યનખાન અમલ કરી રહ્યો છે.
સવારના છ વાગે ઊઠવાનું હોય છે ત્યારબાદ નાસ્તો આપવામાં આવે છે નાસ્તો લઈને આર્યનખાન બીજાને આપી દે છે 11 વાગે જમવાનું આપવામાં આવે છે તે પણ આર્યનખાન લઈને બીજાને આપી દે છે અને આખો દિવસ ગુમ સુમ બેસે છે જ્યારે શ્રવણ બહાર આવવાનો હતો ત્યારે તેમણે આર્યન ખાનને કહ્યું હતું કે હું તારા માટે પણ શુભકામનાઓ કરીશ કે તું પણ જલદી બહાર આવે.