બોલીવુડ ફિલ્મ અભિનેતા કાર્તીક આર્યન ફિલ્મ ભુલ ભુલૈયા 2 ની સફળતા બાદ ખુબ જ લાઈમલાઈટમાં આવી ચૂક્યા છે તેઓ આજે સુપરસ્ટાર અભિનેતાઓની લિસ્ટમાં સામેલ થયા છે કાર્તીક આર્યન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ શહેજાદા ને લઇ ને ખુબ જ ચર્ચાઓ માં છે એકવાર ફરી તેઓ.
દર્શકો નું દિલ જીતવા માટે તૈયાર છે કાર્તીક આર્યન અને કિર્તી સેનન ની ફિલ્મ શહેજાદાનુ ટ્રેલર રિલીઝ થયું છે જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે જે ફિલ્મમાં કાર્તિક આર્યન કૃતિ સેનન સાથે મનિષા કોઈરાલા રોનીત રોય અને રાજપાલ યાદવ પણ મુખ્ય ભૂમિકામાં માં જોવા મળશે સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યન કૃર્તિ સેનન.
અને રાજપાલ યાદવ નો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ગઈ વખતે ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 મા રાજપાલ યાદવ અને કાર્તીક આર્યન જોવા મળ્યા હતા બંનેએ એ સમયે ખુબ મસ્તી કરી હતી સેટ પર તેઓ મસ્તી ના અંદાજમા જોવા મળ્યા હતા એમજ હવે ફિલ્મ શહેજાદા ના પ્રમોશન માટે તેઓ ધ કપીલ શર્મા શો સેટ પર પહોંચ્યા હતા.
આ સમયે સેટની બહાર રાજપાલ યાદવ કીર્તિ સેનન અને કાર્તિક આર્યન સાથે મજાક મસ્તી કરતા જોવા મળ્યા હતા કાર્તિક આર્યન અને કીર્તિ સેનન પેપરાજી અને મીડિયા ને હાથ જોડીને પોઝ આપી રહ્યા હતા આ દરમિયાન રાજપાલ યાદવ બંનેની વચમાં આવીને આ હાઈટ છે મારી એમ જણાવીને ખૂબ જ મજાક મસ્તી કરીને બંનેની વચ્ચે ઊભા રહીને તસવીર ખેચાવી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર આ મજાક મસ્તીનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને લોકો આ કલાકારોની મસ્તીને ખૂબ જ પસંદ કરી રહ્યા હતા રાજપાલ યાદવ અને કાર્તિક આર્યન ની જોડી લોકો ખૂબ જ પસંદ કરે છે ફરી તેઓ ફિલ્મ શહજાદેમાં ધમાલ મચાવવા માટે આવી રહ્યા છે આ ફિલ્મ એક્શન અને કોમેડીથી ભરપૂર છે એવું ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે.