ઉત્તરપ્રદેશના એક પર્ફ્યૂમનો વેપાર કરતા પિયુષ જૈન નામના વેપારીના ઘરે આઇટી એ દરોડો પાડીને ત્યાં તપાસ કરતા આંખો પોળી રહી જાય એટલા નોટના બંડલ મળી આવ્યા હતા અહીં નોટોની ગણતરી કરવા માટે ચાર મશીન પણ ઓછા પડ્યા હતા જયારે તમામ રોકડની ગણતરી કરવા બેન્કના કર્મચારીઓને લાવવા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના કનૌજમાં માં એક પર્ફ્યૂમના વેપારી પિયુષ જૈનના ઘરે GST ટીમે દરોડો પડ્યો હતો જ્યાં તપાસ કરતા તેમના ઘરની તિજોરીઓ માંથી રોકડ મળી તિજોરીમાં નોટોના બંડલ દબાઈને ભરેલા હતા જેની ગણતરી કરતા 150 કરોડની રોકડ આઇટી ટીમને હાથ લાગી હતી.
પિયુષ જૈન પર્ફ્યૂમનો મોટો વેપારી છે 40 કરોડની નોટની રકમ મોડા સુધી ગણતરી કરવામાં આવી હતી જયારે અન્ય રોકડ 150 કરોડ હશે તેવું આઇટીના સૂત્રો પાસેથી માહિતી મળી હતી અહીં રોકડ ગણવા માટે એસબીઆઇના કર્મચારીઓને પણ ગણવા બોલાવ્યા હતા આ કનેકશન શિખર પાન પર દરોડો પડતા ત્યાંથી મળ્યું હતું.